Translate to...

બિહાર અને મહારાષ્ટ્ર વચ્ચે વિખવાદઃ નીતીશે કહ્યું, ‘અમારા અધિકારી સાથે ગેરવર્તન’

બિહાર અને મહારાષ્ટ્ર વચ્ચે વિખવાદઃ નીતીશે કહ્યું, ‘અમારા અધિકારી સાથે ગેરવર્તન’બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહના મોત મામલે બિહાર અને મુંબઈ પોલીસ સામ-સામે આવી ગઇ છે. આ સ્થિતિ બિહારથી મુંબઈ પહોંચેલા પોલીસ અધિકારી વિનય તિવારીને બળજબરીપૂર્વક ક્વૉરન્ટાઈન કરવાથી સર્જાઈ હતી. સીએમ નીતીશકુમારે કહ્યું કે અમારા અધિકારી સાથે યોગ્ય વર્તન કરાયું નથી. બિહાર પોલીસ ફક્ત તેનું કામ કરી રહી છે. જ્યારે ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ કહ્યું કે બિહાર પોલીસ બીએમસી કમિશનરને વિરોધપત્ર મોકલશે.

‘રિયાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થવાના પૂરાવા નથી મળ્યાં’ બીજી બાજુ પહેલી વખત આ મામલે મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહે કહ્યું કે સુશાંતના પરિજનોએ પોતાના નિવેદનમાં પહેલાં કોઇની સામે શંકા વ્યક્ત કરી નહોતી. આપઘાત પૂર્વે સુશાંત આશરે બે કલાક સુધી પોતાનું નામ અને પોતાના વિશે ગૂગલ પર સર્ચ કર્યુ હતું. તે ઉપરાંત તે બાઈપોલર, પીડા વગર મૃત્યુ જેવા મુદ્દાઓને સર્ચ કરતો રહ્યો હતો. તેમણે કહ્યું કે રિયા ચક્રવર્તીના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયાના કોઈ પુરાવા મળ્યા નથી. તેમણે ઈશારામાં કહ્યું કે અમને ખબર નથી કે બિહાર પોલીસ કયા કાયદા હેઠળ એક્સ્ટ્રા ટેરિટોરિયલ તપાસ કરી રહી છે. એસ.પી.તિવારી અંગે કમિશનરે કહ્યું કે આ બીએમસીનો મુદ્દો છે. જ્યારે બીએમસીએ કહ્યું કે અમે નિયમો હેઠળ એસ.પી.ને ક્વૉરન્ટાઈન કર્યા છે. રાજ્યના ગૃહમંત્રી પોતાની પોલીસને ટેકો આપતાં તપાસને યોગ્ય દિશામાં ગણાવી હતી.

મૃત્યુ પહેલાં પાર્ટી: સુશાંતના ઘરે કોઈ પાર્ટી થઈ નહોતી, નેતાના સામેલ થવાની વાત પણ ખોટી સુશાંતના ઘરે 13-14 જૂને પાર્ટી થયાની વાત અત્યાર સુધી થયેલી તપાસમાં સામે નથી આવી. અમે તેના ફ્લેટના સીસીટીવી કબજે લીધા છે. તેમાં કોઈ નેતાના સામેલ થવાની જે વાત સોશિયલ મીડિયા પર ચાલી રહી છે, તે ખોટી છે.

રાજકારણ: બિહાર વિધાનસભામાં સુશાંતના ભાઈએ ફરી સીબીઆઈ તપાસની માગ કરી બિહારમાં વિધાનસભાના મોનસૂન સત્રમાં સુશાંતના પિતરાઈ ભાઈ અને ધારાસભ્ય નીરજકુમાર સિંહ બબલુએ કહ્યું કે બિહાર પોલીસની સાથે જે રીતે ગેરવર્તણૂક થઈ છે તે સૌની સામે છે. તે તપાસમાં સતત અવરોધ પેદા કરે છે. આ મામલે સીબીઆઈ તપાસ થવી જોઈએ. તેજસ્વી યાદવે નીરજના નિવેદનને ગૃહમાં ટેકો આપ્યો હતો.

દાવો: સુશાંતના પિતાએ કહ્યું - સુશાંતે 25 ફેબ્રુઆરીએ જ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી સુશાંતના પિતા કે.કે.સિંહે સોમવારે દાવો કર્યો કે 25 ફેબ્રુઆરીએ મેં બાન્દ્રા પોલીસમાં ફરિયાદ કરી હતી કે મારા દીકરાના જીવને ખતરો છે. 14 જૂને દીકરાએ જીવ ગુમાવ્યો તો અમે પોલીસને ફેબ્રુઆરીમાં કરાયેલી ફરિયાદ પર કાર્યવાહી કરવા કહ્યું પણ 40 દિવસ વીતી જવા છતાં આરોપીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરાઈ નથી. ત્યાર પછી મારે પટણામાં એફઆઈઆર નોંધાવવી પડી. અપરાધીઓ ભાગી રહ્યા છે, આપણે બધાએ હવે પટણા પોલીસની મદદ કરવી જોઈએ.

રિયાની બે વખત પૂછપરછ કરાઈ મુંબઈ પોલીસ કમિશનરે જણાવ્યું કે આ મામલે અત્યાર સુધી 56 લોકોનાં નિવેદન લેવાયાં હતાં. રિયાની બે વખત પૂછપરછ કરાઈ હતી. તપાસમાં અભિનેતાના ઘરે હાજર તમામ લોકોનાં નિવેદન 16 જૂને લેવાયાં હતાં. તેમાં તેની બહેન અને પિતા સામેલ હતાં. તેના બનેવી સિદ્ધાર્થ અને ઓ.પી.સિંહનું પણ નિવેદન લેવાયું હતું. કોઈએ પોતાના નિવેદનમાં શંકા વ્યક્ત કરી નહોતી. કમિશનરે કહ્યું કે તેમની બહેનોને ફરીવાર પૂછપરછ માટે બોલાવાઈ હતી પણ તેઓ આવી નહોતી. સુશાંતની પૂર્વ મેનેજર દિશા સાલિયાન પહેલાથી કોઈ તણાવમાં હતી. તેની તપાસ રહી છે કે સાલિયાનના મૃત્યુ સાથે પોતાનું નામ સંકળાવાના પ્રયાસને લીધે શું સુશાંત તણાવગ્રસ્ત હતો.

સુશાંતના ખાતામાં, હાલ 4 કરોડ જ છે સુશાંતનું બેન્ક ખાતું કોટક મહેન્દ્રામાં છે, જેમાં 18 કરોડ રૂપિયા હતા. તેમાં હાલ 4 કરોડ રૂપિયા છે. અમે તેના સીએ, બેન્ક ઓફિસથી પૂછપરછ કરી હતી. પૈસા કોના ખાતામાં ગયા તેની તપાસ કરાઇ રહી છે.નીતીશ કુમાર - ફાઇલ તસવીર