Translate to...

‘બિગ બોસ 14’ને સલમાન ખાન જ હોસ્ટ કરશે, ટીવી સેલેબ્સ નિયા શર્મા, કરન કુંદ્રા, સુરભી જ્યોતિ ઘરમાં જોવા મળે તેવી શક્યતા

‘બિગ બોસ 14’ને સલમાન ખાન જ હોસ્ટ કરશે, ટીવી સેલેબ્સ નિયા શર્મા, કરન કુંદ્રા, સુરભી જ્યોતિ ઘરમાં જોવા મળે તેવી શક્યતા
સલમાન ખાન રિયાલિટી શો ‘બિગ બોસ’ની 14મી સીઝનને હોસ્ટ કરતો જોવા મળશે. ‘બિગ બોસ 14’ સપ્ટેમ્બર મહિનાના છેલ્લાં અઠવાડિયામાં શરૂ થશે. શો શરૂ થવાને હજી બે મહિના જેટલો સમય છે. જોકે, અત્યારથી જ આ શોમાં કયા સ્પર્ધકો જોવા મળશે, તેને લઈ અટકળો ચાલી રહી છે.

સૂત્રોના મતે, બે મહિના બાદ સલમાન ખાન ‘બિગ બોસ’નું શૂટિંગ શરૂ કરી દેશે. આ વખતે શોમાં વિવાદાસ્પદ ટિકટોકર્સ તથા યુ ટ્યૂબર્સ પણ જોવા મળે તેમ માનવામાં આવે છે. શોમાં ટીવી સેલેબ્સ વિવિયન દેસેના, નિયા શર્મા તથા બોલિવૂડ એક્ટર અધ્યયન સુમન, સુરભી જ્યોતિ, કરન કુંદ્રા, રાજીવ સેન, આકાંક્ષા પુરી, જસ્મીન ભસીન તથા આંચલ ખુરાનાના નામો ચર્ચાઈ રહ્યાં છે. જોકે, હજી સુધી એક પણ કલાકારે શોને લઈ કોઈ કોન્ટ્રાક્ટ સાઈન કર્યો નથી.

અધ્યયન સુમને સ્પષ્ટતા કરી‘બિગ બોસ 14’માં અધ્યયન સુમન જોવા મળશે, તેવા ન્યૂઝ વાઈરલ થયા તો એક્ટરે સોશિયલ મીડિયામાં આ અંગેની સ્પષ્ટતા કરી હતી. અધ્યયને કહ્યું હતું, ‘બિગ બોસ’માં જવાની વાત ખોટી છે. થેંક્સ પરંતુ નો થેંક્સ. ‘બિગ બોસ’ તથા કલર્સ ટીવી આ બાબતને ક્લિયર કરો. ઉલ્લેખનીય છે કે એક સમયે અધ્યયન સુમન તથા કંગના રનૌત વચ્ચે સંબંધો હતાં. જોકે, પછીથી આ સંબંધોનો અંત આવ્યો હતો.

False news of me being a part of big boss ! Thanks but no thanks ! Disrespectful to say the least ! #[email protected] please clarify this! Regards

— adhyayan summan (@AdhyayanSsuman) July 15, 2020

નિયા શર્માને શો ઓફર થયોનિયા શર્માને છેલ્લાં કેટલાંક સમયથી આ શો ઓફર થતો હોય છે. હાલમાં નિયા શર્મા ‘નાગિન’ સિરિયલમાં જોવા મળે છે. નિયા ટોપ 50 સેક્સીએસ્ટ એશિયન વુમન લિસ્ટમાં બેવાર સ્થાન પામી ચૂકી છે.

View this post on Instagram

Saree Town!

A post shared by Nia Sharma (@niasharma90) on Jul 7, 2020 at 4:37am PDT

વિવિયનની વાત કરવામાં આવે તો તેણે ટીવીના અનેક જાણીતા શોમાં કામ કર્યું છે, જેમાં ‘શક્તિઃ અસ્તિત્વ કે અહેસાસ કી’, ‘પ્યાર કી યે એક કહાની’, ‘મધુબાલાઃ એક ઈશ્ક એક જુનૂન’સામેલ છે. વિવિયને રિયાલિટી શો ‘ઝલક દિખલાજા 8’ તથા ‘ખતરો કે ખિલાડી 7’માં પણ ભાગ લીધો હતો.

View this post on Instagram

A post shared by @viviandsena on Jun 17, 2020 at 8:38am PDT

બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેનનો ભાઈ રાજીવ સેન પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં છે. તેણે ટીવી એક્ટ્રેસ ચારુ સાથે ગયા વર્ષે લગ્ન કર્યાં હતાં. લગ્નને હજી એક વર્ષ જ થયું છે અને બંને અલગ થઈ ગયા હોવાની ચર્ચા છે. ‘બિગ બોસ’ની 14મી સીઝન માટે રાજીવનો સંપર્ક કરાયો હોવાની ચર્ચા છે. રાજીવ પણ આ શો જવા તૈયાર છે. જોકે, રાજીવ આ શોમાં એકલો જ જવા માગે છે. જોકે, હજી સુધી આ અંગે કંઈ જ ફાઈનલ થયું નથી. ફીને લઈ વાતચીત ચાલી રહી છે. જોકે, આ પહેલાં પણ રાજીવને આ શો ઓફર કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે રાજીવનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે ચારુ પણ આ શોમાં જવા માટે ઉત્સુક હતી. જોકે, તે સમયે ચારુના ભાઈના લગ્ન હોવાથી વાત અટકી પડી હતી.

View this post on Instagram

Hi there .. ❤️

A post shared by Rajeev Sen (@rajeevsen9) on Jul 1, 2020 at 6:16am PDT

શોમાં લૉકડાઉન કનેક્શન જોવા મળશેઆ વખતે સીઝનમાં મોટો ફેરફાર જોવા મળશે. દેશની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મેકર્સે ‘બિગ બોસ 14’માં લૉકડાઉનને લઈ અલગ પ્લાન બનાવ્યો છે. ચર્ચા છે કે આ વખતે શોનું નામ ‘બિગ બોસ લૉકડાઉન એડીશન’ રાખવામાં આવશે. આટલું જ નહીં આ વખતે સ્પર્ધકો પોતાની સાથે ઘરની અંદર ફોન પણ લઈ જઈ શકશે. જોકે, હજી આ અંગે વિચારણા ચાલી રહી છે.

‘બિગ બોસ’ની 13મી સીઝન સૌથી લાંબી સીઝન હતી‘બિગ બોસ’ની 13મી સીઝન અત્યાર સુધીની સીઝન કરતાં સૌથી લાંબી હતી. આ સીઝન 29 સપ્ટેમ્બર, 2019ના રોજ શરૂ થઈ હતી અને ગ્રાન્ડ ફિનાલે 15 ફેબ્રુઆરી, 2020ના રોજ હતી. આ શોનો વિનર સિદ્ધાર્થ શુક્લા હતો. પ્રથમ રનર-અપ તરીકે અસીમ રિયાઝ તથા સેકન્ડ રનર-અપ શહેનાઝ ગીલ હતી. આ શોમાં ટીવી સેલેબ્સ પારસ છાબરા, રશ્મિ દેસાઈ, દેવોલિના ભટ્ટાચાર્જી, મધુરિમા તુલી, વિશાલ આદિત્ય સિંહ, આરતી સિંહ, કોએના મિત્રા જોવા મળ્યાં હતાં. આ સીઝન ચાહકોને ઘણી જ પસંદ આવી હતી.'Bigg Boss 14' to be hosted by Salman Khan, TV celebs Nia Sharma, Karan Kundra, Surabhi Jyoti likely to be seen at home