Translate to...

મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણ કોરોના પોઝિટિવ, સંક્રમિત થયેલા દેશના પ્રથમ મુખ્યમંત્રી

મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણ કોરોના પોઝિટિવ, સંક્રમિત થયેલા દેશના પ્રથમ મુખ્યમંત્રી




મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ગઈકાલે સવારથી સહેજ તાવ અને ખાંસીની ફરિયાદ હોવાથી તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે મારા તમામ સાથીઓને અપીલ છે કે જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તેઓ પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે.

ગઈકાલે દિવસ દરમિયાન તેઓ કેબિનેટના ત્રણેક મંત્રીઓ ઉપરાંત કેટલાંક ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા. મોડી સાંજે ખેડૂતોના એક ડેલિગેશન સાથે તેમની મીટિંગ હતી, પરંતુ એ છેલ્લી ઘડીએ રદ કરી દેવામાં આવી હતી.

मेरे प्रिय प्रदेशवासियों, मुझे #COVID19 के लक्षण आ रहे थे, टेस्ट के बाद मेरी रिपोर्ट पॉज़िटिव आई है। मेरी सभी साथियों से अपील है कि जो भी मेरे संपर्क में आए हैं, वह अपना कोरोना टेस्ट करवा लें। मेरे निकट संपर्क वाले लोग क्वारन्टीन में चले जाएँ।

— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) July 25, 2020

મુખ્યમંત્રીએ કહ્યું કે હું કોરોના ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરું છું. ડોક્ટરની સલાહ મુજબ હું ક્વોરન્ટિન થઈ રહ્યો છું. મધ્ય પ્રદેશના લોકોને અપીલ છે કે સાવધાની રાખે. થોડી એવી લાપરવાહી મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે.







MP CM Shivraj Singh Chauhan Korona positive