Translate to...

ભાજપના સિંધિયા, કોંગ્રેસના ખડગે અને NCPના પવારે શપથ લીધા, સ્પીકર નાયડૂએ કહ્યું- જે પેનથી હસ્તાક્ષર કરો, તેને સાથે લઈ જાવ

ભાજપના સિંધિયા, કોંગ્રેસના ખડગે અને NCPના પવારે શપથ લીધા, સ્પીકર નાયડૂએ કહ્યું- જે પેનથી હસ્તાક્ષર કરો, તેને સાથે લઈ જાવરાજ્યસભામાં આજે 61 નવા સાંસદોનો શપથ ગ્રહણ કાર્યક્રમ ચાલી રહ્યો છે.કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયા અને કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે શપથ લઈ ચુક્યા છે.આ 61માંથી 43 સભ્ય પહેલી વખત રાજ્યસભા પહોંચ્યા છે. હવે ગૃહમાં ભાજપ સાંસદ 75થી વધીને 86 થઈ ગયા છે.

પહેલી વખત હાઉસ ચેમ્બરમાં શપથ લેવાશેસંસદનું સત્ર ચાલુ ન થાય એવી સ્થિતિમાં સામાન્ય રીતે શપથ અધ્યક્ષના રૂમમાં જ લેવામાં આવે છે, પરંતુ પહેલી વખત હાઉસ ચેમ્બરમાં શપથ લેવાશે. શપથ દરમિયાન સોશિયલ ડિસટન્સીંગનું ધ્યાન રાખવામાં આવશે. દરેક સભ્યને માત્ર એક ગેસ્ટ સાથે લાવવાની મંજૂરી આપવામાં આવી છે. જે સભ્ય કોઈ કારણોસર આજે નહીં આવી શકે, તેમને ચોમાસા સત્રમાં શપથ અપવવામાં આવશે.

કોરોના વચ્ચે સંસદની સ્ટેન્ડિંગ કમિટિની બેઠક શરૂ થવાના કારણે રાજ્યસભા અધ્યક્ષ એમ વૈંકયા નાયડૂએ નવા સભ્યોને શપથ અપાવવાનો નિર્ણય કર્યો હતો.શપથ લીધા વગર નવા સભ્યો બેઠકમાં સામેલ નહીં થઈ શકે.

રાજ્યસભાની 19 બેઠકો માટે જૂનમાં ચૂંટણી યોજાઈ હતીઆ ચૂંટણીમાં ભાજપને 8 અને કોંગ્રેસને 4 બેઠકો મળી હતી. ગત વખતે આ 19 બેઠકોમાંથી ભાજપ પાસે 9 અને કોંગ્રેસ પાસે 6 બેઠકો હતી. એટલે કે આ વખતે ભાજપને 1 અને કોંગ્રેસને 2 બેઠકોનું નુકસાન થયું છે.ભાજપની ભલે રાજ્યસભાની એક બેઠક ઘટી ગઈ, પરંતુ તેના નેતૃત્વ વાળા NDAને આ ચૂંટણીથી કોઈ નુકસાન થતું જોવા મળ્યું નથી. રાજ્યસભાની આ 19 બેઠકોમાંથી NDAએ ગત વખતે 10 બેઠકો જીતી હતી. આ વખતે પણ ભાજપને 8 અને MDA-MNFને 1-1 બેઠક મળી હતી. આ પ્રકારે 10 બેઠકોનો NDAનો આંકડો યથાવત રહ્યો.Newly Elected Rajya Sabha Members To Take Oath In Chamber Of House

Newly Elected Rajya Sabha Members To Take Oath In Chamber Of House