Translate to...

ભાવનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે પોણા બે ઈંચ, રાજકોટમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પર પાણી ભરાયા

ભાવનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે પોણા બે ઈંચ, રાજકોટમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પર પાણી ભરાયા



રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા એક અઠવાડીયાથી અસહ્ય ગરમી પડી રહી છે. ત્યારે આજે બપોર બાદ રાજકોટના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ, યાજ્ઞીક રોડ, કાલાવડ રોડ, ઢેબર રોડ, લીમડા ચોક સહિતના મોટભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી દોડવા લાગ્યા હતા. યાત્રાધામ વીરપુરમાં પણ ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.ભાવનગરમાં પણ ધોધમાર પોણા બે ઇંચ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

ભાવનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદભાવનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા છે. ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ આજે ફરી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.ભાવનગર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા અને પવન સાથે ધોધમાર વરસાદનું આગમન થતા ગરમીથી ત્રસ્ત લોકો ખુશ થયા હતા. સિહોર, પાલિતાણા, ઉમરાળા સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.ભાવનગરમાં સાંજના છ વાગ્યા સુધીમાં 42 MM, સિહોરમાં 4 MM,પાલિતાણામાં 6 MM અને ઘોઘામાં 4 MM વરસાદ નોંધાયો છે.

શહેરીજનોએ વરસાદમાં ન્હાવાની મોજ માણીઅસહ્ય ગરમી અને બફારાને કારણે શહેરીજનો અકળાયા હતા. ત્યારે અચાનક જ વરસાદ વરસતા લોકો ન્હાવા માટે રસ્તા પર નીકળ્યાં હતા. જ્યારે વીરપુરમાં પણ ધોધમાર વરસાદથી રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા. તેમજ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. વરસાદથી ખેડૂતોએ વાવેલી મગફળી અને કપાસના પાકને ફાયદો થશે.

(કિશન મોરબીયા, વીરપુર/ભરત વ્યાસ, ભાવનગર)







ભાવનગરમાં ધોધમાર વરસાદ