ભરૂચમાં વધુ 22 કેસ નોંધાયા, વડોદરા સેન્ટ્રલ જેલના 18 કેદી કોરોના સંક્રમિત, વધુ બેના મોત

ભરૂચમાં વધુ 22 કેસ નોંધાયા, વડોદરા સેન્ટ્રલ જેલના 18 કેદી કોરોના સંક્રમિત, વધુ બેના મોત



મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, વડોદરા સેન્ટ્રલ જેલમાં વિવિધ ગુનામાં સજા ભોગવતા 17 પાકા કામના કેદી સહિત 18 કેદી કોરોના સંક્રમિત થયા છે. શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 4102 પર પહોંચી ગયો છે. આજે વધુ બે દર્દીના મોત થયા છે. આ સાથે ગત રોજ વધુ 45 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 3233 દર્દી રિકવર થયા છે. ગતરોજ વધુ 2 દર્દીના મૃત્યુ થતાં સત્તાવાર મૃત્યુઆંક 70 થયો છે. જ્યારે ભરૂચ જિલ્લામાં વધુ 22 કેસ નોંધાતા આંક 800ને પાર કરી ગયો છે.

કોરોનાની સારવારમાં વધુ બે દર્દી ના મોત

જુના પાદરા રોડ પર રહેતા 56 વર્ષના દર્દીનું મોતભરૂચના 58 વર્ષના દર્દીનું મોત

180 દર્દીની હાલત ગંભીર વડોદરામાં અત્યારે કુલ 795 એક્ટિવ કેસ છે, જે પૈકી 139 ઓક્સિજન ઉપર અને 41 વેન્ટીલેટર-બી પેપ ઉપર છે અને 615 દર્દીની હાલત સ્થિર છે અને આજે વધુ વધુ 2 દર્દીના મૃત્યુ થતાં સત્તાવાર મૃત્યુઆંક 70 થયો છે.

ભરૂચ જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ 800ને પાર ભરૂચ જિલ્લામાં આજે અત્યાર સુધી કોરોના વાઈરસના 22 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી ભરૂચ જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો આંક 800ને પાર કરી ગયો છે. જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 813 પર પહોંચી ગઈ છે.







પ્રતિકાત્મક તસવીર