Translate to...

ભાવનગરમાં 21, ધોરાજીમાં 15, રાજકોટમાં 12, ગોંડલમાં 2, જામનગરમાં 7, જૂનાગઢમાં 6 અને અમરેલીમાં 2 કેસ પોઝિટિવ નોંધાયા

ભાવનગરમાં 21, ધોરાજીમાં 15, રાજકોટમાં 12, ગોંડલમાં 2, જામનગરમાં 7, જૂનાગઢમાં 6 અને અમરેલીમાં 2 કેસ પોઝિટિવ નોંધાયા
સૌરાષ્ટ્રમાં કોરોના હવે બેકાબૂ બની રહ્યોછે. જેમાં રાજકોટ, ધોરાજી અને જૂનાગઢમાં સૌથી વધુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં માત્ર જૂનમાં જ કેસની સંખ્યામાં 300 ટકાનો વધારો જોવા મળ્યો છે. મેના અંતમાં માત્ર 419 કેસ હતા જે જૂનના અંતે વધીને 1252 થઈ ગયા હતા. જ્યારે સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં મૃત્યુઆંક 250 ટકા વધીને 18થી વધી 48એ પહોંચ્યો છે.

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજે એક સાથે 15 કેસ પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગ દોડતુ થઈ ગયું છે. બીજી તરફ ભાવનગરમાં 21, રાજકોટમાં 5, જામનગરમાં 7 અને અમરેલીમાં 2કેસ પોઝિટિવ નોંધાયા છે.જેથી આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક ટ્રેસિંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ જૂનાગઢમાં અનાજ-કરિયાણાના વેપારીઓએ આગામી 15 તારીખ સુઘી સવારે 8થી 2 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે.

રાજકોટમાં કોરોનાના કેસ વધતા સાંજે 5 વાગ્યે માર્કેટ બંધ કરવામાં આવશેરાજકોટમાં કોરોનાના સતત વધી રહેલા કેસને લઈને દાણાપીઠ, પરાબજાર અને મોચીબજાર વેપારી એસોસિયેશને માર્કેટ 5 વાગ્યે બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જે વેપારી 5 વાગ્યા પછી દુકાન ખોલશે તેને પ્રથમવાર 500 અને બીજીવાર 1000નો દંડ ફટકારવામાં આવશે.

ધોરાજીમાં એક સાથે 15 કેસ પોઝિટિવ નોંધાયાધોરાજીમાં એક સાથે 15 કેસ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. 3 મહિલા અને 12 પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથીઆરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. ધોરાજીમાં અત્યાર સુધીમાં કુલ 54 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે જ ગોંડલમાં 2 કેસ પોઝિટિવ નોંધાયા છે.

અમરેલીમાં 2 કેસ પોઝિટિવ નોંધાયાઅમરેલીમાં આજે વધુ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમરેલીના ગજેરાપરામાં રહેતા 90 વર્ષીય વૃદ્ધ અને 74 વર્ષીય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 94 કેસ પોઝિટિવ નોંધાયા છે.ધારી નવી વસાહત ખાતે 72 વર્ષીય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

રાજકોટમાં 12 કેસ પોઝિટિવ નોંધાયારાજકોટ શહેરમાં આજે વધુ 12 કેસ પોઝિટિવ નોંધાયા છે. શહેરના શાસ્ત્રીનગર નાના મૌવા રોડ, ગોકુલધામ સોસાયટી, કોઠારીયા રોડ, કોઠારીયા ગામ અને આસ્થા રેસીડેન્સીમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં કુલ 207 કેસ નોંધાયા છે.

- ભાવેશ જયંતિ ટાંક (ઉં.વ-50),ગોકુલધામ સોસાયટી- ઉર્વી કિશન (ઉં.વ-27),કોઠારીયા ગામ- કિશન કેશુ (ઉં.વ-28),કોઠારીયા રોડ- કાવ્યા અમિત મનવાર (ઉં.વ-8),આસ્થા રેસિડેન્સી- રોહિતભાઈ પોલડીયા (ઉં.વ-57),શાસ્ત્રી નગર, નાના મૌવા રોડ-પ્રગ્નેશભાઈ મુકુન્દરાય દવે (ઉં.વ.43),સ્વામીનારાયણ ચોક-જયેન્દ્રભાઈ શાંતિલાલ મોદી (ઉં.વ.62),પુજારા ટેલીકોમની સામેની શેરી, એસ્ટ્રોન ચોક-કિશનભાઈ પ્રકાશભાઈ રાવલ (ઉં.વ.26)ગોંડલ ચોકડી, રિદ્ધી સિદ્ધી પાસે-ધર્મેશ રામાણી (ઉં.વ.38)ઢેબર રોડ-વિજયભાઈ અરવિંદભાઈ (ઉં.વ.32)વેદિક વિહાર સોસાયટી શેરી નં. 02, મોરબી રોડ- રૂપલબેન રાકેશભાઈ રાજદેવ (ઉં.વ.44)વિમલ-૩, ગુંદાવાળી ચોક, ગુંદાવાળી મેઈન રોડ (સેવાભાવિ કાનુડા મિત્ર મંડળનારાકેશભાઈ રાજદેવના પત્ની છે)- રીન્કલ ટીલવા (ઉં.વ.38), ગુરુપ્રસાદ ચોક, દોશી હોસ્પિટલ પાછળ

ચા-પાનની દુકાનોએ ટોળા અટકાવવા દુકાનદારોને ચેતવણી, તમામ વોર્ડમાં ચેકિંગરાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે શહેરભરમાં ચા-પાનની તમામ દુકાનોએ ગ્રાહકોની ભીડ એકત્ર ના થાય તે સુનિશ્ચિત કરવા તમામ દુકાનોનુ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને દુકાનદારોને આ બાબતે ખાસ કાળજી અને સતર્કતા દાખવવા ચેતવણી પણ આપવામાં આવી હતી. સાથો સાથ આજે 25 દુકાનદારોને ત્યાંથી એસ્ટેટ બ્રાંચ દ્વારા 24500 રૂપિયાનોવહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

જૂનાગઢમાં 6 કેસ પોઝિટિવ નોંધાયાજૂનાગઢમાં આજે વધુ 6 કેસ પોઝિટિવ નોંધાયા છે. દોલપરામાં 1 કેસ, ચિતાખાનામાં 4 કેસ અને જોષીપરામાં 1 કેસ નોંધાયો છે.

ભાવનગરમાં 21 કેસ પોઝિટિવ નોંધાયસર. ટી. હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. નિલમ બદાણી (ઉં.વ.27), આંબાવાડી સ્વસ્તિક સમાજમાં રહેતાં અને અમદાવાદની ટ્રાવેલીંગની હિસ્ટ્રી ઘરાવતાં મંથન જયેશભાઈ મહેતા (ઉં.વ.25), ઓમ પાર્ટી પ્લોટની સામે રહેતાં અને ટ્રાવેલ્સ ચલાવતા રાજેન્દ્રસિંહ ચુડાસમા (ઉં.વ.47), સિંધુનગરમાં રહેતાં અને શાકભાજીની દુકાનમાં કામ કરતા સુરેશભાઈ જયંતમલ કુકરેજા (ઉં.વ.51),કાળીયાબીડ સાગવાડીમાં રહેતાં જીવરાજભાઈ કુરજીભાઈ ધામેલીયા (ઉં.વ.45) અનેવિઘાનગરમાં રહેતાં અને સંસ્કાર મંડળ વિસ્તારમાં જયોતિષ કાર્યાલય ચલાવતાં રાજેન્દ્રભાઇ ઘનશ્યામભાઇ ત્રિવેદી (ઉં.વ.58)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ભાવનગરના ગ્રામ્ય પંથકમાંથી આજે વધુ 10 કેસ પોઝિટિવ નોંધાયા છે.મહુવાના અખેગઢ ગામે રહેતા રવિનાબેન સાદુદભાઈ વાળા (ઉં.વ.20), મહુવાના નાના આસરણા ગામે રહેતાં અશોકભાઈ ભીખાભાઈ રાઠોડ (ઉં.વ.35),તરેડ ગામે રહેતા દયાબેન જીવણભાઈ કાકલોત્તર (ઉં.વ.57), ઉમરાળાના દડવા ગામના અને સુરતથી દડવા ગામે આવેલ અશોકભાઈ ગગજીભાઈ ચૌહાણ (ઉં.વ.48), વલ્લભીપુર રહેતા અને ભાજપના આગેવાન દિલીપભાઈ અરજણભાઈ સેતા (ઉં.વ.50),વલ્લભીપુર રહેતા અને ભાજપના આગેવાન નીતિનભાઈ જીવરાજભાઈ ગુજરાતી (ઉં.વ.45),જેસરમાં ગજેરા શેરીમાં રહેતા હરિક્રિષ્નભાઈ ભરતભાઈ ગજેરા (ઉં.વ.18), રામજીભાઈ ભરતભાઈ ગજેરા (ઉં.વ.25), પીનલબેન રામજીભાઈ ગજેરા (ઉં.વ.28), ત્રણેય એકજ પરિવારના સભ્યો છે. આ સાથે જભંડારીયા ગામે રહેતાં વલ્લભભાઈ નરશીભાઈ ઘોરી (ઉં.વ.55)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

બોટાદ જિલ્લામાં 2 કેસ પોઝિટિવ નોંધાયાબોટાદ શહેરના જવાહરનગરમાં રહેતા 59 વર્ષના પુરુષ અને ગઢડાના ખોપાળા ગામે 26 વર્ષના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.જિલ્લામાં કોરોનાના કુલ કેસ 102 નોંધાયા છે.

ધોરાજીના કોવિડ સેમ્પલ સેન્ટરમાં 1326 લોકોના રિપોર્ટની તપાસણીધોરાજી, ઉપલેટા, જેતપુર, જામકંડોરણા તાલુકાના લોકોના કોરોના ટેસ્ટ માટેનું કોવિડ સેમ્પલ સેન્ટર ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે શરૂ કરાયું, ત્યારથી આજ સુધીમાં કોરોનાના 1326 ટેસ્ટ કરાયા છે. ધોરાજીમાં કોરોના પોઝિટિવ કેસોમાં સંક્રમણનો ફેલાવો વધતાં કોરોના કોવિડ સેમ્પલ સેન્ટર ધોરાજી ખાતે ગુરૂવારે 58 સેમ્પલ લેવાયા હતા. ધોરાજી, જેતપુ૨, જામકંડો૨ણા અને ધો૨ાજીના લોકો માટે રાજય સ૨કા૨ દ્વારા કોરોનાના સેમ્પલ લેવા માટે ધોરાજીની સ૨કારી હોસ્પિટલ ખાતે ખાસ આધુનિક સુવિધાઓ ઉભી કરી છે. જેથી લોકોને રાજકોટ સુધી ધક્કા ન ખાવા પડે.

(ભરત બગડા-ધોરાજી, ભરત વ્યાસ-ભાવનગર)saurashtra corona live positive cases increase