મકાનોના ભાવમાં 5-12 ટકા છૂટ, NRI માગમાં તેજીથી રિયલ એસ્ટેટમાં સુધારો

મકાનોના ભાવમાં 5-12 ટકા છૂટ, NRI માગમાં તેજીથી રિયલ એસ્ટેટમાં સુધારોકોરોના વાયરસ મહામારીને લીધે અન્ય સેક્ટરની જેમ રિયલ એસ્ટેટ સેક્ટર પણ પ્રભાવિત થયા હતા. એપ્રિલ-મેમાં વેચાણોમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ હવે ધીમે-ધીમે સ્થિતિમાં સુધારો નોંધાઈ રહ્યો છે. અને સેક્ટર કોરોના કાળ અગાઉની સ્થિતિમાં રિકવર થઈ રહ્યા છે. ડેવલપર મકાનો પર 5થી 12 ટકા સુધીની છૂટ આપી રહ્યા હોવાથી સ્થાનિક ખરીદદારોમાં રૂચિ વધી છે. તેમજ એનઆરઆઈ ખરીદદારો તરફથી પણ માગ વધી છે. કોરોના કાળ અગાઉના મોટાભાગના બુકિંગ રદ્દ ન થવાથી ડેવલપર પણ રાહત અનુભવી રહ્યા છે.

એચડીએફસી સિક્યુરિટીઝના વિશ્લેષણ અનુસાર, રેસિડેન્શિયલ સેક્ટરમાં 2020ના પ્રથમ છમાસિકમાં વેચાણો 51 ટકા ઘટ્યા છે. વાર્ષિક ધોરણે નવા લોન્ચિંગમાં 24 ટકાનો ઘટાડો નોંધાયો છે. લેબર અને લિક્વિડિટી સંકટના લીધે લોન્ચિંગ મોકૂફ થયા છે. સુરક્ષા, સ્વાસ્થ્ય, અને વેલનેસની ચિંતાઓને પગલે ખરીદદારીના નિર્ણય હાલપૂરતો ટાળવામાં આવી રહ્યો છે. જો કે, ફંડામેન્ટલ મજબૂત રહેશે. ડેવલપર્સ પોતાની ઈન્વેન્ટરી ઓફ લોડ કરી રહ્યા છે.

કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ક્રેડાઈ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ સતિષ માગરે ભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યુ હતુ કે, અનલોક-1 બાદથી રિયલ એસ્ટેટમાં રિકવરી શરૂ થઈ છે. આગામી સમયમાં તેમાં વધુ તેજી નોંધાશે. જેમ જેમ માગ વધશે તેમ તેજીથી કામ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. જો કે, મજૂરોની અછત મોટો પડકાર બન્યો છે. મજૂરોની અછતના લીધે કંસ્ટ્રક્શનની ગતિ મંદ પડી છે. કોરોનાને લીધે આવેલો બદલાવ બિલ્ડર ઝડપથી અપનાવી રહ્યા છે. તેઓ હવે મકાનોના બાંધકામમાં પણ બદલાવ લાવી રહ્યા છે.

ઈ-કોમર્સના લીધે વેરહાઉસિંગમાં સુધારોકોરોના મહામારી અને લોકડાઉન અવધિમાં ઓનલાઇન વપરાશ દ્વારા વેરહાઉસિંગ સંબંધિત રિયલ એસ્ટેટને મજબૂતી મળી છે. આ ઉપરાંત મોલ્સની સ્થિતિમાં પણ સુધારો થવાની ધારણા છે. ચીનમાં મોલમાં થતાં વેચાણો કોરોના પૂર્વના 60 ટકા સુધી પહોંચ્યુ છે. આવી સ્થિતિમાં અપેક્ષા છે કે, આગામી સમયમાં ભારતમાં પણ સુધારો નોંધવામાં આવશે.5-12 per cent discount on house prices, rapid real estate improvement in NRI demand