બ્રિટને કહ્યું- ભારત માટે અગત્યનો કેસ, પણ ક્યારે સોંપણી થશે તે નક્કી નહિ

બ્રિટને કહ્યું- ભારત માટે અગત્યનો કેસ, પણ ક્યારે સોંપણી થશે તે નક્કી નહિભાગેડૂ આરોપી વિજય માલ્યાને ક્યારે ભારતને સોંપવામા આવશે તે હજુ ચોક્કસપણે કહી શકાય તેમ નથી. બ્રિટિશ હાઇ કમિશ્નર સર ફિલિપ બાર્ટને ગુરૂવારે કહ્યું કે બ્રિટન સરકાર વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટે સમયસીમા નિર્ધારિત ન કરી શકે. જોકે તેમણે ભરોસો આપ્યો હતો કે ગુનેગાર તેમના દેશની બહાર ક્યાંય નહીં જાય. એક ઓનલાઇન મીડિયા બ્રીફીંગ દરમિયાન બાર્ટનને સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું માલ્યાએ બ્રિટનમાં શરણ માંગી છે? તેના જવાબમાં બાર્ટને કહ્યું કે તેમની સરકાર આ પ્રકારના મુદ્દાઓ અંગે ટિપ્પણી કરતી નથી. બ્રિટિશ સરકાર અને કોર્ટ તેમની ભૂમિકાઓ અંગે બિલકુલ સ્પષ્ટ છે.

બાર્ટને કહ્યું- બ્રિટિશ સરકાર અને કોર્ટ તેમની ભૂમિકાથી પરિચિત છે. અમે એ નિર્ધારિત કરીએ છીએ કે ગુનેગાર દેશની સીમાઓ પાર કરીને ન્યાયપ્રક્રિયાથી ભાગી ન જાય. માલ્યાનું પ્રત્યાર્પણ એક કાયદાકીય કેસ છે, જે ચાલી રહ્યો છે. બ્રિટનની સરકાર પાસે તે અંગે કંઇ નવું કહેવા જેવું નથી. સરકારને એ પણ ખબર છે કે ભારત માટે આ કેસ કેટલો અગત્યનો છે.

ભારતે કહ્યું હતું- માલ્યાને શરણ આપવા અંગે વિચાર ના કરોગત મહિને ભારતે બ્રિટનને અપીલ કરી હતી કે જો માલ્યા શરણ માંગે તો તેના પર કોઇ વિચાર કરવામા ન આવે કારણ કે ભારતમાં તેને પ્રતાડિત કરવામા આવશે તેના કોઇ આધાર નથી.

આ પહેલા પણ બ્રિટન સરકારે સંકેત આપ્યા હતા કે માલ્યાની તાત્કાલિક પ્રત્યાર્પણની શક્યતા ઓછી છે. તેના ઘણા કાયદાકીય મુદ્દાઓ છે જેનો નિવેડો આવે તે જરૂરી છે.

9 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપમાલ્યા પર ભારતીય બેન્કોથી 9 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપ છે. તે માર્ચ 2016માં લંડન ભાગી ગયો હતો. પ્રત્યાર્પણ વોરન્ટ પર એપ્રિલ 2017માં માલ્યાની લંડનમાં ધરપકડ થઇ હતી પરંતુ તે જામીન પર મુક્ત થઇ ગયો હતો.

માલ્યા કેસના મુખ્ય અપડેટ2 માર્ચના વિજય માલ્યા ભારતથી ભાગીને લંડન પહોંચ્યો.21 ફેબ્રુઆરી 2017ના ગૃહ સચિવે માલ્યાના પ્રત્યાર્પણ માટે બ્રિટનમાં અરજી કરી.18 એપ્રિલ 2017ના વિજાય માલ્યાની લંડનમાં ધરપકડ કરવામા આવી. જોકે તેને તે દિવસેજ જામીન મળી ગયા હતા.24 એપ્રિલ 2017ના માલ્યાનો ભારતીય પાસપોર્ટ રદ્દ કરવામા આવ્યો હતો.2મે 2017ના તેણે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામુ આપ્યું.13 જૂન 2017ના વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ મેનેજમેન્ટ અને પ્રત્યાર્પણની સુનાવણી થઇ.10 ડિસેમ્બર 2018ના વેસ્ટમિનિસ્ટર કોર્ટના મુખ્ય મેજિસ્ટ્રેટ એમ્મા અર્બુથનોટે પ્રત્યાર્પણ આપ્યું અને ફાઇલ ગૃહ સચિવને મોકલી આપી.3 ફેબ્રુઆરી 2019ના ગૃહ સચિવે માલ્યાને ભારત પ્રત્યાર્પિત કરવાનો આદેશ આપ્યો.5 એપ્રિલ 2019ના ઇંગ્લેન્ડ અને વેલ્સની હાઇકોર્ટના ન્યાયાધીશ ડેવિડે અપીલ કરવા માટે દસ્તાવેજો પર મંજૂરી આપવાથી ઇનકાર કર્યો.2 જુલાઇ 2019ના મૌખિક સુનાવણીમાં જસ્ટિસ લેગટ અને જસ્ટિસ પોપપ્વેલે માલ્યાને અપીલ ફાઇલ કરવા માટે મંજૂરી આપી.20 એપ્રિલ 2020ના માલ્યાની અપીલ ફગાવી દેવાઇ. પ્રત્યાર્પણના અંતિમ નિર્ણય માટે કેસને બ્રિટનના ગૃહ સચિવ પાસે મોકલવામા આવ્યો."It's an important case for India, but we don't know when it will be handed over," he told Britain