Translate to...

બાળકો ઓનલાઈન અને TV સામે ભણતા નથી, આંખો ખરાબ થતી હોવાના વાલીના આક્ષેપ

બાળકો ઓનલાઈન અને TV સામે ભણતા નથી, આંખો ખરાબ થતી હોવાના વાલીના આક્ષેપ




ઓનલાઈન શિક્ષણનું આયોજન સુંદર પણ ગ્રાઉન્ડ રિપોર્ટ ઝીરો હોવાનું કહી શકાય છે. સુરતથી લગભગ 22 કિલો મીટર દૂર આવેલા દેલાડ ગામમાં ઓનલાઇન શિક્ષણનો વાલીઓએ વિરોધ કરી રહ્યા છે. દાંડી યાત્રા દરમિયાન 3 દિવસ અને 2 રાત્રીનું રોકાણ કરનાર મહાત્મા ગાંધીજીના આ ગામમાં 4 હજારની વસ્તીમાં લગભગ 80 ટકા લોકો ટેક્સટાઈલ અને ખેત મજૂરી સાથે સંકળાયેલા છે. 250 જેટલા બાળકો છે. જે એક ખાનગી અને બીજી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. ગામના ગરીબ બાળકોને ઓનલાઇન શિક્ષણ બાબતે પૂછવામાં આવ્યું તો કેટલાક જવાબ શુદ્ધા પણ આપી ન શક્યા અને કેટલાક બાળકો ફળિયામાં રમતા દેખાયા હતા.

એક જ TV સેટ હોવાથી અન્ય બાળકોને શિક્ષણ મળી શકતું નથી

બાળકો ઓનલાઈન ભણતા નથીએક ધોરણ 6ની વિદ્યાર્થીનીએ કહ્યું, TV પર ઓનલાઇન ભણવાની મજા આવે છે. જ્યારે વાલીઓ કહેતા હતા કે, બાળક ઓન લાઇન TV કે, મોબાઈલ પર ભણતા જ નથી અને તેમની આંખ ખરાબ થઈ રહી છે. એટલે ટ્યુશનમાં મોકલીને અભ્યાસ કરાવવા મજબૂર છે. જ્યારે એક વાલીએ કહ્યું કે, ઓનલાઈન શિક્ષણમાં અમને લઈ ખબર પડતી નથી. તો બાળકને શું ખબર પડતી હશે. એના કરતાં વ્યવસાય જેવા કે, હીરા ઉદ્યોગ અને કાપડ માર્કેટ જો શરુ થઇ શકતા હોય તો જે ગામડાઓમાં કોરોના પોઝિટિવનો એક પણ કેસ નથી એવા ગામડાઓમાં શાળાઓ ચાલુ કરી દેવી જોઈએ, ત્રણ મહિનાની ફી તો લઈ રહ્યા છે અને શિક્ષકો બાળકોને લેશન આપી વાલીઓને કહે છે આ લેશન કરવી દેજો એટલે એ નાપાસ નહીં થાય, ગામડાઓની આવી પરિસ્થિતિ વચ્ચે 67 વિદ્યાર્થીઓવાળી પ્રાથમિક શાળાના આચાર્ય કહે છે અમે ઓન લાઇન શિક્ષણ પર નજર રાખી રહ્યા છે.

શાળા દ્વારા બાળકોના ગ્રુપ બનાવીને પણ અભ્યાસ કરાવવામાં આવતો હોવાનો દાવો કરાયો છે

તમામ દાવાઓ પોકળપ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું ધોરણ વાઇઝ ગ્રુપ બનાવ્યું છે, અભ્યાસને લાગતા વીડિયો બનાવી સોસીયલ મીડિયાના માધ્યમથી આપી રહ્યા છે, રોજના મેસેજ અને અભ્યાસનું ટાઈમ ટેબલ મોકલીએ છીએ, 2 - 3 દિવસના અંતરે ફળિયામાં ફરીને શિક્ષકો બાળકો ને સમજ ન પડતા હોય એવા વિષયના સવાલનું નિરાકરણ કરી આપે છે, વાલીઓ સાથે ટેલિફોનિક સંપર્ક કરીયે છે અને બાળકો ના અભ્યાસની માહિતી લઈએ છીએ, આ પ્રકાર ના કાર્યક્રમો કરતા હોવાનો પ્રાથમિક શાળાએ દાવો કર્યો છે જોકે આ તમામ દાવાઓ ગામના ખેડૂત, વેપારી અને ગરીબ પરિવારે પોકળ સાબિત કર્યા હોય એ કહી શકાય છે.







ઓનલાઈન અભ્યાસમાં વિદ્યાર્થીઓને મજા આવે છે પરંતુ વાલીઓ કહે છે બાળકો અભ્યાસ કરતાં જ નથી.