Translate to...

બીટેકનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી યૂટયૂબ પરથી બિઝનેસ આઈડિયો શોધ્યો, હાલ ખાતર બનાવીને મહિને કમાય છે એકથી દોઢ લાખ રૂપિયા

બીટેકનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી યૂટયૂબ પરથી બિઝનેસ આઈડિયો શોધ્યો, હાલ ખાતર બનાવીને મહિને કમાય છે એકથી દોઢ લાખ રૂપિયામેરઠમાં રહેનારી પાયલ અગ્રવાલ બીટેક કર્યા પછી કોઈ સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી હતી. બેન્ક પીઓ, ક્લાર્કની એક્ઝામ પણ આપી ચૂકી હતી. જોકે તેને કોઈ ખાસ સફળતા મળી રહી ન હતી. 2016માં બીટેક કમ્પલીટ કર્યા પછી તેણે અગામી બે વર્ષ સુધી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી હતી. જોકે તેને ખાસ સફળતા મળી ન હતી. તેણે પરીક્ષાની તૈયારી તો કરી પરંતુ તે પરીક્ષા પાસ કરી શકી ન હતી.

પાયલ અભ્યાસ દરમિયાન જ યુટ્યુબ પર નાના-મોટા બિઝનેસના આઈડિયા શોધતી હતી. તે મોટા ભાગે એવા આઈડિયા શોધતી હતી કે જેમા ઓછા ખર્ચે બિઝનેસ શરૂ કરી શકાય. તેમાંથી જ તેને વર્મી-કમ્પોસ્ટ બનાવવાનો આઈડિયા આવ્યો. આજે તેને આ કામ શરૂ કર્યાને બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે. હાલ તે મહિનામાં એકથી બે લાખ રૂપિયાનો પ્રોફીટ મેળવે છે.

ચાલો જાણીએ આ બિઝનેસ શરૂ કરવાની સંપૂર્ણ વાત પાયલ પાસેથી.

કઈ રીતે થઈ શરૂઆત પાયલની ઉંમર હાલ 27 વર્ષની છે. જ્યારે તે 22 વર્ષની હતી ત્યારથી તે ઘરમાં જ ખાતર બનાવતી હતી. આ ખાતર કિચન વેસ્ટમાંથી તૈયાર થતું હતું. કિચનમાંથી જે પણ શાકભાજીના ફોતરા, ફળોના ફોતરા નીકળતા હતા, તેને તે એક કન્ટેનરમાં નાંખતી હતી. પંદર દિવસ સુધી કચરો ભેગો થતો રહેતો અને તેમાં પાણી નાંખીને તે સડવા દેતી હતી. પછીથી તે તેમાં છાણનું મિશ્રણ કરતી હતી અને મહિના પછી ખાતર તૈયાર થઈ જતું. જોકે તેનો વપરાશ માત્ર ઘરના કુંડાઓ પુરતો મર્યાદિત હતો.

કઈ રીતે શરૂ કર્યું યુનિટ, સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ જમીનની જરૂરિયાત હતી પરંતુ પોતાની પાસે જમીન ન હતી. આ કારણે તેણે મેરઠની પાસેના દતાવલી ગામમાં જમીન જોઈ. જમીન ફળદ્રુપ હોય કે ઉજ્જડ કોઈ ફરક પડતો ન હતો. પાયલે દોઢ એકર જમીન ભાડેથી લીધી હતી, તેનું વાર્ષિક ભાડું 40 હજાર રૂપિયા હતું.

જમની કેટલી લેવી છે, તેનો આઈડિયા યુટયુબ પર વર્મી કમ્પોસ્ટ વાળો વીડિયો જોઈને આવ્યો હતો. પાયલે પ્લાન બનાવ્યો હતો કે તે 30 બેડથી શરૂઆત કરશે. તેણે જમીન જ્યાં લીધી હતી ત્યાં પાણીની કોઈ વ્યવસ્થા ન હતી. આ કારણે બોર કરાવ્યો હતો. તેમાં 20 હજાર રૂપિયાનો ખર્ચ આવ્યો હતો. લાઈટની સગવડ પણ ન હતી તો ઘરે પડેલું જૂનું જનરેટર પણ રિપેર કરાવ્યું અને યુનિટ પર રાખ્યું. આ સિવાય પાવડા સહિતના ઓજારો પણ ખરીદ્યા.

કેટલો આવે છે ખર્ચ અને કમાણી કેટલી થાય છે એક બેડને સંપૂર્ણ તૈયાર કરવા માટે આઠથી સાડા આઠ હજાર રૂપિયાનો ખર્ચ આવે છે. 30 ફુટ લાંબ અને 4 ફુટ ઉચાઈ વાળા એક બેડમાં 300 રૂપિયાની પોલીથીન લાગે છે. 30 કિલો કેંચુઆ અને 1500 કિલો ગોબર વપરાય છે. પાયલે જ્યારે 26 બેડની સાથે આ ધંધો શરૂ કર્યો હતો ત્યારે કુલ રોકાણ 2 લાખ રૂપિયા હતું. ખાતરની સેલ્ફ લાઈફ એક વર્ષ હોય છે. આ કારણે તાત્કાલિક ખાતર ન વેચાયું તો ચિંતા કરવાની જરૂર નથી. પાયલનું પ્રથમ ખાતર 6 મહિના પછી વેચાયું હતું.After completing his BTech studies, he found a business idea on YouTube, now he earns one to one and a half lakh rupees a month by making compost.