Translate to...

મહામારીના સમયમાં ધૂમ્રપાન જીવલેણ, ક્વિટ પ્લાન બનાવી આદત છોડો; મહામારી આવ્યા બાદ 1 લાખથી વધારે લોકોએ આ આદત છોડી

મહામારીના સમયમાં ધૂમ્રપાન જીવલેણ, ક્વિટ પ્લાન બનાવી આદત છોડો; મહામારી આવ્યા બાદ 1 લાખથી વધારે લોકોએ આ આદત છોડી
સ્મોકિંગ અર્થાત ધૂમ્રપાન કરવાથી સ્વાસ્થ્યને નુક્સાન થાય છે. તેમાં પણ કોવિડ-19 મહામારીના આ સમયમાં આ આદત જોખમને બમણું કરી શકે છે. ધૂમ્રપાન કરવાથી ફેફસાંમાં તકલીફ અને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)એ જૂન મહિનામાં કહ્યું હતું કે, કોવિડ-19ના કેસ અને મૃત્યુ સાથે ઘૂમ્રપાન સંકળાયેલું છે.

WHOએ મહામારીમાં સ્મોકિંગ છોડવાની સલાહ આપી છે. સ્મોકિંગથી ફેફસાંની ક્ષમતા ઓછી થઈ જાય છે અને રેસ્પિરેટરી ઈન્ફેક્શન થવાની સંભાવના છે. તેથી મહામારીના જોખમને સમજીને આ આદત છોડી દેવી તેમાં જ ભલાઈ છે.

1 લાખથી વધારે લોકોએ સ્મોકિંગ છોડ્યું Ash (એક્શન ઓન સ્મોકિંગ એન્ડ હેલ્થ)ના સર્વે અનુસાર, કોવિડ-19 મહામારી ફેલાયા બાદ 1 લાખથી વધારે લોકોએ સ્મોકિંગથી પોતાને અળગા કર્યાં છે. છેલ્લાં 4 મહિનામાં આ આદત છોડનારા 41% લોકોએ કોરોનાવાઈરસને કારણ ગણાવ્યું છે. યુનિવર્સિટી કોલેજ લંડનના એક સર્વે અનુસાર, વર્ષ 2007 કરતાં જૂન 2020માં સૌથી વધારે લોકોએ સ્મોકિંગની આદત છોડી છે.

સ્મોકિંગથી જોખમ કેટલાક ડોક્ટર્સનું માનવું છે કે, નોન સ્મોકર્સ (ધૂમ્રપાન ન કરનારા)ની સરખામણીએ સ્મોકર્સ (ધૂમ્રપાન કરનારા)માં કોરોનાવાઈરસનાં ગંભીર લક્ષણોનું જોખમ રહેલું હોય છે. કોવિડ સિમ્પ્ટમ ટ્રેકર એપ અનુસાર, નોન સ્મોકર્સની સરખામણીએ સ્મોકર્સમાં તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં પડતી તકલીફ સહિતના લક્ષણોનું જોખમ 14% વધારે હોય છે.

સ્મોકિંગ છોડવા માટે આત્મવિશ્વાસ કેવી રીતે વધારવો કેટલાક લોકો સ્મોકિંગ છોડવા માટે ડરે છે, કારણ કે તેઓ તેનો અનેક વાર પ્રયત્ન કરી ચૂક્યા હોય છે અને અસફળ રહે છે. તેમને લાગે છે કે સ્મોકિંગ છોડવું એ ખૂબ જ અધરું કામ છે કારણ કે, ત્યારબાદના લક્ષણોથી તેઓ બચી નહીં શકે. તેમને અન્ય લોકોનો સપોર્ટ મળશે કે કેમ તેનો પણ ડર રહેલો હોય છે.

સ્મોકિંગ છોડવા માટે આત્મવિશ્વાસ વધારવા માટેની કેટલીક રીતો:

પહેલાં એક દિવસ માટે સિગારેટ છોડવાનો પ્રયત્ન કરો. પછી 2 દિવસ માટે પ્રયત્ન કરો અને આ ક્રમને આમ જ ચાલવા દો.તમારા રોલ મોડલ્સને ફોલો કરો. તમારી આસપાસ એ લોકોનું અવલોકન કરો જેમણે તાજેતરમાં જ સ્મોકિંગની આદત છોડી છે. તેમના પ્રયાસોને અપનાવવાની કોશિશ કરો.દરેક પ્રયત્નથી તમે કાંઈક શીખી રહ્યા છો તેવું માનો. દરેક પ્રયત્નમાં તમને જાણવા મળશે કે કયો પ્લાન કામ કરે છે અને કયો કામ નથી કરતો. સ્મોકર્સ માટે વારંવાર આદત છોડવી તે સામાન્ય વાત છે, પંરતુ તેઓ હંમેશા માટે તેને છોડવામાં એક દિવસ સફળ રહે છે.સ્મોકિંગ છોડવા માટેના તમારા નેગેટિવ મૂડમાં સુધારો લાવો. કેટલાક લોકોને સ્મોકિંગ છોડતી વખતે ડર, તણાવ અને ચિંતા રહે છે. તમારા પરિવાર અને મિત્રોનો સપોર્ટ લો. સારું ભોજન, એક્સર્સાઈઝ અને પૂરતી ઊંઘ લઈ હેલ્ધી લાઈફસ્ટાઈલ બનાવો.

સ્મોકિંગ છોડવા માટે ક્વિટ પ્લાન તૈયાર કરો જો તમે સ્મોકિંગ છોડવા માટે નિર્ણય કરી લીધો છે તો આ સારી વાત છે. તેના માટે એક ક્વિટ પ્લાન તૈયાર કરો. આ પ્લાનમાં તમારી આગામી ગતિવિધિઓ, સલાહ અને સપોર્ટ કરનારી વસ્તુઓને સામેલ કરો. યાદ રાખો કે તમે સફળ થઈ શકો છો.

આ રીતે ક્વિટ પ્લાન તૈયાર કરો: એક તારીખ નક્કી કરો: વહેલી તકે સ્મોકિંગ છોડવા માટે તારીખ નક્કી કરો. સ્મોકિંગ માટે પોતાની જાતને થોડો સમય આપવા પર તમે મોટિવેટ રહેશો. જન્મદિવસ કે અન્ય કોઈ ખાસ અવસરની પસંદગી સારી રહેશે, પરંતુ તમારે કોઈ નિયમનું પાલન કરવું જરૂરી નથી તમે આજથી પણ સ્મોકિંગ છોડી શકો છો.

પરિવાર, મિત્રો અને સાથે કામ કરતા લોકોને જણાવો જે લોકો તમારા સંપર્કમાં વધારે રહે છે તેમને તમારા નિર્ણય વિશે જણાવો. તેમને પણ સપોર્ટ કરવાનું કહો. આ ઉપરાંત જો કોઈ સ્મોક કરે છે તો તેને સમજવાનું કહો. તેને કહો કે જો તમે તેની આજુબાજુ છો તો સ્મોક ન કરે. પરીક્ષાઓ વિશે પહેલાં જ જાણી લો સ્મોકિંગ છોડવું સરળ નથી અને જો તમે જાતે જ આ નિર્ણય લીધો છે તો તમે બહાદુર છો. આ દરમિયાન આવનારી અનેક પરીક્ષાઓ માટે તૈયાર રહો અને ખાસ કરીને પ્રથમ અઠવાડિયાંની મુશ્કેલીને લઈને તૈયાર રહો. તમારી આજુબાજુની તમાકુની પ્રોડક્ટને દૂર કરી દો સૌથી જરૂરી છે કે તમાકુના સપર્કમાં ઘણું ઓછું આવવું. જો તમારી આજુબાજુ તમાકુની વસ્તુઓ છે તો તેને દૂર કરી દો. સ્મોકિંગ એરિયામાં જવાથી બચો અને તમારા મિત્રોને તમારી સામે સ્મોક ન કરવાનું કહો. સિગારેટમાં 7 હજારથી વધારે ઝેરી કેમિકલ્સ હોય છે સ્મોકિંગથી માત્ર સ્વાસ્થ્ય જ નહી, પરંતુ તમારી આજુબાજુ રહેતા લોકોને પણ અસર થાય છે. WHOના ‘અ ગાઈડ ટુ ફોર ટોબેકો યુઝર્સ ટુ ક્વિટ’ પ્રમાણે, તમાકુ તેના અડધા યુઝર્સને મારી નાખે છે કારણ કે તમાકુની પ્રોડક્ટ્સ ઝેરી વસ્તુઓમાંથી તૈયાર કરવામાં આવે છે. તમાકુ સ્મોકમાં 7 હજારથી વધારે કેમિકલ્સ હોય છે, જેમાં ઓછામાં ઓછા 250 જોખમી અને ઓછામાં ઓછા 69 કેમિકલ કેન્સર માટે જવાબદાર છે.

સ્મોકિંગ સાથે જોડાયેલા કેટલાક બનાવટી દાવા ખાસ કરીને વિકાસશીલ દેશોમાં ઘણા સ્મોકર્સ તમાકુ સ્મોકિંગના જોખમને સમજી રહ્યા નથી. તેની પાછળનું કારણ કંપનીઓનો બનાવટી ડેટા કહેવામાં આવી રહ્યો છે. સ્મોકિંગ સાથે જોડાયેલા અમુક બનાવટી દાવા: ઓછા ટારવાળી સિગારેટ સુરક્ષિત છે: સુરક્ષિત સિગારેટ જેવી કોઈ વસ્તુ જ હોતી નથી. ઓછા ટારવાળી સિગારેટ પણ અન્ય સિગારેટની જેમ જોખમી હોઈ શકે છે. જાતે તમાકુ રોક કરીને બનાવેલી સિગારેટ સુરક્ષિત છે: આ પ્રકારની સિગારેટમાં ઘણા કેમિકલ્સ હોય છે. રિસર્ચ પ્રમાણે જાતે બનાવેલી સિગારેટ ફેક્ટરીમાં બનેલી સિગારેટ જેટલું કે તેનાથી વધારે નુકસાન પહોંચાડી શકે છે. સ્ટડીમાં ખબર પડી કે, જાતે રોલ કરીને બનાવતા લોકો બધારે ટાર અને નિકોટીનવાળી સિગારેટ બનાવે છે. સિગારેટની સંખ્યા ઓછી કરવાથી હેલ્થ રિસ્ક ઓછાં થઇ જશે: સિગારેટ પીવાનું કોઈ પણ સુરક્ષિત સ્તર નથી. ઘણા લોકો સ્મોકિંગ હેબિટને સુરક્ષિત બનાવવા માટે સિગારેટની સંખ્યાને ઓછી કરી દે છે. આવું કરવું દરેક માટે સરળ નથી આથી ફરીથી તેઓ પહેલાં જેટલી જ સિગારેટ પીવાની શરૂ કરી દે છે. જો કે, સિગારેટની સંખ્યા ઓછી કરવાથી જોખમ થોડું ઓછું થઇ જાય છે, પરંતુ લાંબા સમયના ફાયદા માટે તેને છોડવી જ યોગ્ય છે. માત્ર વૃદ્ધ જ સ્મોકિંગથી બીમાર થાય છે: બીમારીઓનું જોખમ સ્મોકિંગ કરતા દરેક લોકો માટે વધી જાય છે. દરેક ઉંમરના લોકો ફેફસાંની ક્ષમતા ઓછી થવી, ઉધરસ અને થાક લાગવો જેવી શોર્ટ ટર્મ મુશ્કેલીઓનો સામનો કરે છે. સ્મોકિંગ તમારી સૂંઘવાની અને સ્વાદ લેવાની તાકતનો નાશ કરે છે.

દર વર્ષે તમાકુ 80 લાખ લોકોનો જીવ લે છે તમાકુનું નુકસાન દરેકને ખબર છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા પ્રમાણે, દર વર્ષે તમાકુથી થતી બીમારીઓ જેવી કે કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ, ફેફસાંની તકલીફ, કેન્સર, ડાયાબિટીસ અને હાઈપરટેન્શનથી 80 લાખ લોકો પોતાનો જીવ ગુમાવે છે. સ્મોકિંગથી રેસ્પિરેટરી ઇન્ફેકશન, કેન્સર, આંધળાપણું, નપુંસકતા, હાર્ટ અટેક જેવી ઘણી બીમારીઓ થાય છે. આ ઉપરાંત જો કોઈ ગર્ભવતી મહિલા સ્મોકિંગ કરે તો તેનાં બાળકનો જન્મ ઓછા વજન સાથે થવાની શક્યતાઓ વધી જાય છે.Smoking Habit Can Be Dangerous In Corona Era, Quit Addiction By Making "Quiet Plan"; 8 Million Deaths Occur Every Year Due To Tobacco