દ્વારકામાં 48 કલાકમાં 25 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આથી ભગવાન કૃષ્ણની નગરી દ્વારકામાં આજે ત્રીજા દિવસે પણ હજી કેડસમા પાણી ભરાયેલા છે. ઘરો અને દુકાનોમાં હજી એકથી 2 ફૂટ સુધી પાણી ભરાયા છે. આથી વેપારીઓનો સામાન પલળી જતા મોટા નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. દ્વારકામાં વરસાદી પાણીમાં ડૂબી જવાથી 26 વર્ષના યુવાનનું મોત નીપજ્યું છે.
વરસાદી પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજ્યુંદ્વારકાના ઇસ્કોનગેટ પાસે વરસાદી પાણીમાં ડૂબી જતા યુવાનનું મોતદ્વારકામાં શનિવારથી ચાર દિવસ સતત વરસાદ વરસતા દ્વારકાના નીચાણવાળા વિસ્તાર તોતાદ્રી મઠ, રૂપેણબંદર, ફુલવાડી, ગુરૂદ્વારા, ઇસ્કોનગેટ જેવા અનેક વિસ્તારોમાં 4થી 5 ફૂટ સુધી હજી વરસાદી પાણી ભરાયેલા છે. ઇસ્કોનગેટ પાસે ભરાયેલા વરસાદી પાણીમાં હિંમતભા હોથીભા સુમણીયા (ઉં.વ. 26) ડૂબી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા પરિવારમાં માતમ છવાય ગયો હતો. દ્વારકા પોલીસ આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુરૂદ્વારા વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાયેલા છેકુદરતી આફતથી લોકો ત્રાહીમામઓખા, આરંભડા અને સુરજકરાડીના મોટા ભાગના વિસ્તારોમાં મેઘમહેર સાથે મેઘ કહેર પણ આવી હતી. શનિવારથી શરૂ થયેલા વરસાદે સોમવાર રાત સુધીમાં તમામ વિસ્તારને પાણી પાણી કરી નાખ્યું હતું. ઉદ્યોગનગર, શક્તિનગર, આંબેડકર સોસાયટી, ધરારનગર, રાધાનગર, જય અંબે સોસાયટી, ગાંધીનગરી જેવા વિસ્તારોમાં ઘરો,દુકાનોમાં 1 થી 3 ફૂટ જેટલા પાણી ભરાયા હતા. રસોડા, પાણીના ટાંકા અને ટોયલેટ-બાથરૂમ બધુ એકમેક થઈ જતા લોકો કફોડી હાલતમાં મુકાયા હતા. કોરોના કાળની કળ વળી નથી ત્યાં આકાશી આફતથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓને નુકસાન પહોંચ્યું છે.
મશીનથી દરિયાઇ માર્ગે કેનાલ બનાવી પાણીનો નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરાઇમશીનથી વરસાદી પાણી નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરાઇઓખા નગરપાલિકાના પ્રમુખ ચેતનભા માણેક અને ચીફ ઓફિસર તથા ટીમ આવા વિસ્તારમાં કાર્યરત થઇ છે. કુદરતના આ વરસાદી કહેરનું સંકટ ખૂબ મોટુ હતું. પાલિકાના મશીનથી પાણીનો પૂરતો નિકાલ કરવા વ્યવસ્થા હાથ ધરાઇ છે.મંગળવારે સાંજ સુધી થોડા અંશે પાણી નીકળ્યા હતા. પરંતુ હવે જો વધુ વરસાદ ન આવે તો પણ સંપૂર્ણ પાણી નીકળતા 2 દિવસ લાગી શકે છે.
(અહેવાલ-તસવીરોઃ સુભાષસિંઘ લોહાનીવાલ, દ્વારકા)
ઘરો અને દુકાનોમાં હજી એકથી બે ફૂટ સુધી પાણી ભરાયેલા છે