Translate to...

ભારતમાં પહેલો કેસ આવ્યાના 55 દિવસ પછી તો પેરુમાં 10 દિવસ પછી લોકડાઉન કરાયું, યૂરોપીયન દેશોમાં અનલોક ઘટ્યું અને ભારતમાં વધ્યું

ભારતમાં પહેલો કેસ આવ્યાના 55 દિવસ પછી તો પેરુમાં 10 દિવસ પછી લોકડાઉન કરાયું, યૂરોપીયન દેશોમાં અનલોક ઘટ્યું અને ભારતમાં વધ્યું
દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 10 લાખની પાર પહોંચી ગયો છે. લગભગ ત્રણ દિવસમાં જ આપણા દેશમાં 1 લાખથી વધુ દર્દી મળ્યા છે. આ પહેલા 8 થી 9 લાખ દર્દી થવામાં ત્રણ જ દિવસ લાગ્યા હતા. દેશમાં કોરોનાથી મોતનો આંકડો પણ 25 હજારને વટાવી ગયો છે. કોરોના સામે ખરાબ રીતે ઝઝૂમી રહેલા દુનિયાના 10 દેશોમાંથી અમેરિકા, બ્રાઝિલ અને ચીલી જ એવા દેશ છે, જ્યાં ટોટલ લોકડાઉન લાગુ કરાયુનથી. અહીંયાના ઘણા રાજ્યો અથવા અમુક ભાગોમાં જ લોકડાઉન લગાવાયું છે. ભારતમાં પણ 67 દિવસ સુધી ટોટલ લોકડાઉન રહ્યું હતું.

10 સૌથી સંક્રમિતો દેશમાં લોકડાઉન ક્યારે લગાવાયું? લોકડાઉનના પહેલા આ દેશમાં કેટલા કેસ હતા? લોકડાઉન દરમિયાન સંક્રમણ કેટલુ વધ્યુ અને લોકડાઉનમાં ઢીલ મળ્યા પછી તેની ગતિ કેટલી વધી કે ઘટી? આ રિપોર્ટમાં અમે આ સવાલોના જવાબ આપીશું.

સૌથી પહેલી વાત, ભારતની કરીશું. આપણા દેશમાં સંક્રમણનો પહેલો કેસ 30 જાન્યુઆરીએ આવ્યો હતો. તેના 55 દિવસ પછી ટોટલ લોકડાઉન લાગુ કરી દેવાયું હતું. એવું કહેવાઈ રહ્યું હતું કે, ભારત, દુનિયાનો પહેલો એવો દેશ છે,જેને સંક્રમણના સૌથી ઓછા કેસ દરમિયાન જ લોકડાઉન લાગુ કરી દીધું હતું. આ વાત ખોટી છે. પેરુમાં હાલ 3.37 લાખ કેસ છે અને અહીંયા પહેલો કેસ આવ્યાના 10 દિવસ પછી જ લોકડાઉન લાગુ કરી દેવાયું હતું. અહીંયા જ્યારે લોકડાઉન લાગુ કરાયું હતું, ત્યારે 71 કેસ જ હતા. જ્યારે ભારતમાં લોકડાઉનના એક દિવસ પહેલા સુધી 571 દર્દી મળ્યા હતા.

દુનિયાના 10માંથી 7 દેશોનો ટ્રેન્ડ, જ્યાં લોકડાઉન તો લાગ્યુ, પણ શું સંક્રમણની ગતિ ઘટી?1. ભારતઃ અત્યાર સુધી જેટલા કેસ આવ્યા, તેમાંથી 80%થી વધુ અનલોક પછી મળ્યાભારતમાં કોરોનાનો પહેલો કેસ 30 જાન્યુઆરીએ કેરળમાં સામે આવ્યો હતો. ત્યારપછી 2 ફેબ્રુઆરી સુધી કેરળમાં જ વધુ બે દર્દી મળ્યા. આ ત્રણેય ચીનના વુહાન શહેરમાંથી પાછા આવ્યા હતા. ત્યારપછી લગભગ એક મહિના સુધી દેશમાં એક પણ નવો દર્દી નહોતો મળ્યો.પરંતુ 2 માર્ચ પછી દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો સતત વધતો રહ્યો હતો.દેશમાં પહેલો દર્દી મળ્યાના 55 દિવસ પછી 25 માર્ચથી ટોટલ લોકડાઉન લાગુ કરાયું હતું. જેના પછી ચાર વખત થોડીક છૂટછાટ સાથે લોકડાઉન લાગુ થતું રહ્યું. છેલ્લે 67 દિવસ પછી દેશમાંથી લોકડાઉન હટાવાયુ અને અનલોકની પ્રક્રિયા શરૂ કરાઈ.

16 જુલાઈ સુધી દેશમાં 10 લાખથી વધુ કેસ સામે આવી ચુક્યા છે, જેમાંથી 80%થી વધુ કેસ 1 જૂન પછી આવ્યા છે. આ પ્રકારે અત્યાર સુધી 24 હજાર, 929 લોકોના મોત થયા છે. જેમાંથી 78% લોકોના મોત એટલે કે 19 હજાર 524 મોત દેશ અનલોક થયા પછી થયા છે.

2. રશિયાઃ માત્ર 33 દિવસનું લોકડાઉન, ખૂલ્યા પછી 6 ગણા કેસ વધ્યારશિયામાં કોરોનાના પહેલા બે કેસ 31 જાન્યુઆરીએ સામે આવ્યા હતા. આ બન્ને ચીની નાગરિક હતા. ત્યારપછી 27 માર્ચ સુધી અહીંયા કોરોના સંક્રમિતોની સંખ્યા 1 હજારને પાર પહોંચી ગઈ છે. 28 માર્ચથી દેશને ટોટલ લોકડાઉન કરી દેવાયો. રશિયામાં પહેલો કેસ સામે આવ્યાના 57 દિવસ પછી લોકડાઉન લાગુ કરાયું હતું.

અહીંયા 28 માર્ચથી 30 એપ્રિલ સુધી લોકડાઉન લાગુ કરાયુ હતું. જો કે, પછી પણ દેશના ઘણા ભાગમાં લોકડાઉન ચાલુ રખાયું હતું, પરંતુ થોડી છૂટછાટ પણ મળી હતી. 30 એપ્રિલ સુધી રશિયામાં 1.05 લાખ દર્દી હતા અને લોકડાઉન હટ્યા પછી 1 મેથી 15 જુલાઈ વચ્ચે 6.39 લાખથી વધુ દર્દી મળી ચુક્યા છે. એટલે કે લોકડાઉન ખૂલ્યા પછી રશિયામાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં 6 ગણાથી વધુનો વધારો થયો હતો.

3. પેરુઃ 106 દિવસ સુધી લોકડાઉન રહ્યું, પરંતુ સંક્રમણની ગતિ ન ઘટીલેટિન અમેરિકન દેશ પેરુ કદાચ દુનિયાનો પહેલો દેશ હશે, જ્યાં કોરોનાનો પહેલો કેસ આવ્યાના 10 દિવસ પછી જ લોકડાઉન લાગુ કરાયું હતું. પેરુમાં 6 માર્ચે કોરોનાનો પહેલો દર્દી મળ્યો હતો. જેની ટ્રાવેલ હિસ્ટ્રી પણ સ્પેન, ફ્રાન્સ અને ચેક રિપબ્લિકની હતી. પહેલો કેસ આવ્યા પછી આગામી 10 દિવસમાં અહીંયા 71 દર્દી મળ્યા હતા.

16 માર્ચથી અહીંયા આખા દેશમાં લોકડાઉન લાગુ કરી દેવાયું હતું. અહીંયા 30 જૂન સુધી 106 દિવસ સુધી લોકડાઉન લાગુ રખાયું હતું. પરંતુ કોરોનાના કેસ વધતા રહ્યા.લોકડાઉન દરમિયાન અહીંયા 2.85 લાખથી વધુ કેસ સામે આવ્યા અને સાડા 9 હજારથી વધુ લોકોના મોત થયા.લોકડાઉન હટ્યા પછી અત્યાર સુધી અહીંયા 52 હજારથી વધુ કેસ સામે આવી ચુક્યા છે. અઢી હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

4. મેક્સિકોઃ પહેલો કેસ આવ્યાના 24 દિવસ પછી લોકડાઉન લાગુ કરાયુ, 70 દિવસના લોકડાઉનમાં 87 હજારથી વધુ કેસમેક્સિકોમાં 23 માર્ચે લોકડાઉન લાગુ કરાયું હતું. 22 માર્ચ સુધી ત્યાં 251 લોકો કોરોના સંક્રમિત થયા હતા. 1 જુને લોકડાઉન ખોલી દેવાયું હતું. એ દરમિયાન મેક્સિકોમાં 87,512 કેસ હતા. લોકડાઉન હટ્યા પછી છેલ્લા 45 દિવસમાં બે લાખ દસ હજારથી વધુ કેસ આવી ચુક્યા છે. કુલ કેસ 3 લાખને પાર કરી ગયા છે. અહીંયા 28 ફેબ્રુઆરીએ કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો.

મેક્સિકોમાં લોકડાઉન હટાવાયા પછી કોરોનાથી મોતના કેસ ચાર ગણા વધી ગયા હતા. 31 મે સુધી અહીંયા 9779 લોકોના કોરોનાથી મોત થયા હતા. 15 જુલાઈ સુધી 36,327 લોકોના મોત થયા હતા. મોતના આંકડામાં 271%નો વધારો થયો હતો. સાથે જ કુલ સંક્રમિતોની વાત કરવામાં આવે તો 31 મે સુધી 87,512 લોકો સંક્રમિત થયા હતા. લોકડાઉન ખૂલ્યા પછી અહીંયા 255% કેસ વધ્યા અને કુલ સંક્રમિતોની સંખ્યા 3,11,486 થઈ ગઈ.

5. સાઉથ આફ્રીકાઃ લોકડાઉન ખૂલતા જ દરરોજ લગભગ 3 હજાર કેસ આવવા માંડ્યાઆફ્રીકા મહાદ્વીપના સૌથી વધુ સંક્રમિત દેશ સાઉથ આફ્રીકમાં પહેલો કેસ 5 માર્ચે આવ્યો હતો. 26 માર્ચે અહીંયા લોકડાઉન લાગુ કરાયું હતું. એ વખતે દેશમાં 709 કેસ હતા. અહીંયા લગભગ 36 દિવસ જ લોકડાઉન લાગુ કરાયુ અને 30 એપ્રિલે ખોલી દેવાયું હતું. લોકડાઉનના 36 દિવસોમાં અહીંયા 4 હજાર 938 કેસ જ મળ્યા હતા. એટલે કે દરરોજ સરેરાશ 137 દર્દી મળ્યા હતા. પરંતુ લોકડાઉન હટ્યા પછી અહીંયા 3.05 લાખથી વધુ દર્દી મળી ચુક્યા છે. આ હિસાબે લોકડાઉન ખૂલતા જ અહીંયા દરરોજ સરેરાશ 2,880થી વધુ દર્દી મળવા લાગ્યા.

6. સ્પેનઃ લોકડાઉન ખૂલતા જ સંક્રમણના 6 ગણા કેસ ઘટ્યાયૂરોપીયન દેશ સ્પેનમાં કોરોના વાઈરસનો પહેલો કેસ 31 જાન્યુઆરીએ આવ્યો હતો. જ્યારે અહીંયા લોકડાઉન લાગુ કરાયુ, તો કોરોનાના 5 હજારથી વધુ કેસ સામે આવી ચુક્યા હતા. સ્પેનમાં 14 માર્ચ 9 મે વચ્ચે 58 દિવસ સુધી લોકડાઉન રહ્યું હતું. સમગ્ર લોકડાઉન દરમિયાન અહીંયા 2.59 લાખથી વધુ કેસ મળ્યા હતા.પરંતુ લોકડાઉન ખૂલ્યાના 66 દિવસ થઈ ચુક્યા છે અને ત્યારથી અત્યાર સુધી આ 66 દિવસોમાં લગભગ 40 હજાર દર્દી જ મળ્યા છે. એટલે કે જેટલા કેસ લોકડાઉનમાં સામે આવ્યા હતા, લોકડાઉન હટાવાયા પછી તેનાથી 6 ગણા ઓછા કેસ સામે આવ્યા છે.

7. બ્રિટનઃ અહીંયા પણ સ્પેન જેવો જ ટ્રેન્ડ, લોકડાઉન ખૂલ્યા પછી કેસ ઘટી રહ્યા છેસ્પેનમાં પણ જે દિવસે કોરોનાનો પહેલો કેસ આવ્યો હતો, એ દિવસે બ્રિટનમાં પણ આવ્યો હતો. બ્રિટનમાં પણ ત્યારે લોકડાઉન લાગુ કરાયુ, જ્યારે અહીંયા કોરોના સંક્રમિતોની સંખ્યા 5 હજારની ઉપર પહોંચી ગઈ હતી. બ્રિટનમાં પહેલો કેસ સામે આવ્યાના 52 દિવસ પછી 23 માર્ચે લોકડાઉન લાગુ કરાયું હતું. 4 જુલાઈથી અહીંયા લોકડાઉનમાં છૂટ મળવાની શરૂ થઈ ગઈ છે.જો કે, સ્પેનની તુલનામાં બ્રિટનમાં 103 દિવસનું લોકડાઉન લાગ્યું હતું. આ દરમિયાન અહીંયા 2.79 લાખથી વધુ દર્દી મળ્યા હતા. એટલે કે દર દિવસે સરેરાશ 2 હાજર 700થી વધુ દર્દી મળ્યા હતા. જ્યારે લોકડાઉનમાં છૂટ મળતાના 12 દિવસમાં અહીંયા 6 હજાર 182 દર્દી મળ્યા છે. એટલે કે દર દિવસે સરેરાશ 515 દર્દી. જેનો અર્થ થયો કે યૂરોપીયન દેશમાં લોકડાઉન ખૂલ્યા પછી કેસ ઘટવાના શરૂ થઈ ગયા છે.The Lockdown Occurred In India 55 Days After The First Case Came, Just 10 Days Later In Peru; Unlocked, Then Cases In European Countries Only