Translate to...

ભારતીય જાસૂસી ઉપગ્રહે પકડ્યું- ચીને તેની તિબેટ સરહદે સૈનિકોની સંખ્યા વધારી

ભારતીય જાસૂસી ઉપગ્રહે પકડ્યું- ચીને તેની તિબેટ સરહદે સૈનિકોની સંખ્યા વધારી
ચીન સાથે સરહદ વિવાદ પછી ભારત તેની દરેક હરકતનો યોગ્ય જવાબ આપી રહ્યો છે. હાલમાં જ ભારતના એક જાસૂસી ઉપગ્રહે ચીનના કબજા હેઠળના તિબેટ ઉપરથી પસાર થતાં સમયે નોંધ્યું કે ગભરાયેલા ચીને ત્યાં પોતાના જવાનોની સંખ્યા વધારી દીધી છે. ડીઆરડીઓના ઉપગ્રહ એમીસેટ ગુપ્ત માહિતી મેળવવાનું કામ કરે છે.

બીજી બાજુ અન્ય એક ઉપગ્રહ હાલમાં જ અરુણાચલ પ્રદેશ સ્થિત તિબેટ પરથી પસાર થયો હતો. શુક્રવારે સૂત્રોએ કહ્યું કે ભારતનો ઉપગ્રહ ચીનના પીપલ્સ લિબ્રેશન આર્મી નેવીના જીબુતી બેઝ આફ્રિકા ઉપરથી પસાર થયો હતો. ચીનનો આ એક માત્ર નેવી બેઝ એવો છે કે દેશની બહાર છે. ચીને ત્યાં 3 યુદ્ધ જહાજ તહેનાત કર્યા છે.

ઇસરોનો ઉપગ્રહ સતર્ક ઇસરો નિર્મિત એમીસેટની ઇએલઆઈએનટી સિસ્ટમ દુશ્મનના વિસ્તારમાં ટ્રાન્સમિશન માટે ઉપયોગમાં લેવાતા રેડિયો સિગ્નલને વાંચી લે છે. તેના પરથી સૈનિકો વધાર્યાની માહિતી મળી છે.પ્રતિકાત્મક તસવીર.