Translate to...

બિહાર સરકારે સુપ્રીમ કોર્ટમાં ઍફિડેવિટ ફાઈલ કરીને કહ્યું- રિયા પૈસા પડાવી લેવા માટે સુશાંતને દવાઓનો ઓવરડોઝ આપતી હતી

બિહાર સરકારે સુપ્રીમ કોર્ટમાં ઍફિડેવિટ ફાઈલ કરીને કહ્યું- રિયા પૈસા પડાવી લેવા માટે સુશાંતને દવાઓનો ઓવરડોઝ આપતી હતી



સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં બિહાર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું કર્યું છે, જેમાં રિયા પર અનેક ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે. બિહાર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે રિયાએ સુશાંતની સંપત્તિ તથા પૈસા પડાવી લેવાનો પ્રયાસ કર્યો હતો.

રાજ્ય સરકારે એમ પણ કહ્યું હતું કે સુશાંતને કોઈ માનસિક બીમારી નહોતી. રિયાએ સુશાંતની બીમારીની એક ખોટી હવા ઊભી કરી હતી. તેને દવાઓનો ઓવરડોઝ આપવામાં આવતો હતો. CBI આ કેસની તપાસ કરી રહી છે. બિહાર પોલીસને મુંબઈ પોલીસની મદદ મળી નહોતી. સુશાંતના પિતા કે કે સિંહે પટનામાં કેસ કર્યો હતો અને પછી બિહાર પોલીસ મુંબઈ તપાસ અર્થે આવી હતી. રિયા ચક્રવર્તી તથા તેના પરિવારના સભ્યો સુશાંતના સંપર્કમાં આવીને તેના પૈસા પડાવી લેવા માગતા હતા.

રિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે કે બિહારમાં તેની પર જે કેસ કરવામાં આવ્યો છે તે મહારાષ્ટ્ર ટ્રાન્સફર કરી દેવામાં આવે. આ અંગે સુપ્રીમમાં પાંચ ઓગસ્ટે સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે ત્રણ દિવસની અંદર બિહાર સરકારને જવાબ આપવાનો આદેશ આપ્યો હતો.

25 જુલાઈએ સુશાંતના પિતાએ કેસ કર્યો હતો 14 જૂનના રોજ સુશાંત સિંહે પોતાના મુંબઈ સ્થિત ફ્લેટમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. 25 જુલાઈના રોજ સુશાંતના પિતાએ પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં કેસ ફાઈલ કર્યો હતો. તેમણે રિયા ચક્રવર્તી, પિતા ઈન્દ્રજીત ચક્રવર્તી, માતા સંધ્યા ચક્રવર્તી, ભાઈ શોવિક ચક્રવર્તી, બે મેનેજર સૌમિલ ચક્રવર્તી, શ્રુતિ મોદી વિરુદ્ધ FIR કરી હતી.

કેસ દાખલ થયા બાદ પટના પોલીસ મુંબઈ ગઈ હતી. જોકે, મુંબઈ પોલીસની મદદ ના મળી હોવા છતાંય પટના પોલીસે પોતાની રીતે તપાસ કરી હતી. ચાર પોલીસ અધિકારીની ટીમની મદદ માટે SP વિનય તિવારી મુંબઈ ગયા હતા પરંતુ તેમને ક્વૉરન્ટીન કરી લેવામાં આવ્યા હતા. ચાર અધિકારીઓની ટીમ ગુરુવાર (છ ઓગસ્ટ)ના રોજ પટના પરત ફરી હતી. વિનય તિવારી આજે (સાત ઓગસ્ટ) પટના પરત ફરશે.

બિહાર સરકારે CBI તપાસની માગણી કરી હતી રાજ્ય સરકારે બુધવાર (પાંચ ઓગસ્ટ)ના રોજ આ કેસની તપાસ CBI કરે તેવી ભલમાણ કરી હતી. CBIએ આ કેસમાં રિયા ચક્રવર્તી તથા તેના માતા-પિતા, ભાઈ, સેમ્યુઅલ મિરાન્ડા તથા શ્રુતિ મોદી વિરુદ્ધ કેસ ફાઈલ કર્યો છે. CBIએ કલમ 306, 341, 342, 420, 406 અને 506 હેઠળ કેસ દાખલ કર્યો છે.







Bihar government files affidavit in Supreme Court, says Rhea was giving Sushant overdose of drugs