Translate...

ભારતે કહ્યું- આતંકીઓને મદદ કરવાવાળા અમારા ઘરના મામલામાં દખલ ન દે, પાકિસ્તાન પોતાના લઘુમતીઓને તેમનો હક આપે

ભારતે કહ્યું- આતંકીઓને મદદ કરવાવાળા અમારા ઘરના મામલામાં દખલ ન દે, પાકિસ્તાન પોતાના લઘુમતીઓને તેમનો હક આપેઆયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન બાબતે પાકિસ્તાન રઘવાયું બન્યું છે. ઇમરાન સરકારના મંત્રીઓ ઉપરાંત ત્યાંના વિદેશ મંત્રાલયે આ બાબતે ટિપ્પણી કરી હતી. ભારતે ગુરુવારે આ બાબતે કડક શબ્દોમાં જવાબ આપ્યો હતો. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, અન્ય દેશોમાં આતંકીઓને મોકલનાર પાકિસ્તાન અમારા ઘરની અંદરના મામલાઓમાં દખલ ન આપે. તમે સૌથી પહેલા તમારા દેશના લઘુમતીઓને તેમનો અધિકાર આપો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. પાકિસ્તાનના રેલવે મંત્રીએ આ બાબતે ટિપ્પણી કરી હતી.

સાંપ્રદાયિકતાને ભડકાવવાવાળા વિવાદિત નિવેદન ન થાય

અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન બાબતે પાકિસ્તાન સ્તબ્ધ થઇ ગયું છે. ત્યાંથી કેટલાક વિવાદિત નિવેદન પણ સામે આવ્યા છે. જેનો જવાબ ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે ગુરુવારે આપ્યો હતો. અનુરાગે કહ્યું હતું કે, "અમે ઇસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાનનું નિવેદન જોયું. પાકિસ્તાને ભારતના અંદરના મામલાઓમાં દખલ દેવાનું અને સાંપ્રદાયિકતાને ભડકાવવાના કાવતરાઓથી દૂર રહેવુ જોઈએ."

આતંકવાદ ફેલાવે છે પાકિસ્તાન

પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનના આવા વલણથી અમને કોઈ જ મુશ્કેલી પડી નથી. આ એક એવા પ્રદેશનું નિવેદન છે જે સરહદ પારથી આતંકીઓને ઘૂસણખોરી કરાવે છે, અને આ મામલે ઇન્કાર કરે છે. પોતાના લઘુમતીઓને તેમનો અધિકાર આપતું નથી. અમે આવી ટિપ્પણીની નિંદા કરીએ છીએ.

'ભારત હવે શ્રીરામ નગર'

બુધવારે ઇમરાન સરકારના રેલવે મંત્રી શેખ રશીદે ભારતમાં સાંપ્રદાયિકતા બાબતે સવાલ ઉઠાવ્યા હતા. રાશિદે કહ્યું હતું કે, ભારત હવે રામ નગરમાં બદલાઈ ગયું છે. ત્યાં સાંપ્રદાયિકતા વધી રહી છે. ધર્મ નિરપેક્ષતા સમાપ્ત થઇ રહી છે. સાફ શબ્દોમાં કહું તો ભારત હવે બિનસાંપ્રદાયિક રહ્યું જ નથી. ત્યાં લઘુમતીઓને મુશ્કેલીઓ પડી રહી છે. ભારત હવે શ્રીરામના હિંદુત્વમાં ઢળાઈ ચુક્યું છે.બુધવારે અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન બાદ વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું - રામ બધાના છે રામ બધામાં છે.