મહિંદા રાજપક્ષેની પાર્ટી SLPPને ભારે બહુમતી મળી, 225માંથી 145 બેઠકો પર જીત; PM મોદીએ શુભેચ્છા પાઠવી

મહિંદા રાજપક્ષેની પાર્ટી SLPPને ભારે બહુમતી મળી, 225માંથી 145 બેઠકો પર જીત; PM મોદીએ શુભેચ્છા પાઠવી



શ્રીલંકાની સામાન્ય ચૂંટણીમાં રાજપક્ષે પરિવારની શ્રીલંકા પીપલ્સ પાર્ટી(SLPP)એ બે તૃતીયાંશ બહુમતી સાથે જીત મેળવી છે. આ પરિણામો પછી હવે મહિંદા રાજપક્ષે વડાપ્રધાન હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂઝાન જોતા જ ગુરુવારે ફોન કરીને મહિંદા રાજપક્ષેને શુભકામનાઓ પાઠવી હતી. શ્રીલંકામાં બુધવારે ચૂંટણી યોજાઈ હતી. ગુરુવારે મતગણતરી શરૂ થઈ હતી. શુક્રવાર સવારે સત્તાવાર રીતે પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી. મહિંદા રાજપક્ષેની પાર્ટી 9 મહિના પહેલા રાષ્ટ્રપતિ ચૂંટણી પણ જીતી હતી. ત્યારપછી નાના ભાઈ ગોતબાયા રાજપક્ષેએ 18 નવેમ્બરે રાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા.

મોદી- રાજપક્ષેએ સાથે મળીને કામ કરવાન વિશ્વાસ વ્યક્ત કર્યો

Thank you, Prime Minister @PresRajapaksa! It was a pleasure to speak to you. Once again, many congratulations. We will work together to further advance all areas of bilateral cooperation and to take our special ties to ever newer heights. https://t.co/123ahoxlMo

— Narendra Modi (@narendramodi) August 6, 2020

SLPPનું દક્ષિણમાં વર્ચસ્વ દેશના દક્ષિણ ભાગમાં SLPPને લગભગ 60% મત મળ્યા છે. અહીંયા સિંહલી સમુદાય વધુ રહે છે. જેને SLPPની વોટ બેન્ક માનવામાં આવે છે. ઉત્તરમાં તમિલ લઘુમતીઓનું વર્ચસ્વ છે. અહીંયાના જાફનાના પોલિંગ ડિવિઝનમાં SLPPની સહયોગી LM પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી(EPDP)એ તમિલ નેશનલ એલાયન્સ (TNA)ને હરાવી છે. જ્યારે જાફના જિલ્લાના જ બીજા ડિવિઝનમાં EPDPને હાર મળી છે.

બહુમતી માટે 113 બેઠકો જરૂરી અહીંયા કુલ 225 સંસદીય બેઠકો છે. બહુમતી માટે 113 બેઠકો જરૂરી છે. 196 બેઠકો માટે વોટિંગ કરવામાં આવે છે, બાકીની 29 બેઠકો પર જીત-હારનો નિર્ણય દરેક પાર્ટીને મળેલા મતના આધારે થાય છે. અહીંયા લગભગ 1 કરોડ 60 લાખ મતદાતા છે. પહેલા આ ચૂંટણી 25 એપ્રિલે યોજાવાની હતી, પરંતુ મહામારીને ધ્યાનમાં રાખીને તારીખ 20 જૂન પછી 5 ઓગસ્ટ કરવામાં આવી હતી.

રાજપક્ષેની પાર્ટીને ચીન સમર્થક માનવામાં આવે છે SLPPને ચીનની સમર્થક પાર્ટી માનવામાં આવે છે. અહીંયા ચીને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘણું રોકાણ કર્યું છે. શ્રીલંકા હાલ આર્થિક રીતે નબળુ છે અને ચીન તેની મદદ કરીને સંબંધમાં વધુ મજબૂતાઈ લાવવાના પ્રયાસ કરી રહ્યું છે. એવામાં SLPPની જીત ભારત માટે ફાયદાકારક ગણવામાં નહીં આવે.







Latest News Updates Mahinda Rajapaksa led SLPP Registers Landslide Victory In Sri Lanka's Parliamentary Polls