Translate to...

બંને ટીમો વચ્ચે ઓક્ટોબરમાં T-20 વર્લ્ડ કપ પહેલા પ્રેક્ટિસ તરીકે 3 T-20ની સીરિઝ થવાની હતી

બંને ટીમો વચ્ચે ઓક્ટોબરમાં T-20 વર્લ્ડ કપ પહેલા પ્રેક્ટિસ તરીકે 3 T-20ની સીરિઝ થવાની હતી
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)એ કોરોનાવાયરસને કારણે વેસ્ટ ઈન્ડિઝ સામેની 3 T-20 સીરિઝ સ્થગિત કરી છે. ઓક્ટોબરમાં T-20 વર્લ્ડ કપ પહેલા આ સિરીઝ થવાની હતી. T-20 વર્લ્ડ કપ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન ઓસ્ટ્રેલિયામાં યોજાવાનો હતો, જેને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા ગયા મહિને એક વર્ષ માટે મોકૂફ રાખવામાં આવ્યો હતો.

બંને દેશો વચ્ચે ત્રણેય મેચ 4, 6 અને 9 ઓક્ટોબરે યોજાવાની હતી. આ સાથે ગયા મહિને દક્ષિણ આફ્રિકાએ પણ સપ્ટેમ્બરમાં યોજાનારી વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ મોકૂફ રાખ્યો હતો. બંને દેશ 2 ટેસ્ટ અને 5 T-20ની શ્રેણી રમવાના હતા.

ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝના ખેલાડીઓ IPL રમી શકશે

ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની શ્રેણી મોકૂફ થતાં હવે બંને ટીમોના ખેલાડીઓ IPLમાં રમી શકશે.આ વખતે IPL 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી UAEમાં થશે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ રવિવારે તેની જાહેરાત કરી છે.આ લીગમાં ઓસ્ટ્રેલિયાના 13 ખેલાડીઓ છે. તેનાથી ઓસ્ટ્રેલિયા બોર્ડને 11.45 કરોડનો ફાયદો થશે. વેસ્ટ ઇન્ડીઝ બોર્ડને પણ 3.5 કરોડ રૂપિયા મળશે.

કાંગારૂ ઘરઆંગણે વિન્ડિઝ સામે 4, 6 અને 9 ઓક્ટોબરે T-20 રમવાનું હતું.