ભાવનગરમાં કોરોના વિસ્ફોટ, આજે બપોર સુધીમાં 19 કેસ, રાજકોટમાં વધતા કેસને લઇ મેયર, મનપા કમિશનરને ગાંધીનગરનું તેડું

ભાવનગરમાં કોરોના વિસ્ફોટ, આજે બપોર સુધીમાં 19 કેસ, રાજકોટમાં વધતા કેસને લઇ મેયર, મનપા કમિશનરને ગાંધીનગરનું તેડું



ભાવનગર જિલ્લામાં આજે કોરોના વિસ્ફોટ થયો છે. આજે વધુ 19કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે એક મહિલાનું મોત નિપજ્યું છે. જો કે આ મહિલાને અન્ય બિમારી હોવાથી કોરોનાથી મોત થયું હોવાનું ગણાશે નહિં. હાલ તો આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં વધારો થતો જાય છે. આથી રાજકોટના મેયર બીનાબેન આચાર્ય અને સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડ તથા મનપા કમિશનર ઉદિત અગ્રવાલને ગાંધીનગરનું તેડું આવ્યું છે. મુખ્યમંત્રી સાથે આ તમામ સાંજે બેઠક કરશે. જેમાં કોરોનાની પરિસ્થિતિ અંગે ચર્ચા થઇ શકે છે.

ભાવનગર ગ્રામ્યમાં 5 કેસ પોઝિટિવ(1) મહુવા રહેતા બચુભાઈ સામતભાઈ બારૈયા ઉંમર 70(2) મહુવાના લોંગડી ગામના વતની અને સુરતથી આવેલા ઠાકરશીભાઇ વલ્લભભાઇ માણીયા ઉંમર 56(3) મહુવાના મોટા આસરણા ગામે સુરતથી આવેલ રમેશભાઈ કાળાભાઈ હડીયા ઉંમર 30(4) શિહોર રહેતાં ભાવેશભાઇ યશવંતભાઇ ગોરડીયા ઉંમર 43(5) સોનગઢ રહેતાં મહેશભાઇ વજાભાઇ આલ ઉંમર 29(6) સુભાષનગર કમલ એપાર્ટમેન્ટમાં રહેતા કમલેશભાઈ મંગલદાસ ગણાત્રા ઉંમર 46(7) પીરછલ્લા ભાદેવાની શેરીમાં રહેતા રાજેશભાઇ કાન્તીભાઈ દીહોરા ઉંમર 49(8) આર.ટી.ઓ રોડ મઘુવન સોસાયટીમાં રહેતાં ભરતભાઈ પરશોત્તમભાઈ મોણપરા ઉંમર 36(9) કાળીયાબીડમાં રહેતા ગણપતભાઈ ભાનુશંકર જોષી ઉંમર 58(10) ભાયાણીની વાડીમાં રહેતાં ચીરાગભાઈ કૈલાશભાઈ ગોહીલ ઉંમર 24(11) વિઘાનગર બાંભણીયાની વાડીમાં રહેતાં લાલજીભાઈ અરજણભાઈ વિરાણી ઉંમર 80(12) કાળીયાબીડમાં રહેતાં રૂપાબેન મનિષભાઈ કારીયા ઉંમર 49(13)વિઘાનગર બાંભણીયાની વાડીમાં રહેતાં દિનેશભાઇ લાલજીભાઈ વિરાણી ઉંમર 50(14) ચિત્રા રહેતાં વિશાલભાઈ ઘુઘાભાઈ મેર ઉંમર 21(15) કુનાલભાઈ રમેશભાઈ અંબોલીયા ઉંમર 27(16) હાદાનગર રહેતાં ઘારણીબેન સવજીભાઈ ઉંમર 77(17) ભરતનગર ગોકુલનગરમાં રહેતાં ગીરીશભાઈ આર પંડયા ઉંમર 54(18) નિર્મળનગરમાં રહેતાં સાગરભાઈ રાજુભાઇ વારીયા ઉંમર 22(19) કાળીયાબીડ સાગવાડીમાં રહેતાં ચિરાગભાઈ ગીરીશભાઈ પરમાર ઉંમર 33

ભાવનગરમાં એક મહિલાનું મોતપાલિતાણામાં રહેતા કાતુંબેન દામજીભાઈ કાટકીયા (ઉં.વ.52)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જયાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જો કે તેમને અન્ય બિમારી હોવાથી કોરોનામાં મોત થયું હોવાનું ગણાશે નહીં.

(ભરત વ્યાસ, ભાવનગર)







corona case increase in saurashtra