Translate to...

ભારતને રાફેલ મળ્યા, રશિયાએ ચીનને S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની ડિલિવરી અટકાવી;RILના શેર નવા શિખરે, સોનામાં તેજી

ભારતને રાફેલ મળ્યા, રશિયાએ ચીનને S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની ડિલિવરી અટકાવી;RILના શેર નવા શિખરે, સોનામાં તેજી




આજે 28 જુલાઈ અને મંગળવારનો દિવસ છે. તો ચાલો જોઈએ એવા સમાચાર કે જે સોમવારે દિવસ દરમિયાન લોકો વચ્ચે ચર્ચામાં રહ્યા હતા. સોમવારનો દિવસ ભારતીય સેના માટે ખૂબ જ મહત્વનો હતો. એક બાજુ ફ્રાંસે ભારતને રાફેલ ફાઈટર જેટ્સની ડિલિવરી કરી છે તો બીજી બાજુ રશિયાએ ચીનને S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની ડિલિવરીને અટકાવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં ચીનની એપ્સ પર કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો તો સોનાની કિંમતમાં તેજી જોવા મળી.

પહેલા ચર્ચા રાફેલ ફાઈટર જેટ્સની ડિલિવરીની તમામ અટકળો તથા ભારત-ચીન વચ્ચે સીમા વિવાદ વચ્ચે ફ્રાંસે સોમવારે 5 રાફેલ ફાઈટર જેટ્સની ડિલિવરી કરી છે. પડોશી દેશો સાથે સીમા વિવાદને લીધે આ ફાઈટર જેટ્સનું મહત્વ સવિશેષ છે. ભારતે ફ્રાંસ સાથે વર્ષ 2016માં 58 હજાર કરોડમાં 36 રાફેલ ફાઈટર જેટની એક સમજૂતી કરી હતી. રાફેલ ફાઈટર જેટ્સ મીટિયર અને સ્કાલ્પ જેવી મિસાઈલોથી સજ્જ છે. મીટિયર વિઝ્યુઅલ રેન્જની નજીસ ટાર્ગેટને હિટ કરનારી અત્યાધુનિક મિસાઈલ છે. મીટિયરની રેન્જ 150 કિ.મી છે,જ્યારે સ્કાલ્પ આશરે 300 કિલોમીટર સુધી તેના લક્ષ્યાંકને વેધીને તેનો નાશ કરવા સક્ષમ છે.

સંરક્ષણ ક્ષેત્રને લગતા અન્ય મહત્વના સમાચાર ચીનથી આવ્યા સીમા પર જે વિવાદ ચાલી રહ્યો છે તે વચ્ચે ભારત, પાકિસ્તાન અને ચીન પોતાના શસ્ત્રોને અપગ્રેડ કરી રહ્યા છે. દરમિયાન ચીનને તેના મિત્ર રશિયાએ એક મોટો ઝાટકો આપ્યો છે. રશિયાએ ચીનને S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની ડિલિવરી કરવાનો ઈન્કાર કર્યો છે. ચીને તેને દબાણમાં ભરવામાં આવેલા પગલાં તરીકે ગણાવ્યુ છે. જોકે તેણે કોઈ દેશનું નામ લીધુ નથી. પણ, તેનો સંકેત સ્પષ્ટપણે ભારત અને અમેરિકા તરફનો છે. S-400 વિશ્વની સૌથી શ્રેષ્ઠ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ છે. રશિયા ઉપરાંત ચીન પાસે તેના કેટલાક યુનિટ છે. ભારતને તેની પહેલી ખેપ આ વર્ષે મળનારી છે.

ચીન માટે આ ત્રીજા સમાચાર પણ સારા નથી કેન્દ્ર સરકારે ચીન પર વધુ એક ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. ભારતની સંપ્રભૂતા અને અખંડતા વિરોધિ પ્રવૃત્તિઓના આરોપ હેઠળ સરકારે ચીનની વધુ 47 એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. અહેવાલો પ્રમાણે આ તમામ એપ્સ અગાઉ પ્રતિબંધિક કરેલી એપના ક્લોન તરીકે કામ કરતી હતી. સરકારે એવી 275 એપ્સની ઓળખ કરી છે જેની વધુ તપાસ થઈ રહી છે. સરકાર ચીનની એપ્સ ઉપરાંત એવી એપ્સ પર પણ નજર રાખી રહી છે કે જેમાં ચીનનું રોકાણ રહેલુ છે.

હવે વાત કરીએ રાજસ્થાનની, જ્યાં રાજકીય ઉથલપાથલની સ્થિતિ યથાવત છે રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલને 18 દિવસ થઈ ગયા છે. પણ સંકટનું કોઈ સમાધાન દેખાતુ નથી. સોમવારે સ્પીકર સીપી જોશીએ ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવાને લગતી એક નોટિસ સુપ્રીમ કોર્ટમાંથી પાછી ખેંચી લીધી. તેમના વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી કે આ કેસમાં અત્યારે સુનાવણીની કોઈ જરૂર નથી. જરૂર પડવાના સંજોગોમાં અમે ફરી વખત આવશું. પાયલટ છાવણીની અરજી પર હાઈકોર્ટના ચુકાદા બાદ સ્પીકરે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. બીજી બાજુ, રાજ્યપાલે પણ વિધાનસભા સત્ર બોલાવવાની ફાઈલ ફરી વખત પરત કરી છે.

હવે શેરબજાર, અર્થતંત્ર અને સોના વાત કરીએ છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય શેરબજારમાં વધઘટ જોવા મળી રહી છે. કોરોના વાઈરસ અને આર્થિક મોરચે કપરા ચઢાણને લઈ શેરબજાર પર દબાણ જોવા મળી રહ્યું છે. જિયોમાં રોકાણને લીધે રિલાયન્સના શેરમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. રિલાયન્સ રિટેલની ફ્યૂચર ગ્રુપ સાથે ડીલ ફાઈનલ થઈ હોવાના અહેવાલની RILના શેર પર સારી અસર જોવા મળી. બીજી બાજી અમેરિકા-ચીન વિવાદ, યુએસ ડોલરના મૂલ્યમાં ઘટાડા વચ્ચે સોનામાં રોકાણ સતત વધી રહ્યું છે. જેને પગલે સોમવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસ દીઠ હાજર ભાવ 2000 ડોલર (1.49 લાખ રૂપિયા) પહોંચી ગયા. તે સપ્ટેમ્બર,2011ના 1920.30 ડોલર પ્રતિ ઔંસ કિંમત બાદની સૌથી ઉંચી સપાટી છે.

હવે વાત અયોધ્યાની-ગ્રાઉન્ડ રિપોર્ટ આગામી ઓગસ્ટ મહિનાની 5મી તારીખે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન થશે. ધન્નીપુર ગામમાં યુપી સરકારે સુન્ની વક્ફ બોર્ડને મસ્જિદ માટે 5 એકર જમીન આપી છે. ભાસ્કરે ગામના લોકોને જઈને પૂછવાનો પ્રયત્ન કર્યો કે તેઓ શું ઈચ્છે છે? ગામના યુવકો કહે છે કે કંઈક એવું કામ કે જેને લીધે કમાવવા માટે બહાર જવું ન પડે, ગામમાં જ રોજગારી મળી શકે. તો કેટલાક યુવકોનું કહેવું હતું કે મસ્જિદને બદલે હોસ્પિટલ અથવા કોલેજ બને. આ ઉપરાંત અયોધ્યામાં રામ મંદિરનો ઈતિહાસ હજારો વર્ષ સુધી રહે તે માટે મંદિરના ગર્ભગૃહની 200 ફૂટ ઉંડાઈ પર ટાઈમ કેપ્સૂલ રાખવામાં આવશે. જેમા મંદિરને લગતી સંપૂર્ણ માહિતી હશે.

આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? ગ્રહ-નક્ષત્ર શું કહે છે? 28 જુલાઈ, મંગળવારે વિશાખા નક્ષત્રથી શ્રીવસ્ત નામનો શુભ યોગ બની રહ્યો છે. આ સાથે ચંદ્રમા પર મંગળની દ્રષ્ટિ પડી રહી છે. ગ્રહોની આ સ્થિતિથી જોબ અને બિઝનેસમાં ગ્રહોનો સાથ મળી શકે છે. લેવડ-દેવડ તથા રોકાણમાં પણ ફાયદો મળી શકે છે. વિચારેલા કાર્યો પૂરા થશે. અટકી પડેલા પૈસા પણ મળવાના યોગ છે. એસ્ટ્રોલોજર ડો.અજય ભામ્બીના મતે મેષ, વૃષભ, મિથુન, મકર, સિંહ, ધનુ અને કુંભ રાશિવાળા લોકો માટે ગ્રહોનો સાથ મળી શકે છે.







India gets Raphael from France, Russia suspends delivery of S-400 missile defense system to China; RIL shares hit new high, gold sparkles