બેનથી બચવા માટે ચીન ટિકટોકને અમેરિકાની કંપનીને વેચી શકે છે, તેના ઉપર ટ્રમ્પ સરકારની નજર: રિપોર્ટમાં દાવો




ભારતમાં બેન કરાયેલી ચીનની મોબાઈલ એપ કંપની ટિકટોકને અમેરિકા પણ બેન કરવાનું વિચારી રહ્યું છે. અમેરિકામાં બેન ન લાગે તે માટે ચીન પ્રયત્નો કરી રહ્યું છે. માનવમાં આવી રહ્યું છે કે અમુક અમેરિકાની કંપનીઓને તેનો હિસ્સો વેચવામાં આવી શકે છે. ફાઈનાન્શિયલ ટાઈમ્સ મુજબ સિકોઈયા અને જનરલ એટલાન્ટિકા તેને ખરીદવાની યોજના બનાવી રહી છે. ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ સાથે આ અંગે વાતચીત ચાલી રહી છે. કંપની એ માહિતી મેળવી રહી છે કે જો તે ટિકટોકમાં રોકાણ કરશે તો શું આ એપ અમેરિકામાં કામ કરી શકશે.

ચીન અને અમેરિકા વચ્ચે તણાવ વધી રહ્યો છે. બન્ને દેશના ટ્રેડ ઉપર તેની અસર થઈ છે. અમેરિકા ટિકટોકથી રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ હોવાની વાત કહી રહ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, વિદેશ મંત્રી માઈક પોમ્પિયો સહિત ઘણા નેતા ટિકટોકને બેન કરવાની વાત કરી ચૂક્યા છે.

પોતાની વધુ એક એપની હિસ્સેદારી વેચી શકે છે ટિકટોકCNNના રિપોર્ટ મુજબ, બાઈટ ડાન્સ ચીનમાં ડાયજિન એપ ચલાવી રહ્યું છે. તેનું બ્રાન્ડિંગ અને લોગો ટિકટોક જેવો છે. અમેરિકાની કંપની સાથે થઈ રહેલી ડીલ મુજબ આ એપનો અમુક હિસ્સો વેચી શકાય છે. હજુ સુધી ટિકટોકે ડીલને લઈને કંઈ સ્પષ્ટ કહ્યું નથી. જો કે એક મહિના પહેલા તેણે થોડા ફેરફારની વાત કરી હતી.અમેરિકાની બન્ને કંપનીઓએ પણ ડીલને લઈને કોઈ સ્પષ્ટ વાત કરી નથી. તેના પર અમેરિકાની સરકારની પણ નજર છે.

સ્ટોરીમાં વિગતો ઉમેરવામાં આવી રહી છે.







China may sell Tiktok to US company to avoid Ban : report claims