લેબનોનની રાજધાની બેરુતમાં મંગળવારે બ્લાસ્ટમાં મૃતકોનજ સંખ્યા 157 થઈ ગઈ છે. નિયમો તોડવા બદલ બેરુત બંદરના 16 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. મિલિટ્રી કોર્ટમાં એક તપાસ કમિટી બનાવવામાં આવી છે. આ કેસ અંગેની તપાસ માટે સૂચનો સૂચવવામાં આવ્યા છે. કમિટી 4 દિવસમાં શરૂઆતી રિપોર્ટ કોર્ટને સોંપશે. આ દરમિયાન, સ્વીડન અને ફ્રાંસે લેબનોનને ઘટનાની તપાસમાં મદદ કરવાનો ભરોસો આપ્યો છે.
18 લોકોની પૂછપરછ
મંગળવાર થયેલા ધમાકાની ઝડપથી તપાસ થઈ રહી છે. 18 લોકોની પૂછપરછ કરવામાં આવી છે. મિલિટ્રી કોર્ટના જજ ફાદી અકીકીના આદેશ પર 16 લોકોની ધરપકડ થઈ છે.કોર્ટે તપાસ કમિટી પાસેથી 4 દિવસમાં શરૂઆતી રિપોર્ટ માંગ્યો છે.સરકાર દ્વારા પૂછવામાં આવ્યું છે કે કોની બેદરકારીના લીધે 2750 ટન એમોનિયમ નાઈટ્રેટ પોર્ટ પર 7 વર્ષ સુધી કન્ટેનર્સમાં રહ્યું હતું. પોર્ટ મીનિસ્ટ્રીથી પૂછવામાં આવ્યું છે કે શું તેના માટે પરવાનગી લેવામાં આવી હતી. તેનો ઉપયોગ ક્યા કરવાનો હતો?સરકાર ડબલ મુશ્કેલીમાં
વિસ્ફોટ બાદ લેબેનોનની સરકાર મુશ્કેલીમાં છે. તેની સામે રાજધાની બેરુત સહિત દેશના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.ગુસ્સે ભરાયેલા લોકોનો આરોપ છે કે સરકારની નિષ્ફળતા અને બેદરકારીને કારણે બેરુત પોર્ટ પર બ્લાસ્ટ થયો હતો.તેથી, સમગ્ર મંત્રીમંડળે રાજીનામું આપવું જોઈએ. કેટલાક શહેરોમાં વિરોધીઓએ દુકાનોને આગ લગાવી દીધી હતી.ફ્રાન્સ અને સ્વીડન મદદ કરશે
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને લેબનોન સરકારને તપાસમાં મદદની ઓફર કરી છે. સ્વીડને પણ મદદ માટે હાથ આગળ વધાર્યો છે.માનવામાં આવી રહ્યું છે કે બંને દેશોના નિષ્ણાતો ટૂંક સમયમાં બેરુતમાં પહોંચશે. મેક્રોને લેબનોન સરકારને મદદની ઓફર સાથે સલાહ પણ આપી હતી.કહ્યું- લેબનોનમાં પરિસ્થિતિ ટૂંક સમયમાં સુધરવાની જરૂર છે. પરંતુ, જ્યાં સુધી અહીંની સરકાર અને નેતાઓ સુધારા પ્રત્યે ગંભીર અભિગમ નહીં લાવે, ત્યાં સુધી આ થઈ શકશે નહીં.વિસ્ફોટ બાદ ગુસ્સે ભરાયેલા લોકો રાજધાની સહિત દેશના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમનો આરોપ છે કે સરકારની નિષ્ફળતા અને બેદરકારીને કારણે બ્લાસ્ટ થયો હતો.