Translate to...

ભારતે કહ્યું જાધવને વકીલ આપવા માટે પાકિસ્તાને સંપર્ક નથી કર્યો; ઈસ્લામાબાદ હાઈકોર્ટે ભારતને વધુ એક તક આપવા કહ્યું હતું

ભારતે કહ્યું જાધવને વકીલ આપવા માટે પાકિસ્તાને સંપર્ક નથી કર્યો; ઈસ્લામાબાદ હાઈકોર્ટે ભારતને વધુ એક તક આપવા કહ્યું હતું



પાકિસ્તાનની જેલમાં રહેલ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને વકીલ આપવાના કેસમાં ગુરુવારે વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે જાધવના કેસમાં પાકિસ્તાને અત્યાર સુધીમાં અમારી સાથે કોઈ વાતચીત કરી નથી.

ભારતીય વિદેશ મંત્રાલયનું આ કેસમાં રિએક્શન ત્યારે આવ્યું જ્યારે થોડા દિવસ પહેલા ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાન ખાન સરકારને આદેશ આપ્યો હતો કે જાદવને વકીલ આપવા માટે ભારત સાથે વાતચીત કરો. હાઈકોર્ટે જાધવનો પક્ષ રાખવા માટે પોતાના તરફથી ત્રણ વકીલ એપોઈન્ટ કર્યા હતા.

કુલભૂષણને 2017માં ફાંસીની સજા થઈ હતી કુલભૂષણની માર્ચ 2016માં પાકિસ્તાને ધરપકડ કરી હતી. 2017માં તેને ફાંસીની સજા અપાઈ. સુનાવણીમાં કુલભૂષણને પોતાનો પક્ષ રાખવા માટે કોઈ કોન્સ્યુલર અપાયો ન હતો. તેની સામે ભારતે આંતરરાષ્ટ્રીય કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

આંતરરાષ્ટ્રીય કોર્ટે 2019માં પાકિસ્તાનને જાધવને ફાંસી આપવા પર પુન:વિચાર કરવાનું કહ્યું હતું.હજું સુધી પાકિસ્તાને આ અંગે નિર્ણય લીધો નથી.







India said it had not approached Pakistan to provide Jadhav with a lawyer; The Islamabad High Court had asked India to give one more chance