Translate to...

ભાણી મલ્લિકાએ વીડિયો શૅર કરીને બતાવ્યું, સુશાંતનો ડૉગ આજે પણ આશા ભરી નજરે દરવાજા તરફ જુએ છે

ભાણી મલ્લિકાએ વીડિયો શૅર કરીને બતાવ્યું, સુશાંતનો ડૉગ આજે પણ આશા ભરી નજરે દરવાજા તરફ જુએ છે




પોતાના લોકોને ગુમાવવાનું દર્દ શું હોય છે, તે માણસ તો શું જાનવર પણ સારી રીતે સમજી શકે છે. આ જ કારણ છે કે સુશાંત સિંહના મોત બાદ પણ તેનો પ્રિય લેબ્રાડોર ડૉગ ફઝ હજી પણ તેના આવવાની રાહ જુએ છે.

સુશાંતની ભાણી મલ્લિકાએ ઈન્સ્ટાગ્રામ પર ફઝની એક વીડિયો ક્લિપ શૅર કરી હતી. આ વીડિયો ક્લિપ શૅર કરીને મલ્લિકાએ કહ્યું હતું, જેટલીવાર પણ દરવાજો ખુલે છે, ફઝ આશાભરી નજરે જુએ છે.

સુશાંતની ભાણી મલ્લિકાના વીડિયોનો સ્ક્રીનશોટ

ફઝ હાલમાં સુશાંતના પિતાની પાસે આ પહેલાં સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ ઈન્સ્ટાગ્રામમાં એક તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં તેણે કહ્યું હતું કે ફઝ હવે પિતા પાસે છે અને તે પટનામાં છે. તસવીર શૅર કરીને શ્વેતાએ કહ્યું હતું, ડેડ વિથ ફઝ.

View this post on Instagram

Dad with Fudge ❤️

A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on Jul 23, 2020 at 9:09am PDT

ફઝ ઘરના ખૂણે-ખૂણે સુશાંતને શોધે છે સુશાંતના મોત પછી ફઝે ખાવા-પીવાનું છોડી દીધું હતું. એક વીડિયોમાં જોવા મળ્યું હતું કે ફઝ ઘરના દરેક ખૂણામાં જઈને સુશાંતને શોધતો હતો. તે ક્યારેક એકદમ શાંત બેસતો તો ક્યારેક મોબાઈલ સ્ક્રીન પર સુશાંતની તસવીર જોઈને પોતાનો પંજો મારે છે. તેની આંખમાંથી આંસુ વહેતા હતા. ફઝના મોતની અફવા પણ વાઇરલ થઈ હતી પરંતુ પછી એ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે તે સુશાંતના ફાર્મહાઉસ પર સલામત છે.

સુશાંતે ફઝના નામે ઈમોશનલ પોસ્ટ લખી હતી સુશાંત પોતાના આ ડૉગને ઘણો જ પ્રેમ કરતો હતો. બે વર્ષ પહેલાં સુશાંતે પોતાના ડૉગના નામે એક ભાવુક પોસ્ટ શૅર કરી હતી. સુશાંતે કહ્યું હતું, જો તું મને યાદ રાખે છે તો એ વાતની પરવા નથી કે બાકીના મને ભૂલી ગયા. માય લવ ફઝ.

“If you remember me, then I don't care if everyone else forgets.”#mylove #Fudge