Translate to...

ભારતીય ટીમના કેપ્ટન મનપ્રીત સહિત 4 હોકી પ્લેયર કોરોના સંક્રમિત, બેંગલુરૂમાં નેશનલ કેમ્પ પહેલા રિપોર્ટ પોઝિટિવ

ભારતીય ટીમના કેપ્ટન મનપ્રીત સહિત 4 હોકી પ્લેયર કોરોના સંક્રમિત, બેંગલુરૂમાં નેશનલ કેમ્પ પહેલા રિપોર્ટ પોઝિટિવ




બેંગલુરૂમાં શરૂ થનારા નેશનલ હોકી કેમ્પ પહેલા 4 ખેલાડી કોરોનાથી સંક્રમિત મળી આવ્યા છે. તેમાં ભારતીય ટીમના કેપ્ટન મનપ્રીત પણ સામેલ છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (સાઇ)એ જણાવ્યું કે કેમ્પ પહેલા થયેલા ટેસ્ટમાં આ ખેલાડીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

મનપ્રીત સિવાય ડિફેન્ડર સુરેન્દ્ર કુમાર, જસકરનસિંહ, ડ્રૈગ-ફ્લિકર વરુણકુમારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મનપ્રીતે કહ્યું કે તે અત્યારે સાઇ કેમ્પસમાં જ સેલ્ફ ક્વોરેન્ટીનમાં છે. સાઇએ જેવી રીતે પરિસ્થિતિ સાચવી છે તેનાથી મને ખુશી છે. હું અત્યારે સ્વસ્થ અનુભવ કરું છું અને આશા છે કે જલ્દી રિકવર થઇ જઇશ.







4 hockey players including Indian team captain Manpreet infected with corona, report positive before national camp in Bengaluru