Translate to...

મહામારીએ યુરોપની એકતા તોડી, આર્થિક સહાયતા આપવા અંગે સ્વિડન V/s ડેન્માર્ક, નોર્વે: સ્પેન, ઈટાલી V/s ઓસ્ટ્રિયા, ફિનલેન્ડ

મહામારીએ યુરોપની એકતા તોડી, આર્થિક સહાયતા આપવા અંગે સ્વિડન V/s ડેન્માર્ક, નોર્વે: સ્પેન, ઈટાલી V/s ઓસ્ટ્રિયા, ફિનલેન્ડ
કોરોના મહામારીનું વૈશ્વિક સંકટ હવે યુરોપમાં રાજકીય સંકટ તરીકે પણ ઊભરી રહ્યું છે. એકમેક સાથે ઘનિષ્ઠ સંબંધો ધરાવતા અને યુરોપિયન યુનિયનના માધ્યમથી આર્થિક, રાજકીય રીતે પરસ્પર જોડાયેલા આ દેશો કોરોના સંદર્ભે હવે એકમેકની સામે ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે. પોતાના દેશમાં પાડોશી દેશમાંથી સંક્રમણ ફેલાતું રોકવા હવે મુક્ત આવ-જાના સંબંધો પણ (Schengen status) જોખમમાં મૂકાયા છે. હાલમાં બ્રસેલ્સ સ્થિત યુરોપિયન યુનિયનના મુખ્યાલયમાં યોજાયેલ બેઠકમાં ફન્ડની ફાળવણીથી માંડીને કોરોના સામે તકેદારીના મુદ્દે જૂથબંધી તીવ્ર બની જતાં યુનિયનના દેશોનો પરસ્પર પ્રત્યેનો અવિશ્વાસ ઊઘાડો પડી ગયો હતો.

યુરોપ એટલે 4 કૂળના લોકોનો સમૂહ યુરોપ ખંડમાં સમાવિષ્ટ કુલ 44 દેશોને મુખ્યત્વે 4 કૂળ (Family)માં વહેંચવામાં આવે છે. એ મુજબ, દક્ષિણ યુરોપના દેશો ગ્રીક રોમન ફેમિલી કહેવાય છે, જેમાં ગ્રીસ, સ્પેન, ઈટાલી વ. આવે છે. બીજુ જૂથ સ્લાવિક દેશોનું છે, જેમાં બલ્ગેરિયા, બેલારુસ, પોલેન્ડ, સર્બિયા વ. સામેલ છે. ત્રીજુ જૂથ પૂર્વ યુરોપનું કેલ્ટિક ગોલ ગણાય છે જેમાં બ્રિટન, જર્મની, ફ્રાન્સ વ. છે. ચોથું જૂથ સ્કેન્ડેનેવિયન દેશોનું છે જેમાં નોર્વે, સ્વિડન, ડેન્માર્ક વ. આવે છે. વંશિય સમાનતાની વાત હોય ત્યારે રશિયાને પણ યુરોપમાં ગણવાનો રિવાજ છે, પરંતુ રશિયા તેની વિશાળતાના કારણે એક અલગ ખંડ તરીકેનો દરજ્જો પણ ભોગવે છે.

વિસ્તાર ઓછો, દેશ ઝાઝા, પરંપરા સમાન રશિયાને બાદ કરતાં યુરોપનો વિસ્તાર આશરે 62 લાખ ચો. કિમી. જેટલો છે. યુરોપની ગીચતા સમજવા માટે ભારતનું ઉદાહરણ જોવું પડે. ભારતનો વિસ્તાર આશરે 32 લાખ ચો. કિમી. જેટલો છે અને ભારત એક જ દેશ છે જ્યારે એથી લગભગ બમણાં વિસ્તારમાં યુરોપમાં કુલ 44 દેશ આવેલાં છે. આ દેશો પરંપરા અને વંશીયતાની દૃષ્ટિએ પણ પરસ્પર સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. બીજા વિશ્વયુદ્ધ સુધી પરસ્પર તીવ્ર શત્રુતા ધરાવતા દેશો અમેરિકા અને રશિયા વચ્ચેના શીતયુદ્ધમાં પણ બંને મહાસત્તાનો હાથો બન્યા હતા. એ પછી યુરોપિય એકતાનું મહત્વ સમજીને 1993માં યુરોપિયન યુનિયન તરીકે પરસ્પર વધુ ઘનિષ્ઠતા જોડાયા. યુરોનું સમાન ચલણ દાખલ કરવાથી આર્થિક, રાજકીય વ્યવહારો પણ વધ્યા. વૈશ્વિક વ્યાપાર અને ટુરિઝમનો લાભ મેળવવા માટે દરેક દેશો વચ્ચે શેન્જેન વિઝા સમજૂતી હોવાથી એક જ વિઝા વડે તમામ દેશોમાં આવ-જા સરળ બની છે. અત્યાર સુધી યુરોપિયન દેશોની સદ્ધરતામાં સૌથી મહત્વનો ગણાતો આ મુદ્દો જ કોરોના મહામારીના કારણે જોખમમાં આવી રહ્યો છે.

સ્વિડન V/s ડેન્માર્ક, નોર્વે સ્કેન્ડેનેવિયન દેશો તરીકે જાણીતા સ્વિડન, ડેન્માર્ક, નોર્વે વ. વચ્ચેની એકતા કોરોના સંક્રમણના કારણે સદંતર તૂટી પડી છે. સમગ્ર યુરોપ જ્યારે સંક્રમણ રોકવા લોકડાઉનનો ચુસ્ત અમલ કરી રહ્યું હતું ત્યારે સ્વિડને લોકડાઉન લાગુ કરવાનું ટાળ્યું હતું. મોટા પ્રમાણમાં ટુરિઝમ પણ ચાલુ હતું. શેન્જેન વિઝાના કારણે આ પ્રવાસીઓ અન્ય યુરોપિય દેશોમાં પણ પહોંચી જવાથી ડેન્માર્ક, નોર્વેએ લોકડાઉન લાગુ કરવા છતાં ત્યાં કોરોના સંક્રમણ ભયજનક રીતે ફેલાયું. હવે દરેક પાડોશી દેશો સ્વિડન પર ગુસ્સો ઠાલવી રહ્યા છે. હવે નોર્વે અને ડેન્માર્ક બંને દેશોએ સ્વિડનથી આવતાં પર્યટકો માટે મનાઈ ફરમાવી દીધી છે અથવા તો નિયમો વધુ કડક બનાવી દીધા છે. યુરોપિય દેશોની એકતાના પાયા રૂપ શેન્જેન રિલેશનના ભંગનું આ પહેલું અને સૌથી મહત્વનું ઉદારણ બન્યું છે.

સ્પેન અને ઈટાલી V/s ઓસ્ટ્રિયા, ફિનલેન્ડ મે મહિના સુધી કોરોના સંક્રમણ અંગે સ્પેન અને ઈટાલી સૌથી કફોડી સ્થિતિમાં હતા. હવે આ બંને દેશોએ સ્થિતિ પર કાબૂ જરૂર મેળવ્યો છે પરંતુ સંક્રમિતોની સંખ્યા તો વધતી જ જાય છે. તેની સામે જર્મની અને ફ્રાન્સ હવે ઝડપભેર જનજીવન પૂર્વવત્ત કરી રહ્યા છે. લોકડાઉન ખોલી નાંખ્યા પછી શૈક્ષણિક સંસ્થાઓ પણ અહીં ખૂલી રહ્યા છે. પરંતુ આ બંને દેશોને હજુ પણ સ્પેન અને ઈટાલીએ લીધેલાં પગલાંઓની ચુસ્તી સામે શંકા છે. આથી જર્મની અને ફ્રાન્સ સ્પેન તેમજ ઈટાલી સાથે જોડાયેલી સરહદો ખોલવા તૈયાર નથી. જોકે આ બંને દેશો સ્પેન, ઈટાલી ઉપરાંત પોર્ટુગલના અર્થતંત્રને બેઠું કરવા માટે તગડું ભંડોળ આપવા સહમત છે, પરંતુ ઓસ્ટ્રિયા, નેધરલેન્ડ, ફિનલેન્ડ જેવા દેશો રાહત ભંડોળ આપવા તો સહમત નથી જ, ઉલટાના બેદરકારી દાખવવા બદલ દંડ લાગુ કરવાની હિમાયત કરે છે.

બ્રસેલ્સ સંમેલને વિખવાદ વકરાવ્યો કોરોના મહામારીનો સૌથી વધુ ભોગ બનેલાં દેશો ઈટાલી, સ્પેન અને પોર્ટુગલને સહાયતા કરવા અંગે બ્રસેલ્સ ખાતે યુરોપિયન યુનિયનના હેડ ક્વાર્ટરમાં ગત અઠવાડિયે બેઠક મળી હતી, જેમાં યુનિયનના સભ્ય દેશોનો એકબીજા માટેનો અવિશ્વાસ અને કડવાશ ખૂલીને બહાર આવ્યા હતા. યુનિયનના માંધાતા દેશ જર્મની અને ફ્રાન્સે એવો નિર્ણય લીધો કે મહામારીથી પીડિત દેશોના અર્થતંત્રને બેઠું કરવા માટે 750 અબજ યુરોનું ફંડ એકત્રિત કરવામાં આવે. જર્મની-ફ્રાન્સઃ ઈટાલી, સ્પેન, પોર્ટુગલને 500 અબજ યુરો રાહત તરીકે આપવા ઈચ્છે છે અને આ મૂડી પીડિતે દેશોએ પરત પણ નહિ કરવાની એવી સહાનુભૂતિ દાખવે છે. ડેન્માર્ક-નોર્વેઃ સ્વિડનને કોઈપણ પ્રકારની રાહત આપવાના વિરોધી છે. તેમની દલીલ એવી છે કે સ્વિડને બેદરકારી દાખવી હોવાથી તેને દંડ થવો જોઈએ અને રાહત તો ન જ આપવી જોઈએ. ઓસ્ટ્રિયા-ફિનલેન્ડઃ સ્પેન અને ઈટાલીને મળતી રાહત જો પોતાને પણ મળે તો વાંધો નથી, પરંતુ પોર્ટુગલને રાહત ફન્ડ આપવાનો વિરોધ છે.corona in world Epidemic breaks European unity, Sweden V / s Denmark, Norway