Translate to...

મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ કહ્યું, કરણના મેનેજરને પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યું, જરૂર પડશે તો કરણ જોહરને પણ બોલાવવામાં આવશે, મહેશ ભટ્ટની પણ એક-બે દિવસમાં પૂછપરછ

મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ કહ્યું, કરણના મેનેજરને પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યું, જરૂર પડશે તો કરણ જોહરને પણ બોલાવવામાં આવશે, મહેશ ભટ્ટની પણ એક-બે દિવસમાં પૂછપરછસુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં હવે મુંબઈ પોલીસ બોલિવૂડની હસ્તીઓની પણ પૂછપરછ કરી રહી છે. YRFના આદિત્ય ચોપરા, ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી, ફિલ્મ ક્રિટિક રાજીવ મસંદ બાદ હવે પોલીસે ફિલ્મમેકર કરણ જોહરના મેનેજરને પૂછપરછ માટે 27 જુલાઈએ સમન્સ મોકલ્યું છે. રવિવારે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આ વાતની માહિતી આપી છે. અનિલ દેશમુખે જણાવ્યું કે, અત્યારસુધી 37 લોકોના સ્ટેટમેન્ટ રેકોર્ડ થઇ ચૂક્યા છે. જરૂર પડશે તો કરણ જોહરને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવશે. મહેશ ભટ્ટની પણ એક-બે દિવસમાં પૂછપરછ થશે.

Statements of 37 people recorded so far, Mahesh Bhatt to record his statement in a day or two. Summons sent to Kangana Ranaut to record her statement. Karan Johar's manager has been called, if needed,Johar will also be called:Maharashtra Home Minister on Sushant Singh Rajput case pic.twitter.com/HllpYbRuoz

— ANI (@ANI) July 26, 2020

કંગનાના આરોપ બાદ આ નિર્ણય લેવાયો મુંબઈ પોલીસે આ નિર્ણય કંગના રનૌતના એક સ્ટેટમેન્ટ પછી લીધો છે. સુશાંતની આત્મહત્યા માટે તેણે બોલિવૂડમાં ચાલતા નેપોટિઝ્મ અને ગ્રુપીઝમને જવાબદાર ગણાવ્યા હતા. કંગનાએ કરણ જોહર, આદિત્ય ચોપરા, રાજીવ મસંદ અને મહેશ ભટ્ટ પર કેમ્પિંગ કરવાનો આરોપ લગાવ્યો છે. આ વાત અનિલ દેશમુખે તેમના સ્ટેટમેન્ટમાં પણ કહી છે કે, પૂછપરછમાં પોલીસ એ જાણવાની ટ્રાય કરી રહી છે કે સુશાંત ખરેખર કેમ્પિંગનો શિકાર થયો હતો કે નહીં.

આટલું જ નહીં હાલમાં કંગનાની ટીમે તો એવો પણ દાવો કર્યો કે, કરણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરેના મિત્ર છે. માટે તેને ક્યારેય પોલીસ સ્ટેશન બોલવામાં આવશે નહીં. મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધી લખ્યું હતું, આ તેમની સરકાર છે અને તેમણે કંગનાના ઇન્ટરવ્યૂ પહેલાં જ કેસ બંધ કરી દીધો. આ એ વાતની સાબિતી છે કે તે તેમના મિત્રોને બચાવી રહ્યા છે.

They won’t call him because he is best friend of @AUThackeray. It’s their government and they shut this case before Kangana’s interview, it’s evident they are protecting their friends.. https://t.co/MOAXUbogFw

— Team Kangana Ranaut (@KanganaTeam) July 25, 2020

CBI તપાસની જરૂર નથી, મુંબઈ પોલીસ આ કેસ હેન્ડલ કરવા કેપેબલ છે: મહારાષ્ટ્ર ગૃહમંત્રી શેખર સુમન, સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામી સહિત ઘણા સેલેબ્સ અને રાજકારણી સુશાંત કેસમાં CBI તપાસની માગ કરી રહ્યા છે. આ બાબતે અગાઉ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે CBI તપાસની અરજીને રિજેક્ટ કરતાં કહ્યું હતું કે, તેની કોઈ જરૂર નથી. તેમણે કહ્યું કે, મારી પાસે CBI તપાસની અરજીના ઘણા ટ્વીટ્સ અને કેમ્પેઈન આવ્યા છે. પણ મને નથી લાગતું કે CBI તપાસની જરૂર છે.

મુંબઈ પોલીસ આ પ્રકારના કેસ કરવા માટે પૂરતી કેપેબલ છે અને તેઓ કેસના દરેક પહેલુંને તપાસી રહ્યા છે. અત્યાર સુધી અમને તેમાં કોઈ ફાઉલ પ્લે જોવા મળ્યો નથી. જ્યારે કેસની તપાસ પૂરી થઇ જશે ત્યારે તપાસની માહિતી બધા સાથે શેર કરવામાં આવશે જ.

CBI તપાસની અરજીનો પીએમ મોદીએ જવાબ આપ્યો સુબ્રમણ્યમ સ્વામીએ 15 જુલાઈએ વડાપ્રધાન મોદીને સંબોધીને સુશાંત કેસમાં CBI તપાસની માગ કરતો લેટર લખ્યો હતો. આ લેટરનો જવાબ PMO દ્વારા મોકલવામાં આવ્યો છે. આ એક્નોલેજમેન્ટ લેટર છે.

Dr Subramanian @Swamy39 had written letter dr 15th July 2020 to @narendramodi @PMOIndia on the mysterious death of Actor Sushant Singh Rajput & asked for CBI investigation, Now Namo by letter dt 20th July has acknowledged the letter pic.twitter.com/1updoiWQFq

— Jagdish Shetty (@jagdishshetty) July 25, 2020

અત્યારસુધી 37 લોકોની પૂછપરછ સુશાંત આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસ અત્યાર સુધીમાં 40 લોકોની પૂછપરછ કરી ચૂકી છે. તેમાં સુશાંતનો હાઉસ સ્ટાફ, મિત્રો, પરિવારના સભ્યો, કો-એક્ટર્સ વગેરે સામેલ હતા. આ સિવાય પોલીસે સુશાંતના ડિપ્રેશનની સારવાર કરનાર 3 ડોક્ટર્સના પણ સ્ટેટમેન્ટ લીધા હતા. ડિરેક્ટર શેખર કપૂર, યશરાજ ફિલ્મ્સના માલિક આદિત્ય ચોપરા, કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્મા સહિત અન્ય અધિકારીઓની પણ પૂછપરછ થઇ ગઈ છે. પોલીસે સંજય લીલા ભણસાલી, રાજીવ મસંદની પણ પૂછપરછ કરી લીધી છે.Maharashtra Home Minister Anil Deshmukh Said Karan Johar’s Manager Summoned For Questioning, Director May Be Questioned Next In Sushant Singh Rajput Suicide Case