ભચાઉમાં આજે વધુ એકવાર ધરા ધ્રુજી, 4.2ની તીવ્રતાનો આંચકો આવ્યો

ભચાઉમાં આજે વધુ એકવાર ધરા ધ્રુજી, 4.2ની તીવ્રતાનો આંચકો આવ્યોકચ્છના ભચાઉમાં આજે વધુ એકવાર ધરા ધ્રુજી છે. આજે5 વાગીને 11 મિનિટે 4.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જેનું એપિ સેન્ટરભચાઉથી 14 કિલોમીટર નોર્થ ઇસ્ટમાં નોંધાયું છે.

ભચાઉમાં 15 જૂનથી અત્યાર સુધીમાં 4વાર ધરાધ્રુજીઆ પહેલા 14 જૂને ગુજરાતમાં ધરતીકંપ આવ્યા બાદ 15 જૂને બપોરે ભચાઉ આસપાસ ભૂકંપના આંચકા આવ્યા હતા. જેમાં પહેલો આંચકો બપોરના 12 વાગ્યે અને 56 મિનિટે 4.7ની તીવ્રતાનો અને બીજો આંચકો 1 વાગ્યે અને 1 મિનિટે 3.6ની તીવ્રતાનો નોંધાયો હતો. ત્યાર બાદ 18 જૂનની સાંજે 6:02 કલાકે ભચાઉથી 5 કિલોમીટર ઉત્તર-ઉત્તર-પૂર્વમાં વધુ એક 3.6 મેગ્નિટ્યુડનો આંચકો નોંધાયો હતો. જ્યારે 3 જુલાઈએ ભચાઉથી ઉત્તર-પશ્ચિમ દિશાએ સાંજે 7.24 કલાકે 19 કિલો મીટરની ઉંડાઇએ ગાંધીનગરના સિસ્મોલોજી રિસર્ચમાં કંપન નોંધાયું હતું. જો કે આ આંચકાની તીવ્રતા ઓછી હોવાથી લોકોએ અનુભવ્યો નહોતો.Bhachau was once again shaken by a 4.2 magnitude earthquake today