મહાકાલ મંદિરમાં બૂમો પાડી- હું વિકાસ દુબે છું, કાનપુરવાળો; 8 પોલીસનો હત્યારો 6 દિવસથી ફરાર હતો

મહાકાલ મંદિરમાં બૂમો પાડી- હું વિકાસ દુબે છું, કાનપુરવાળો; 8 પોલીસનો હત્યારો 6 દિવસથી ફરાર હતોકાનપુરના બિકરુમાં થયેલા શૂટઆઉટના મુખ્ય આરોપી વિકાસ દુબેની ગુરુવારે સવારે ઉજ્જૈનમાંથી ધરપકડ કરવામાં આવી છે. એમ કહેવાઈ રહ્યું છે કે તે મહાકાલ મંદિરમાં દર્શન માટે ગયો હતો. ઉતર પ્રદેશ પોલીસની ટીમ તેને છેલ્લા છ દિવસથી શોધી રહી હતી.

એમ કહેવાઈ રહ્યું છે કે મહાકાલ મંદિરની સિક્યુરિટી ટીમે તેને શંકાસ્પદ જાણીને પકડી લીધો હતો. પછી આ અંગે મહાકાલ પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે બીજી તરફ એમ પણ કહેવાઈ રહ્યું છે કે વિકાસ મહાકાલ મંદિર પરિસરમાં પહોંચ્યો અને બૂમો પાડવા લાગ્યો કે હું વિકાસ દુબે છું, પછીથી સુરક્ષા કર્મચારીઓએ તેને પકડી લીધો અને પોલીસને માહિતી આપી. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે ગેંગસ્ટર વિકાસ દુબે મધ્યપ્રદેશ પોલીસની કસ્ટડીમાં છે. તેના વિશે કઈ પણ કહેવું યોગ્ય નથી.

સિક્યોરિટી ગાર્ડે જણાવ્યું- શંક થવાથી મેં તેને પુછપરછ માટે રોક્યોવિકાસને પકડનાર સિક્યોરિટી ગાર્ડ ગોપાલ સિંહે જણાવ્યું મેં શંક થવાથી તેને પુછપરછ માટે રોક્યો તો તે આનાકાની કરવા લાગ્યો. મને વધુ શંક થયો હતો, મેં પોલીસને બોલાવી. થોડીવારમાં પોલીસે આવી અને તેની ધરપકડ કરી.

શિવરાજે ઉતરપ્રદેશ પોલીસને સોંપવાની વાત કરીમધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે યોગી આદિત્યનાથ સાથે ફોન પર વાત કરી હતી. શિવરાજે વિકાસને ઉતર પ્રદેશ પોલીસને સોંપવાની વાત કરી છે.

जिनको लगता है की महाकाल की शरण में जाने से उनके पाप धूल जाएँगे उन्होंने महाकाल को जाना ही नहीं।हमारी सरकार किसी भी अपराधी को बख्श्ने वाली नहीं है...

— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) July 9, 2020

અખિલેશ યાદવની ધરપકડ પર સવાલ ઉઠાવ્યા

ख़बर आ रही है कि ‘कानपुर-काण्ड’ का मुख्य अपराधी पुलिस की हिरासत में है. अगर ये सच है तो सरकार साफ़ करे कि ये आत्मसमर्पण है या गिरफ़्तारी. साथ ही उसके मोबाइल की CDR सार्वजनिक करे जिससे सच्ची मिलीभगत का भंडाफोड़ हो सके.

— Akhilesh Yadav (@yadavakhilesh) July 9, 2020

7 દિવસમાં વિકાસ દુબે ગેંગના 5 બદમાશોનું એન્કાઉન્ટર કરાયુંપોલીસે બુધવારે જ વિકાસના અંગત અમર દુબેનું પણ એન્કાઉન્ટ કરી દીધું હતું. અમર હમીરપુરમાં છુપાયો હતો. અત્યાર સુધી વિકાસ ગેંગના 5 લોકો એન્કાઉન્ટરમાં ઠાર કરાયા છે. વિકાસની તપાસમાં યુપી સિવાય દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન પોલીસને એલર્ટ આપવામાં આવ્યું છે. વિકાસ મંગળવારે ફરીદાબાદની એક હોટલમાં દેખાયો હતો, પરંતુ પોલીસ પહોંચે તે પહેલાં જ તે ભાગી ગયો હતો.

કાનપુર શૂટઆઉટ કેસમાં અત્યાર સુધી શું થયું?2 જુલાઈ: વિકાસ દુબેની ધરપકડ કરવા 3 પોલીસ સ્ટેશનના પોલીસે બિકરુ ગામમાં દરોડા પાડ્યા, વિકાસની ગેંગે 8 પોલીસકર્મીઓની હત્યા કરી દીધી.3 જુલાઈ: પોલીસે સવારે 7 વાગે વિકાસના મામા પ્રેમપ્રકાશ પાંડે અને સહયોગી અતુલ દુબેનું એન્કાઉન્ટર કરી દીધું. 20-22 નામજોગ સહિત 60 લોકો સામે ફરિયાદ નોંધી.5 જુલાઈ: પોલીસે વિકાસના નોકર અને ખાસ સહયોગી દયાશંકર ઉર્ફે કલ્લુ અગ્નિહોત્રીને ઘેરી લીધા. પોલીસની ગોળી વાગતા દયાશંકર ઘાયલ થયો. તેણે ખુલાસો કર્યો કે, વિકાસે પહેલેથી પ્લાનિંગ કરીને પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો.6 જુલાઈ: પોલીસે અમરની મા ક્ષમા દુબે અને દયાશંકરની પત્ની રેખા સહિત 3ની ધરપકડ કરી. શૂટઆઉટની ઘટના વખતે પોલીસે મદદ માટે ક્ષમા દેવીનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ તેણે મદદ કરવાની જગ્યાએ બદમાશોને પોલીસનું લોકોશન જણાવી દીધું હતું. રેખાએ પણ બદમાશોની મદદ કરી હતી.8 જુલાઈ: STFએ વિકાસના ખાસ અમર દુબેને ઠાર કર્યો. પ્રભાત મિશ્રા સહિત 10 આરોપીઓની ધરપકડ કરી.9 જુલાઈ: પ્રભાત મિશ્રા અને બઉઆ દુબે એન્કાઉન્ટરમાં ઠાર કરાયા.વિકાસ દુબેની આ તસવીર મહાકાલ મંદિર પાસેની જ છે, અહીં મંદિરના સિક્યુરિટી ગાર્ડે જ બેસાડી દીધો હતો