બ્રહ્માસ્ત્રનું શૂટિંગ ઓક્ટોબરથી શરૂ થઇ શકે છે, 26 દિવસનું બાકી શેડ્યુઅલ રણબીર અને આલિયા બબ્બે શિફ્ટમાં શૂટ કરશે

બ્રહ્માસ્ત્રનું શૂટિંગ ઓક્ટોબરથી શરૂ થઇ શકે છે, 26 દિવસનું બાકી શેડ્યુઅલ રણબીર અને આલિયા બબ્બે શિફ્ટમાં શૂટ કરશેફેન્ટસી ડ્રામા બ્રહ્માસ્ત્રનું શૂટિંગ ઓક્ટોબરથી ફરી શરૂ થઇ શકે છે. ડિરેક્ટર અયાન મુખર્જીએ ફિલ્મના 26 દિવસના બાકી શેડ્યુઅલને બે શિફ્ટમાં શૂટ કરવાનો પ્લાન બનાવ્યો છે. આ માટે રણબીર કપૂર અને આલિયા ભટ્ટે બબ્બે શિફ્ટમાં શૂટિંગ કરવું પડશે. ફિલ્મનું શૂટિંગ લોકડાઉનને કારણે માર્ચથી અટકી ગયું છે.

ડિસેમ્બર સુધી ફિલ્મ પૂરી કરવા ઈચ્છે છેમિડ ડેના સમાચાર મુજબ અયાને શૂટ શેડ્યુઅલને બે ભાગમાં વહેંચી દીધું છે. તે ગોરેગાંવ ફિલ્મ સિટીમાં બે સેટ બનાવશે. તેમાં એક ક્રોમ બેઝ્ડ હશે. અયાને સવારે 9થી બપોરના 2 વાગ્યા સુધી અને સાંજે 4 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી 5-5 કલાકની શિફ્ટ નક્કી કરી છે. કરણ જોહર ફિલ્મને જૂન 2021 સુધી રિલીઝ કરવા ઈચ્છે છે માટે અયાન ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બર સુધીમાં પૂરી કરવાની તૈયારી કરી રહ્યા છે.

View this post on Instagram

Beginnings. Tel Aviv, Israel... Beginning of 2018, and the beginning of many things... We were in Tel Aviv to prepare for our first shooting schedule with a very special member of our team, and it marked the beginning of Ranbir and Alia working together for the movie and getting to know each other... Brahmāstra has come with a lot of travel, to find creative collaborations everywhere in the world... something I hope will add greatly to the film eventually