કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીને હાલ અમદાવાદમાં આવેલી સિમ્સ હોસ્પિટલમાં આઇસીયુમાં ખસેડવામાં આવ્યા છે. તબિયત લથડતા ઓક્સિજનની જરૂરિયાતમાં વધારો થતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.હાલ તેમની તબિયત સ્થિર છે. આ પહેલા 30મી જૂને પણ કોંગ્રેસ અગ્રણી ભરતસિંહ સોલંકીની વડોદરા હોસ્પિટલમાં તબિયત બગડતા મોડી રાત્રે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પરસોત્તમ રૂપાલાના માતાનો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સિવાય પરેશ ધાનાણીના ભાઈનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. હાલ તેમને અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ભરતસિંહ સોલંકી - ફાઇલ તસવીર