ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 20 લાખને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 21 દિવસમાં 10 લાખથી વધુ નવા દર્દી સામે આવ્યા. એટલે કે દરરોજ સરેરાશ 47 હજારથી વધુ. હવે દુનિયાના માત્ર ત્રણ દેશ ભારત, બ્રાઝિલ અને અમેરિકામાં 20 લાખથી વધુ કોરોના સંક્રમિત છે. પરંતુ 10 લાખથી 20 લાખ કેસ થવામાં ભારતમાં સૌથી ઓછો સમય લાગ્યો. દેશમાં માત્ર 21 દિવસમાં આવું થયું. સાથે જ અમેરિકામાં 41 દિવસ તો બ્રાઝિલમાં 27 દિવસમાં કોરોના સંક્રમિતોનો આંકડો 10 લાખથી 20 લાખ થયો હતો.
દેશમાં છેલ્લા આઠ દિવસથી સતત 50 હજારથી વધુ કેસ નોંધાય છે. આ ગતિ આગળ પણ આવી જ રહેશે તો 20 થી 30 લાખ કેસ થવામાં 21 દિવસથી પણ ઓછો સમય લાગશે.
કુલ ટેસ્ટીંગના 42% છેલ્લા 20 દિવસમાં થયા, 50% નવા કેસ વધ્યા દેશમાં 5 ઓગસ્ટ સુધી 2.20 કરોડથી વધુ ટેસ્ટીંગ થયા છે. છેલ્લા 20 દિવસમાં જ 90 લાખથી વધુ ટેસ્ટ કરાયા હતા. એટલે કે કુલ ટેસ્ટીંગના 42% ટેસ્ટ છેલ્લા 20 દિવસમાં થયા છે. આ દરમિયાન લગભગ 10 લાખ નવા કેસ નોંધાયા. એટલે કે 50% નવા કેસ. કહેવાનો અર્થ એ છે કે આપણા દેશમાં કોરોનાના કેસ વધવાનું એક મોટું કારણ ઝડપથી વધી રહેલું ટેસ્ટીંગ પણ છે.
દુનિયાના 51% કોરોના કેસ અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં દુનિયામાં કોરોનાના 1 કરોડ 90 લાખથી વધુ કેસ સામે આવી ચુક્યા છે. અમેરિકામાં સૌથી વધુ 49 લાખથી વધુ લોકો સંક્રમણનો શિકાર થયા છે. જે દુનિયામાં કોરોનાના કુલ કેસના 26% વધુ છે. દુનિયાના 15% સંક્રમિત બ્રાઝિલમાં છે. સાથે જ દુનિયાના 10% સંક્રમિત ભારતમાં છે. એટલે કે દુનિયાના 51% કોરોના કેસ માત્ર ત્રણ દેશ સુધી સમેટાઈ ગયા છે. એક્ટિવ કેસમાં પણ અમેરિકા પહેલા નંબરે છે. દુનિયામાં હાલ 61 લાખ કોરોનાના એક્ટિવ કેસ છે. જેમાંથી 37% અમેરિકામાં, બ્રાઝિલમાં 12% અને 10% ભારતમાં છે. એટલે કે દુનિયામાં હાલ જેટલા લોકો કોરોનાથી ઝઝૂમી રહ્યા છે, તેમાંથી 59% ભારત, અમેરિકા અને બ્રાઝિલમાં છે.
Coronavirus Cases Tracking In India USA Brazil | Know How Many People Affected By Coronavirus Infectious Disease (COVID 19) In India Vs USA Vs Brazil