વિશ્વભરમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે કોવિડ-19 વેક્સીન તૈયાર કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. તેમાંથી 5 વેક્સીન સૌથી ચર્ચામાં છે, જે હ્યુમન ટ્રાયલના અંતિમ ચરણમાં છે. આ વેક્સીનના પરિણામ પણ અત્યાર સુધી સારા મળ્યા છે. હવે વેક્સીન અંતિમ ચરણમાં પહોંચતા જ તેની કિંમતોની ચર્ચાએ જોર પકડ્યું છે.
વેક્સીન તૈયાર કરનાર કંપનીઓએ તેની સંભવિત કિંમતોની હિન્ટ આપી છે. રશિયાએ દાવો કર્યો છે કે, તેની વેક્સીન સપ્ટેમ્બરથી ઓક્ટોબર મહિનામાં અવેલેબલ થશે. આવો જાણીએ દુનિયાભરની આ 5 ચર્ચિત વેક્સીનનું સ્ટેટસ અને કિંમત...
આ 5 વેક્સીનથી દુનિયાને આશા
1. ઓક્સફર્ડ યુનિવર્સિટી અને ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકાની વેક્સીન (AZD1222)
2.અમેરિકાની ફાર્મા કંપની મૉડર્નાની વેક્સીન (mRNA-1273)
3.અમેરિકાની ફર્મ ફાઈઝર અને જર્મન બાયોટેક કંપની બાયોએનટેકની વેક્સીન (BNT162b2)
4. ચીનની કંપની સિનોવેકની વેક્સીન (Coronavac)
5. રશિયાની વેક્સીન (Gam-Covid-Vac Lyo)
1. ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સીન: 1 ડોઝની કિંમત 225 રૂપિયા
બ્રિટન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકામાં આ વેક્સીન બીજા અને ત્રીજા ચરણમાં છે. ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં તેનું હ્યુમન ટ્રાયલ શરૂ થશે. આ વેક્સીનને ભારતની કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા તૈયાર કરી રહી છે. દેશમાં તેને કોવિશિલ્ડ નામથી લોન્ચ કરવામાં આવશે.આ વેક્સનનું ટ્રાયલ ભારતમાં 18 જગ્યાએ થશે. તેમાં 1600 વોલન્ટિયર્સ સામેલ થશે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પૂનાવાલા જણાવે છે કે, જો ટ્રાયલ સફળ થયું તો વર્ષ 2021માં માર્ચ મહિના સુધી તેના 30થી 40 કરોડ ડોઝ તૈયાર કરવામાં આવશે. નવેમ્બર મહિના સુધી વેક્સીન તૈયાર થઈ શકે છે.નેશનલ બાયોફાર્મ મિશન એન્ડ ગ્રાન્ડ ચેલેન્જ ઈન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત સરકાર અને મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન વચ્ચે એક કરાર થયો છે. તે અંતર્ગત વેક્સીનનું મોટા પાયે ટ્રાયલ થશે. તેના માટે ઈન્સ્ટિટ્યૂટની પસંદગી કરવામાં આવશે.બ્રિટિશ સરકાર ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે મળી 100 મિલિયન ડોઝ પહેલાં જ તૈયાર કરી ચૂકી છે. કરાર અંતર્ગત બ્રાઝિલને પણ 3 કરોડ ડોઝ આપવામાં આવશે.સીરમ ઈન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર, આ વેક્સીનના 1 ડોઝની કિંમત 1 હજાર રૂપિયાથી પણ ઓછી હશે. કંપની અને બિલ એન્ડ મેલિંડા ફાઉન્ડેશન તેમજ ગાવી સંસ્થાએ મળીને એક કરાર કર્યો છે. તે હેઠળ ભારત સહિત ઓછી આવક ધરાવતા 92 દેશોમાં માત્ર 3 ડોલર અર્થાત 225 રૂપિયામાં વેક્સીન મળી રહેશે.2. મૉડર્નાની વેક્સીન: 1 ડોઝની કિંમત 1800થી 2300 રૂપિયા
અમેરિકાની કંપની મૉડર્નાની વેક્સીન (mRNA-1273)નું ત્રીજું હ્યુમન ટ્રાયલ શરૂ થયું છે. તે 30 હજાર વોલન્ટિયર્સ પર ચાલી રહ્યુ છે. વેક્સીન માટે કોરોનાવાઈરસના કૃત્રિમ RNA તૈયાર કરવામાં આવ્યા છે, જે ઈમ્યુન સિસ્ટમને વાઈરસ સામે લડવા માટે તૈયાર કરશે.પ્રથમ વેક્સીન ટ્રાયલના પરિણામ સકારાત્મક રહ્યા છે અને તે સુરક્ષિત છે. હજુ તેનું અંતિમ હ્યુમન ટ્રાયલ બાકી છે, તેમાં ખબર પડશે કે વેક્સીન કેટલી અસરકારક છે.વેક્સીનના ત્રીજા ચરણના પરિણામ નવેમ્બર સુધીમાં આવી શકે છે. વેક્સીન ડિસેમ્બર મહિના સુધીમાં તૈયાર થઈ શકે છે.મૉડર્ના વેક્સીનના કોર્સની કિંમત 3700થી લઈને 4500 રૂપિયા હોઈ શકે છે. 1 ડોઝની કિંમત 1800થી 2300 રૂપિયા હોઈ શકે છે. જોકે આ કિંમત વધારે આવક ધરાવતા દેશો માટે છે.3. ફાઈઝર-બાયોએનટેકની વેક્સીન: 1 ડોઝની કિંમત 225થી 300 રૂપિયા
અમેરિકાની કંપની ફાઈઝર અને જર્મન બાયોટેક કંપની બાયોએનટેકની વેક્સીન (BNT162b2)નું બીજું અને ત્રીજું ટ્રાયલ 30 હજાર લોકો પર ચાલી રહ્યું છે. અત્યાર સુધીના પરિણામો અનુસાર વેક્સીન અસરકારક સાબિત થઈ રહી છે.વોલન્ટિયર્સમાં કોરોનાને ન્યૂટ્ર્લ કરનારી એન્ટિબોડી વિકસિત થઈ છે. તેને ઓક્ટોબર મહિનામાં મંજૂરી મળી શકે છે.અમેરિકાની સરકારે કંપની સાથે 2 બિલિયન ડોલરનો કરાર કર્યો છે. તે અંતર્ગત કંપની અમેરિકાને 100 મિલિયન ડોઝ આપશે.નેધરલેન્ડ, જર્મની, ફ્રાન્સ અને ઈટાલીમાં વેક્સીનના 1 ડોઝની કિંમત 255થી 300 રૂપિયા હશે. અમેરિકામાં તેની કિંમત 1500 રૂપિયા હોઈ શકે છે.4. ચાઈનીઝ કંપની સિનોવેકની વેક્સીન
ચીન તેની પ્રથન વેક્સીન ફાર્મા કંપની સિનોવેક બાયોટેક સાથે મળી તૈયાર કરી રહી છે. તે ચીનની બીજી અને દુનિયાની ત્રીજી વેક્સીન છે જેનું ટ્રાયલ ત્રીજા ચરણમાં સૌ પ્રથમ પહોંચ્યું છે.ચીનની બીજી વેક્સીન પીપલ્સ લિબ્રેશન આર્મી મેડિકલ રિસર્ચ યુનિટે ખાનગી કંપનીઓ સાથે મળી બનાવી છે. ટ્રાયલ માટે કેટલાક જ લોકો પર તેનો અભ્યાસ ચાલી રહ્યો છે.ચીનમાં સૌથી વધારે ચર્ચા સિનોવેક વેક્સીનની છે. તેનું અંતિમ ચરણ ઈન્ડોનેશિયામાં 6 અલગ અલગ જગ્યાએ ચાલી રહ્યું છે. ટ્રાયલ માટે હોટસ્પોટ ન મળવા પર કંપનીએ અન્ય દેશમાં ટ્રાયલ કરવાની ફરજ પડી છે.એકેડેમિક જર્નલ સાયન્સમાં પ્રકાશિત થયેલાં રિસર્ચ અનુસાર, કંપનીએ વેક્સીનનું નામ ‘કોરોનાવેક’ રાખ્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે આ વેક્સીન 99% અસરકાર સાબિત થશે. વેક્સીનના 100 મિલિયન ડોઝ તૈયાર કરવામાં આવશે.જોકે વેક્સીન ક્યાં સુધી ઉપલબ્ધ હશે અને તેના 1 ડોઝની કિંમત શું હશે તેના વિશે કંપનીએ કોઈ માહિતી આપી નથી.5. રશિયાની વેક્સીન: વિવાદિત અને સૌ પ્રથમ તૈયાર થશે તેવો દાવો
રશિયાની પુતિન સરકારનો દાવો છે કે, તેણે દુનિયાની પ્રથમ કોરોનાવાઈરસની વેક્સીન તૈયાર કરી લીધી છે. તેનું ફાઈનલ રજિસ્ટ્રેશન આગામી અઠવાડિયે થશે. રશિયાના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડેપ્યુટી હેલ્થ મિનિસ્ટર ઓલેગ ગ્રિડનેવે શુક્રવારે કહ્યું કે, વેક્સીનનું રજિસ્ટ્રેશન 12 ઓગસ્ટે થશે.Gam-Covid-Vac Lyo નામની આ વેક્સીનને રશિયાના રક્ષા મંત્રાલય અને ગામાલેયા નેશનલ સેન્ટર ફોર રિસર્ચ ઓન એપિડિમિયોલોજી એન્ડ માઈક્રોબાયોલોજીએ તૈયાર કરી છે.રશિયાનો દાવો છે કે તેની વેક્સીન ક્લિનિકલ ટ્રાયલમાં 100% સફળ રહી છે. વોલન્ટિયર્સમાં વાઈરસ વિરુદ્ધ ઈમ્યુનિટી વિકસિત થઈ હતી.રશિયાના ડેપ્યુટી હેલ્થ મિનિસ્ટરે એક કેન્સર સેન્ટરના ઉદ્ધઘાટન સમયે કહ્યું કે, વેક્સીનનું ત્રીજા ચરણનું ટ્રાયલ ચાલી રહ્યું છે. અમે એ સુનિશ્ચિત કરી રહ્યા છે કે વેક્સીન સુરક્ષિત સાબિત થાય. તેથી તેને પહેલાં મેડિકલ પ્રોફેશન્લસ અને વડીલોને આપવામાં આવશે. આ વેક્સીનની કિંમત વિશે હજુ કોઈ માહિતી સામે આવી નથી.જોકે WHOએ રશિયાની વેક્સીન પર અનેક શંકા વ્યક્ત કરી છે. WHO વેક્સીનના ત્રીજા ચરણને લઈ ચિંતિત છે. કારણ કે તેને ત્રીજા ચરણ માટે લાયસન્સ વગર તૈયાર કરવામાં આવી છે.
વેક્સીનથી થતા ફાયદા માટે કંપનીઓનું વલણ વેક્સીન પર કેટલો લાભ મેળવવો છે તે માટે જુદી જુદી કંપનીઓ અલગ વિચાર ધરાવે છે. ફાઈઝર અને મૉર્ડના જણાવે છે કે તે એક સુનિશ્ચિત લાભ મેળવવા માટે વેક્સીન વેચશે. જોન્સન એન્ડ જોન્સને ઘોષણા કરી છે કે, તે મહામારી દરમિયાન વેક્સીનને કોઈ પણ ફાયદા વગર વેચશે.
Corona vaccine price| The cheapest vaccine will be available in India at Rs 225, while in the US it will cost Rs 1500 to 4500