Translate to...

ભારે વરસાદને લીધે પાયલટ રનવે જોઈ શક્યા નહીં, પ્રથમ પ્રયાસમાં વિમાન રનવેથી 1000 મીટર અગાઉ ટેક્સિવે પર લેન્ડ થયુ

ભારે વરસાદને લીધે પાયલટ રનવે જોઈ શક્યા નહીં, પ્રથમ પ્રયાસમાં વિમાન રનવેથી 1000 મીટર અગાઉ ટેક્સિવે પર લેન્ડ થયુ




કેરળમાં શુક્રવારે સાંજે જે વિમાન દુર્ઘટના થઈ તે અંગે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યુ છે. AAIના જણાવ્યા પ્રમાણે કોઝીકોડ એરપોર્ટ પર એર ઈન્ડિયા એક્સપ્રેસ પ્લેન રનવેથી આશરે 1000 મીટર અગાઉ લેન્ડ થઈ ગયુ હતું. આ દુર્ઘટનામાં વિમાનના બે ટૂકડા થઈ ગયા હતા અને બે પાયલટ સહિત કુલ 18 લોકોના મૃત્યુ થયા હતા. AAIએ વધુમાં કહ્યું છે કે આ દુર્ઘટનાનો શિકાર બનેલા પાયલટે વિમાનનું લેન્ડિગ કરાવ્યુ તે અગાઉ ભારે વરસાદને લીધે રનવે (runway)જોઈ શકાતો ન હતો. કેરળના કોઝીકોડ એરપોર્ટમાં એક ટેબલ ટોપ એરપોર્ટ છે, જે AAI દ્વારા સંચાલિત છે. લો વિઝિબિલિટી(Low Visibility)ને લીધે રનવે બદલવો પડ્યો AAIના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પ્રથમ વખત લેન્ડિગ માટે રનવે-28 નો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પણ ભારે વરસાદને લીધે પાયલટ રનવેને જોઈ શકતા ન હતા. ત્યારબાદ રનવે-10 માટે મંજૂરી માંગવામાં આવી હતી. Air Traffic Control (ATC)ને ટાંકી AAIના પ્રવક્તાએ જણાવ્યુ હતું કે વિમાન ટેક્સિવે સી નજીક લેન્ડ થયુ હતું. જે રનવે-10 શરૂ થાય ત્યાંથી આશરે 1000 મીટરના અંતર પર આવેલો છે. રનવેની કુલ લંબાઈ 2,700 મીટર છે. પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે એરફીલ્ડમાં ભારે વરસાદ થઈ રહ્યો હતો. લેન્ડિગના સમયે વિઝિવિલિટી પણ 2000 મીટર નોંધાઈ હતી. શુક્રવારે આ દુર્ઘટના સર્જાઈ હતી શુક્રવારે વંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ AXB-1344 દુબઈથી સાંજે 7.41 વાગે કોઝીકોડ પહોંચ્યુ હતું. ભારે વરસાદને લીધે રનવે-10 પર પાયલટને લેન્ડિંગ કરવામાં ઘણી મુશ્કેલી પડી હતી. આ સમયે વિમાન લપસી ગયુ હતુ અને રનવેથી આગળ નિકળી ગયુ ગતું.







AAIના પ્રવક્તાએ જણાવ્યુ કે વિમાન ટેક્સિવે સી પાસે લેન્ડ થયુ, જે રનવે-10 શરૂ થાય તેનાથી 1000 મીટર દૂર છે