Translate to...

ભૂટાનથી તાઈવાન ચીને ફક્ત વિવાદનું સર્જન કર્યું છે; ગલવાનમાં ચીનના આક્રમક વલણનો ભારતે યોગ્ય જવાબ આપ્યો

ભૂટાનથી તાઈવાન ચીને ફક્ત વિવાદનું સર્જન કર્યું છે; ગલવાનમાં ચીનના આક્રમક વલણનો ભારતે યોગ્ય જવાબ આપ્યો
અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ બુધવારે કહ્યું હતું કે ચીને ભૂટાનથી તાઈવાન સુધી વિવાદો જ ઉભા કર્યા છે. ચીનને આ રીતે ધમકાવાનો કે ધમકીભર્યા વ્યવહાર કરવાની પરવાનગી વિશ્વએ આપવી જોઈએ નહીં. પોમ્પિયોએ કહ્યું કે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે ગલવાન મુદ્દે વાત કરી હતી.તેમણે કહ્યું કે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી (CCP) કેટલી એવી પરિવર્તનશીલ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ છે, જેને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા ગંભીરતાથી લીધી છે.ટિકટોક અંગે કહ્યું- અમેરિકાના નાગરિકોની પ્રાઈવેસીનું રક્ષણ કરવા કામ કરી રહ્યા છીએઅમેરિકાના વિદેશ પ્રધાને કહ્યું કે ચીને ગલવાનમાં પણ આક્રમક પગલા ભર્યા છે, પણ ભારત જે હદ સુધી તેને ઘણો સારી રીતે જવાબ આપ્યો છે. ચીનની એપ્સ પરપ્રતિબંધ મુકવા અંગે કહ્યું કે જ્યાં સુધી ટિકટોકની વાત છે તો હું તેને વધારે વિશાળ દ્રષ્ટિકોણથી જોવુ છું. અમે સતત એ કામમાં જોડાયેલા છીએ કે અમેરિકાના નાગરિકોની પ્રાઈવેસી અને માહિતીની સુરક્ષા કેવી રીતે કરવામાં આવે.

કોરોના અંગે જાણકારી આપવામાં નિષ્ફળ રહ્યું ચીનપોમ્પિયોએ કહ્યું કે ચીનની કમ્યુનિસ્ટ સરકાર બહારના જોખમથી વધારે પોતાના નાગરિકોની સ્વતંત્રતા અંગે વિચાર કરીને ડરે છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી વિશ્વસનીયતાને લઈ સતત સમસ્યામાં જળવાઈ રહી છે. તે સમગ્ર વિશ્વને કોરોના વાઈરસની હકીકત અંગે માહિતી આપવામાં નિષ્ફળ રહી છે. હવે તેને લીધે સેંકડો-હજારો લોકો મૃત્યુ પામી રહ્યા છે.

ચીને તેના પડોશીઓનું સન્માન કરવુ જોઈએચીને તાજેતરમાં જ ભૂટાન સાથે સીમા વિવાદ શરૂ થયો છે. હિમાચલથી લઈ તાઈવાનના સેનકાકૂ આઈસલેન્ડ સુધી ચીને ફક્ત વિવાદ જ શરૂ કર્યો છે. બેઇજિંગનું વલણ સીમા વિવાદ કરવાનું છે. ઘણાબધા પડોશી સંતોષજનક રીતે એ કહી શકતા નથી કે તેમની સીમા ક્યાં પૂરી થાય છે અને ચીનની પાર્ટીએ તેમના પડોશીઓનું સન્માન કરવું જોઈએ. ભૂટાનના લોકો માટે આ વાત બિલકુલ યોગ્ય છે અને સમગ્ર વિશ્વએ સાથે મળી આ મુદ્દે જવાબ આપવો જોઈએ.અમેરિકાના વિદેશ પ્રધાન