Translate to...

બોપલ-ઘુમાનો બોડકદેવ, સરખેજ અને મકતમપુરામાં જ્યારે ચિલોડા-કઠવાડાનો નિકોલ-નરોડા વોર્ડમાં સમાવેશ થશે

બોપલ-ઘુમાનો બોડકદેવ, સરખેજ અને મકતમપુરામાં જ્યારે ચિલોડા-કઠવાડાનો નિકોલ-નરોડા વોર્ડમાં સમાવેશ થશે



અમદાવાદ મહાનગરપાલિકાના નવા સીમાંકનમાં બોપલ- ઘુમા નગરપાલિકા, બે ગ્રામપંચાયત અને 9 ગ્રામપંચાયતના રેવન્યુ સર્વે નંબરનો સમાવેશ કર્યો છે. જેથી હવે 60 ચોરસકિલોમીટર જેટલો વિસ્તાર અમદાવાદમાં વધ્યો છે પરંતુ વોર્ડ અને કાઉન્સિરોની સંખ્યામાં કોઈ જ વધારો કરવામાં આવશે. 48 વોર્ડ અને 192 કાઉન્સિર જ રહેશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે માહિતી આપી હતી કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા સીમાંકનમાં જે વિસ્તાર વધ્યા છે તે જે તે વોર્ડના વિસ્તારમાં ઉમેરવામાં આવશે.

10થી વધુ વોર્ડમાં મતદારો વધી જશેનવા સીમાંકન મુજબ બોપલ- ઘુમા નગરપાલિકાનો કોર્પોરેશનમાં સમાવેશ થતા બોપલ અને ઘુમાને બોડકદેવ, સરખેજ, વેજલપુર, મકતમપુરા અને થલતેજ વોર્ડમાં સમાવેશ કરી દેવાશે. બીજી તરફ ચિલોડા અને કઠવાડા ગ્રામપંચાયત અને અન્ય રેવન્યુ સર્વે નંબર વધતા વટવા, સૈજપુર બોઘા, નરોડા, લાંભા, રામોલ- હાથીજણ વોર્ડમાં સમાવેશ કરાશે. જેથી 48 વોર્ડમાંથી 10થી વધુ વોર્ડમાં મતદારો વધી જશે.







bopal-ghuma will be included in bodakdev, sarkhej and maktampura ward of amc