બંગાળ, ઓરિસ્સા અને છત્તીસગઢ સરકારે કહ્યું- ગુજરાતથી ટ્રેનો ના મોકલો, અહીં સંક્રમણ વધી જશે

બંગાળ, ઓરિસ્સા અને છત્તીસગઢ સરકારે કહ્યું- ગુજરાતથી ટ્રેનો ના મોકલો, અહીં સંક્રમણ વધી જશે



પશ્વિમ બંગાળ, ઓરિસ્સા અને છત્તીસગઢની સરકારે કહ્યું છે કે અમદાવાદ સુરત થઇને આવતી ટ્રેનો તેમના રાજ્યમાં ન આવે. તેનાથી રાજ્યમાં સંક્રમણ વધવાની શક્યતા છે. પશ્વિમ બંગાળ સરકારે પત્ર લખીને ટ્રેનની ફ્રિકવન્સી ઘટાડવાની માંગ કરી હતી. ત્યારબાદ રેલવેએ અમદાવાદ-હાવડા મેલને દરરોજની જગ્યાએ અઠવાડિયામાં એક દિવસ ચલાવવાનું નક્કી કર્યું છે. અમદાવાદમાં અત્યારસુધી 21 હજારથી વધુ જ્યારે સુરતમાં 5 હજારથી વધુ કેસ સામે આવ્યા છે.

અમદાવાદ-હાવડા મેલ એકમાત્ર ટ્રેન હતી જે છત્તીસગઢ, ઓરિસ્સા અને પશ્વિમ બંગાળ સુધી દરરોજ ચાલતી હતી. 1 જૂનથી દેશભરમાં 230 રેગ્યુલર ટ્રેનને સ્પેશ્યલ ટ્રેન તરીકે ચલાવવામા આવી રહી છે.

બંગાળ સરકાર મહારાષ્ટ્રથી આવતી ટ્રેનોને પણ અટકાવવા માગે છેબંગાળ સરકાર તરફથી સચિવે રેલવે બોર્ડ અને પશ્વિમ રેલવેને પત્ર લખ્યો હતો. તેમાં કહ્યું હતું કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. મુંબઇથી હાવડા જવા માટે અને અમદાવાદથી સુરત થઇને હાવડા જવા માટે એક-એક રેગ્યુલર ટ્રેન ચાલે છે. આ ટ્રેનોમાં મોટી સંખ્યામાં લોકો બંગાળ આવી રહ્યા છે. તેનાથી બંગાળમાં સંક્રમણનો ખતરો વધી રહ્યો છે.

અમદાવાદથી સોમવાર, હાવડાથી શુક્રવારે ટ્રેન ચાલશેઅમદાવાદથી વાયા સુરત થઇને ચાલનારી અમદાવાદ-હાવડા મેલ હવે અઠવાડિયામાં માત્ર એક દિવસ જ ચાલશે. તે હાવડાથી દર શુક્રવર તેમજ અમદાવાદથી દર સોમવારે રવાના થશે. દિવસ તો નક્કી થઇ ગયા છે પરંતુ તારીખ હજુ નક્કી નથી થઇ. આ ટ્રેન અમદાવાદથી રાત્રે 12.15 વાગ્યે ઉપડીને સવારે ચાર વાગ્યે સુરત પહોંચે છે. બીજા દિવસે બપોરે દોઢ વાગ્યે હાવડા પહોંચે છે. હાવડાથી રાત્રે 11.55 વાગ્યે ઉપડીને સુરત સવારે 9 વાગ્યે અને તે જ દિવસે બપોરે 1.30 વાગ્યે અમદાવાદ પહોંચે છે. તે અમદાવાદથી સુરત થઇને છત્તીસગઢના રાયપુર, બિલાસપુર, ઓરિસ્સાના રાઉરકેલા, ઝારસુગુડા થઇને બંગાળ પહોંચે છે.







Bengal, Orissa and Chhattisgarh governments say: Don't send trains from Gujarat, transition will increase here