Translate to...

બે નર્સ, કેટરર્સ સંચાલક, વકીલ તેમજ કલેક્ટર કચેરીના કર્મચારી સહિત 79 વ્યક્તિ પોઝિટિવ
રાજકોટમાં શુક્રવારે 788 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં કોરોનાના નવા 79 કેસ સામે આવ્યા છે આ ઉપરાંત 8નાં મોત નીપજ્યા છે જેમાં 7 રાજકોટના જ્યારે 1 અન્ય જિલ્લાના છે. નવા કેસની સાથે રિકવર થતા લોકોની પણ સંખ્યા વધી રહી છે અને એક સાથે 63ને ડિસ્ચાર્જ કરાયા છે. રાજકોટમાં શનિવારે જે પોઝિટિવ કેસ આવ્યા તેમાં કેટલાક એવા પણ દર્દીઓ છે જે લોકોને ઘણા મળતા રહે છે. જેમ કે મનપાએ છોટુનગરમાં શાકભાજીના ફેરિયા માટે કેમ્પ કર્યો તેમાં 5 શાકભાજીવાળા પોઝિટિવ આવ્યા છે.

જિલ્લામાં ડેથ ઓડિટ ચાલે છે આ ઉપરાંત કેન્સર હોસ્પિટલના 3 નર્સને કોરોના લાગુ થયો છે. આ નર્સ હોસ્પિટલના ઉપરના માળના ક્વાર્ટરમાં જ રહેતા હોવાથી બહારની હિસ્ટ્રી મળી નથી. આ સિવાય એક વકીલ, કેટરર્સ સંચાલક અને કલેક્ટર કચેરીના વધુ એક કર્મચારીને પોઝિટિવ આવ્યો છે. આ સાથે શહેરમાં પોઝિટિવની સંખ્યા 1178 થઈ છે જ્યારે જિલ્લામાં 659 સહિત 1837 કેસ નોંધાયા છે તેની સામે રિકવરની સંખ્યા પણ વધી રહી છે. મનપાના ચોપડે કુલ મોત 15 નોંધાયા છે જ્યારે જિલ્લામાં હજુ ડેથ ઓડિટ ચાલી રહ્યું હોઈ તેના આંકડા જાહેર કરાયા નથી. જિલ્લા આયોજન મંડળમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા બુંદેલાને કોરોના પોઝિટિવ આવતા સિવિલમાં દાખલ કરાયા છે.

સૌરાષ્ટ્રના છ જિલ્લામાં 152 વ્યક્તિને કોરોના સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, જામનગર અને મોરબીમાં 152 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

ભાવનગર જિલ્લામાં વધુ 47 કેસ નોંધાયા ભાવનગર જિલ્લામાં વધુ 47 કેસ નોંધાયા છે. શહેરમાં 24 અને ગ્રામ્ય વિસ્તારમાંથી 23 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં બુધેલમાં 3, કોબડીમાં 2, ભોજપરા અને શામપરામાં એક એક કેસ, ગારીયાધારમાં 4, મહુવામાં 2, પાલિતાણામાં 2, શિહોર અને સણોસરામાં એક એક કેસ, તળાજા રાજપરામાં 2માં 1, ઉમરાળાના રામકણા ગામમાં 1 અને વલ્લભીપુરના કાળાતળાવમાં 3 કેસ નોંધાય છે જિલ્લાનો કુલ પોઝિટિવ આંક 1403 પર પહોંચ્યો છે.

દીવમાં 8 અને જસદણમાં 3 કેસ નોંધાયા

દીવમાં આજે વધુ 8 કેસ નોંધાયા છે. જ્યારે 8 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જસદણ શહેરમાં આજે બે અને વિરનગર ગામમાં એક કેસ પોઝિટિવ કેસ નોંધાયો છે. જસદણ પંથકમાં આજે પણ કોરોનાનો કહેર યથાવત હોય આજે જસદણના ચીતલીયા કુવા રોડ ઉપર રહેતા નંદલાલભાઇ લાલજીભાઈ વિશાલપરા (ઉં.વ. 65) અને સમાત રોડ ઉપર આવેલા આનંદનગરમાં રહેતા ભુપતભાઈ બાબુભાઈ વસાણી (ઉં.વ. 45)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત વિરનગરની નિર્દોષાનંદ સોસાયટી ખાતે રહેતા સાગરભાઇ સેખલીયા (ઉં.વ. 26)નો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ગોંડલની સબજેલ કોરોના હોટસ્પોટ બની, 10 કેદી કોરોના પોઝિટિવ, આજના કુલ 16 કેસ ગોંડલ શહેર પંથકમાં દિવસેને દિવસે કરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે ત્યારે સમયાંતરે વોરાકોટડા રોડ પર આવેલી સબજેલમાં પણ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. ગત રોજ રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા સબ જેલની મુલાકાત વેળાએ તમામ કેદીઓનું રેપિડ ટેસ્ટ કરવાનું જણાવતા જેલર ડી. કે. પરમાર અને જેલ અને આરોગ્ય તંત્ર દ્વારા આજે 43 કેદીના કોરોના રિપોર્ટ કરવામાં આવતા 10 કેદીઓ કોરોના પોઝિટિવ આવતા જેલ તંત્ર હચમચી ગયું હતું. 10 કેદી સહિત ગોંડલમાં આજે કુલ પોઝિટવ આંક 16 થયો છે.

બોટાદ જિલ્લામાં 7 કેસ નોંધાયા બોટાદ જિલ્લામાં આજે 7 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં બોટાદ શહેરમાં 4, રાણપુરમાં 2 અને બરવાળા શહેરમાં 1 કેસ પોઝિટિવ નોંધાયો છે. તમામને સારવાર માટે કોવિડ-19 હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આજે 8 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

રાજકોટમાં કોરોનાથી મોત ક્રમ નામ ઉં.વ. સ્થળ 1 દિનેશભાઈ જાદવ 35 રાજકોટ 2 જયસુખભાઈ કોટક 60 રાજકોટ 3 વલ્લભભાઈ સરવૈયા 72 રાજકોટ 4 હુશેનાબેન ચૌહાણ 57 રાજકોટ 5 જુબેદાબેન હારૂનભાઈ 62 રાજકોટ 6 રજનીકાંત હરજીવનદાસ 57 વઢવાણ 7 ગિરધરભાઈ લખતરીયા 68 ગોંડલ 8 ભીખુભાઈ સેંજલીયા 67 ગોંડલ 9 રળીયાતબેન વેકરીયા 65 જસદણ 10 કાંતિભાઈ અઘેરા 54 રાજકોટ 11 જેઠાભાઈ પરમાર 55 રાજકોટ

જામનગરમાં 43 કેસ પોઝિટિવ નોંધાયા જામનગર જિલ્લામાં વધુ 46 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેથી આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગે પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કામગીરી હાથ ધરી છે.

જામનગરમાં નોંધાયેલા પોઝિટિવ કેસ જામનગરમાં નોંધાયેલા કોરોના કેસ ગોંડલમાં નોંધાયેલા પોઝિટિવ કેસ

ગોંડલમાં સોમવારથી કોવિડ-19 હોસ્પિટલ શરૂ થઇ જશે ગોંડલમાં કોરોના વિકરાળ બની રહ્યો છે અત્યાર સુધીમાં કુલ 154 કોરોના પોઝીટીવ કેસ બહાર આવ્યાં છે અને 7 દર્દીનાં મોત થયાં છે.ત્યારે કલેકટર, પ્રભારી સચીવ, જીલ્લા વિકાસ અધિકારી સહિતની ટીમ ગોંડલ દોડી ગઇ હતી અને કોરોનાને કાબૂમાં લેવાં એકશન પ્લાન તૈયાર કરી આગામી સોમવારથી શરૂ થનાર કોવીડ સેન્ટરની મુલાકાત લઇ નિષ્ણાંત તબીબો સાથે ચર્ચા કરી હતી. ખટારા સ્ટેન્ડ પાસે આવેલ સાયન્સ સેન્ટર ભવનમાં અંદાજે 48 બેડની હોસ્પિટલ સોમવારથી શરૂ થનાર હોવાનું પ્રાંત અધિકારી રાજેશ આલ દ્વારા જણાવાયું છે.CORONA SAURASHTRA LIVE 31 JULY