બિહાર પોલીસ સુશાંતના ઘરમાં ડેથ સીન ફરીવાર રીક્રિએટ કરશે, મુંબઈ ટીમ પાસેથી ફોરેન્સિક પુરાવા લેશે

બિહાર પોલીસ સુશાંતના ઘરમાં ડેથ સીન ફરીવાર રીક્રિએટ કરશે, મુંબઈ ટીમ પાસેથી ફોરેન્સિક પુરાવા લેશેબિહારમાં સુશાંત સિંહ રાજપૂતના પિતા કે કે સિંહે પોલીસ ફરિયાદ કરી હતી. બિહારની ટીમ શક્ય તેટલા તમામ એન્ગલથી આ કેસથી તપાસ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે કેસની નાનામાં નાની વાતને સમજવા માટે હવે બિહારની ટીમ બાંદ્રા સ્થિત સુશાંતના ઘરમાં ફરી એકવાર ડેથ સીનને રીક્રિએટ કરશે. ટીમ મુંબઈ પોલીસ પાસેથી ફોરેન્સિક પુરાવાઓ લેશે. આ પુરાવા મળ્યા બાદ ડેથ સીન રીક્રિએટ કરશે.

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ પોતાના બાંદ્રા સ્થિત ઘરમાં ગળેફાંસો ખાધો હતો. હાઉસ વર્કરે સૌ પહેલાં સુશાંતની બહેનનો ફોન કર્યો હતો. ત્યારબાદ ડુપ્લીકેટ ચાવી બનાવનાર વ્યક્તિને બોલાવીને રૂમનો દરવાજો ખોલવામાં આવ્યો હતો. રિપબ્લિક ટીવીના અહેવાલ પ્રમાણે હવે બિહાર પોલીસ આ આખા સીનને બીજીવાર રીક્રિએટ કરશે. સુશાંતના મૃત્યુ બાદ રૂમમાંથી મળેલો તમામ સામાન ફોરેન્સિક ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો હતો. આ સામાન હાલમાં મુંબઈ પોલીસ પાસે છે. બિહાર પોલીસ આ તમામ પુરાવાઓનો બીજીવાર ઉપયોગ કરશે.

બિહાર પોલીસે લેખિતમાં આવેદન કર્યું સૂત્રોના મતે, બિહાર પોલીસે બાંદ્રા પોલીસને લેખિત આવેદન આપ્યું છે. આવેદનમાં બિહાર પોલીસે સુશાંતના મોત સમયે લેવામાં આવેલી તસવીરો તથા વીડિયોની માગણી કરી છે. આ સાથે જ પલંગની તસવીર, દરવાજા પર મળેલા ફિંગર પ્રિન્ટ્સ, બેગ, ઈલેક્ટ્રોનિક ગેજેટ, ડિવાઈસ તથા તેના કપડાંની પણ માગણી કરી છે. ડેથ સીનનું રીક્રિએશન ફોરેન્સિક ટીમની હાજરીમાં જ કરવામાં આવશે.

સુશાંત સિંહ રાજપૂતનું ઘર

બાંદ્રા પોલીસ સ્ટેશનને આપેલા નિવેદનમાં સુશાંતના હાઉસ હેલ્પરે કહ્યું હતું કે 14 જૂને પણ સુશાંત રોજ ઊઠે છે તે જ રીતે ઊઠ્યો હતો. દાડમનો જ્યૂસ પીને થોડીવાર માટે વીડિયો ગેમ રમી હતી. પછી તે પોતાના રૂમમાં જતો રહ્યો હતો. લંચમાં શું બનાવવું તે માટે તેણે સુશાંતના રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. જોકે, કોઈ અવાજ કે પ્રતિક્રિયા આવી નહોતી. લાંબા સમય સુધી રાહ જોયા બાદ હેલ્પરે સુશાંતની બહેનને ફોન કર્યો હતો. આ બહેન મુંબઈમાં જ રહે છે. ત્યારબાદ નવી ચાવી બનાવનારને બોલાવામાં આવ્યો હતો અને દરવાજો ખોલવામાં આવ્યો હતો. દરવાજો ખોલ્યો તો સુશાંત પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો.Bihar police to recreate death scene at Sushant's house again, take forensic evidence from Mumbai team