બ્રોડ 5 વર્ષમાં ફાસ્ટ બોલર તરીકે સૌથી વધુ 66 ટેસ્ટ રમ્યો, તેના પછી કોઈનું આ સ્તરે પહોંચવું અઘરું કારણકે T-20 લીગ પ્રાથમિકતા

બ્રોડ 5 વર્ષમાં ફાસ્ટ બોલર તરીકે સૌથી વધુ 66 ટેસ્ટ રમ્યો, તેના પછી કોઈનું આ સ્તરે પહોંચવું અઘરું કારણકે T-20 લીગ પ્રાથમિકતા



ઇંગ્લેન્ડના ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડે ટેસ્ટમાં 500 વિકેટ પૂર્ણ કરી છે. 500 વિકેટ લેનાર તે વિશ્વનો ચોથો ઝડપી બોલર બન્યો છે. તેના પછી કોઈપણ ફાસ્ટ બોલર માટે 500 વિકેટના માઇલસ્ટોન સુધી પહોંચવું સરળ નહિ હોય. આજે T-20ને વધુ પસંદ કરવામા આવી રહી છે અને દુનિયાભરમાં T-20 લીગ રમાઈ રહી છે. જોકે બ્રોડે માત્ર ટેસ્ટને જ પ્રાથમિકતા આપી છે.

બ્રોડે 2015 વર્લ્ડ કપ પછી 66 ટેસ્ટ રમ્યો છે. તેણે માત્ર 2 વનડે મેચ રમી હતી. એકપણ T-20 રમ્યો નથી. IPLમાં ઘણા પૈસા હોવા છતાં બ્રોડ અને એન્ડરસન તેનાથી ઘણા દૂર છે. બંનેને અંગ્રેજી બોર્ડ તરફથી સેન્ટ્રલ કોન્ટ્રાકટ મળ્યો છે અને અહીં ટેસ્ટને પ્રાથમિકતા આપવામાં આવે છે.

છેલ્લા 5 વર્ષમાં ફાસ્ટર તરીકે સૌથી વધુ ટેસ્ટ

ખેલાડી દેશ ટેસ્ટ વિકેટ સ્ટુઅર્ટ બ્રોડ ઇંગ્લેન્ડ 66 237 બેન સ્ટોક્સ ઇંગ્લેન્ડ 60 134 જેમ્સ એન્ડરસન ઇંગ્લેન્ડ 54 209 જોસ હેઝલવુડ ઓસ્ટ્રેલિયા 48 183 કગીસો રબાડા દક્ષિણ આફ્રિકા 43 197

5 વર્ષમાં સૌથી વધુ ટેસ્ટ રમનાર દેશ

ટીમ મેચ જીત હાર ઇંગ્લેન્ડ 73 34 30 ઓસ્ટ્રેલિયા 57 31 19 ભારત 55 35 11 શ્રીલંકા 54 21 25 દ.આફ્રિકા 49 21 21

ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ

ખેલાડી વિકેટ મુથૈયા મુરલીધરન 800 શેન વોર્ન 708 અનિલ કુંબલે 619 જેમ્સ એન્ડરસન 589 ગ્લેન મેકગ્રા

563

કર્ટની વોલ્શ 519 સ્ટુઅર્ટ બ્રોડ 501

બ્રોડ પછી ઇશાંત

બ્રોડ પછી એક્ટિવ ફાસ્ટ બોલર્સની વાત કરીએ તો ભારતના ઇશાંત શર્માનું નામ આવે છે. ઇશાંત 13 વર્ષના કરિયરમાં 97 ટેસ્ટમાં 297 વિકેટ ઝડપી ચૂક્યો છે.

બ્રોડ સૌથી ઓછા બોલમાં 500 વિકેટ લેનાર બોલર્સની સૂચિમાં ત્રીજા સ્થાને

ગ્લેન મેકગ્રા- 25,528 બોલમાંજેમ્સ એન્ડરસન- 28150 બોલમાંસ્ટુઅર્ટ બ્રોડ- 28430 બોલમાંકર્ટની વોલ્શ- 28833 બોલમાંમુથૈયા મુરલીધરન- 29511 બોલમાંશેન વોર્ન- 30200 બોલમાંઅનિલ કુંબલે- 32959 બોલમાં

ટેસ્ટમાં બ્રોડના શિકાર:

વિકેટ નંબર 1- ચમિન્ડા વાસવિકેટ નંબર 100- પ્રસન્ના જયવર્દનેવિકેટ નંબર 200- ક્રિસ રોજર્સવિકેટ નંબર 300- સ્ટીવ સ્મિથવિકેટ નંબર 400- બીજે વોટલિંગવિકેટ નંબર 500- ક્રેગ બ્રેથવેટ





બ્રોડે વેસ્ટ ઇન્ડીઝ સામેની અંતિમ ટેસ્ટમાં માન્ચેસ્ટર ખાતે 10 વિકેટ ઝડપી. તેણે પ્રથમ ઇનિંગ્સમાં 6 અને બીજી ઇનિંગ્સમાં 4 ખેલાડીને આઉટ કર્યા હતા.