Translate to...

ભાજપના ધારાસભ્ય અતુલ ભાતખલકરનો આરોપ- સુશાંતના કેસમાં મહારાષ્ટ્રના એક યુવા મંત્રીનું નામ સામેલ છે; અમિત શાહને પત્ર મોકલ્યો

ભાજપના ધારાસભ્ય અતુલ ભાતખલકરનો આરોપ- સુશાંતના કેસમાં મહારાષ્ટ્રના એક યુવા મંત્રીનું નામ સામેલ છે; અમિત શાહને પત્ર મોકલ્યોઅભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અતુલ ભાતખલકરે ગંભીર આરોપ લગાવ્યો છે અને આ કેસમાં CBI તપાસની માગ કરી છે. આ અંગે તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને એક પત્ર પણ લખ્યો છે. પત્રમાં ભાતખલકરે લખ્યું છે કે, આવી અફવા હોઈ શકે છે, મુંબઈમાં રહેતા મહારાષ્ટ્ર સરકારના એક યુવા મંત્રીનું હિત આ કેસમાં સંબંધિત હોઈ શકે છે. એટલા માટે લોકોને શંકા છે કે મુંબઈ પોલીસ આ મામલે યોગ્ય રીતે તપાસ કરી રહી નથી.

આ મામલે માહિતી આપતા ભાજપ નેતાએ ટ્વિટર પર એક વીડિયો મેસેજ પણ શેર કર્યો છે. તેમાં તેઓ CBI તપાસની માગ કરી રહ્યા છે.

अभिनेता सुशांत सिंह राजपूत आत्महत्या प्रकरणाच्या तपासात राज्यातील एका युवा मंत्र्याचा दबाव असल्यामुळे मुंबई पोलीस निष्पक्ष चौकशी करू शकत नाहीत. CBI ने तात्काळ हा तपास हाती घेऊन बॉलिवूडमधील माफियांचा पर्दाफाश करावा अशी विनंती मी केंद्रीय गृहमंत्री @AmitShah यांना केली आहे. pic.twitter.com/qkwthvTfeA

— Atul Bhatkhalkar (@BhatkhalkarA) July 31, 2020

પૂર્વ CMએ પણ CBI તપાસની માગ કરી છે અગાઉ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વિધાનસભાના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે પણ આ મુદ્દા પર ટ્વીટ કરતા લખ્યું કે મોટી સંખ્યામાં લોકો ઈચ્છે છે કે સુશાંતના મોતના કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન કરે, પરંતુ રાજ્ય સરકારની ઈચ્છા આવી નથી, આ કિસ્સામાં ઓછામાં ઓછું એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ કેસ દાખલ કરીને પૈસાની હેરાફેરી અને મની લોન્ડરિંગથી સંબંધિત આરોપોની તપાસ કરવી જોઈએ. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી ઘણા સમયથી સુશાંતની આત્મહત્યાના કેસની તપાસની માગ કરી રહ્યા છે. તેમણે પણ શંકા વ્યક્ત કરી છે કે, આ હત્યાનો કેસ હોઈ શકે છે.

જો પરિવાર ઇચ્છે છે, તો આ કેસમાં CBI તપાસ કરવામાં આવશે: બિહાર સરકાર આ કેસની CBI તપાસ કરવાને લઈને બિહારમાંથી લોકો માગ કરી રહ્યા છે. શનિવારે બિહાર સરકારમાં જળ સંસાધન મંત્રી સંજય ઝાના જણાવ્યા પ્રમાણે, સુશાંતનો પરિવાર ઇચ્છે તો ચોક્કસપણે મુખ્યમંત્રી નીતિશ કુમાર CBI તપાસ માટે કહેશે, પરંતુ પરિવારની ઈચ્છા હશે તો જ. ઝાના જણાવ્યા પ્રમાણે, સુશાંતના પિતા કે.કે. સિંહે પટનામાં FRI નોંધાવી છે. બિહાર પોલીસ મુંબઈમાં છે. કેસની તપાસ કરી રહી છે. જે વાત FRIમાં છે તે દિશામાં જ તપાસ આગળ વધી રહી છે. જો સુશાંતના પિતા કહે છે કે, કેસની તપાસ CBI દ્વારા થવી જોઈએ તો મુખ્યમંત્રી ચોક્કસપણે તેના માટે આગળ આવશે.

રામવિલાસ પાસવાને પણ CBI તપાસની માગ કરી છે સુશાંતના કેસમાં કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને પણ CBI તપાસની માગ કરી છે. તેમણા જણાવ્યા પ્રમાણે, આ કેસને લઈને બે રાજ્યો- બિહાર અને મહારાષ્ટ્રની વચ્ચે તકરાર થઈ રહી છે. બીજી તરફ બિહારના ડેપ્યુટી CM સુશીલ કુમાર મોદીએ પણ કહ્યું હતું કે, ભાજપને લાગે છે કે CBI તપાસ થવી જોઈએ. કેમ કે, મુંબઈ પોલીસ બિહારની પોલીસની તપાસમાં અડચણો ઉભી કરી રહી છે.BJP MLA Atul Bhatkhalkar's allegation: Sushant's case involves the name of a young minister from Maharashtra; Sent a letter to Amit Shah