ભગવતીપરાના દંપતિએ પત્રકારની ઓળખ આપી વેપારી પાસેથી 3 લાખની માગણી કરી, મહિલા સહિત 4 ઝડપાયા

ભગવતીપરાના દંપતિએ પત્રકારની ઓળખ આપી વેપારી પાસેથી 3 લાખની માગણી કરી, મહિલા સહિત 4 ઝડપાયારાજકોટના થોરાળા પોલીસે બોગસ પત્રકાર દંપતિ સહિત 4 શખ્સને ઝડપી પાડ્યા છે. સંત કબીર રોડ પર પ્લાસ્ટિકની દુકાનમાં જઈ પત્રકારની ઓળખ આપી રિઝવાનાબેનરાઉમા અને ઈમ્તિયાઝ રાઉમાએ વેપારી પાસેથી 3 લાખની માગણી કરી હતી. તમે ગેરકાયદેસર પ્લાસ્ટિકનો માલ વેચો છો સેટિંગ કરો નહીંતર દુકાન સીલ થઈ જશે તેવુ કહીબોગસ ઓળખકાર્ડ બતાવ્યું હતું. જો કે પોલીસે સમગ્ર મામલે આરોપી દંપતિ સહિત 4ને ઝડપી પાડ્યા છે.

પોલીસે બોગસ ID કાર્ડ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરીઆશિષભાઈ ધરજીયા પોતાની દુકાને હતા ત્યારે રિઝવાનાએ પત્રકારની ઓળખ આપી કહ્યું કે તમે ગોડાઉનમાં પ્લાસ્ટિકનો ગેરકાયેસર માલ રાખો છો. તમારા વિરૂદ્ધકાયદેસરની કાર્યવાહી થશે અને દુકાન પણ સીલ થઈ જશે. જે બાદ રિઝવાન તેના પતિ ઈમ્તિયાઝ પાસે લઈ ગઈ હતી. ઈમ્તિયાઝે કહ્યું કે કોર્પોરેશનનો સ્ટાફ આવે તે પહેલા સેટિંગ કરવું હોય તો 5 લાખ રૂપિયા આપવા પડશે. જો કે રકઝક બાદ 3 લાખ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે બાદ વેપારીને શંકા જતા સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસને જાણ કરી દેતા ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો. હાલ પોલીસે રિઝવાનાબેન રાઉમા અને ઈમ્તિયાઝ રાઉમા સહિત 4 શખ્સને ઝડપી પાડ્યા છે અને આરોપી પાસેથીપત્રકારનું બોગસ કાર્ડ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસે ઝડપી પાડેલી બોગસ પત્રકાર ગેંગ