Translate to...

બિગ બીને આઈસોલેશન વોર્ડમાં પિતાની યાદ સતાવે છે, વીડિયો શૅર કરીને કહ્યું- તેમના શબ્દોથી સૂમસામ રાતોને આબાદ કરું છું

બિગ બીને આઈસોલેશન વોર્ડમાં પિતાની યાદ સતાવે છે, વીડિયો શૅર કરીને કહ્યું- તેમના શબ્દોથી સૂમસામ રાતોને આબાદ કરું છું




અમિતાભ બચ્ચનનો કોરોનાનો રિપોર્ટ 11 જુલાઈના રોજ પોઝિટિવ આવ્યો હતો અને ત્યારથી જ તેઓ નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. આજે એટલે કે 27 જુલાઈના રોજ હોસ્પિટલમાં તેમનો 17મો દિવસ છે. હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાંથી બિગ બી સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. હાલમાં જ અમિતાભે પિતા હરિવંશ રાય બચ્ચનની એક કવિતા શૅર કરી હતી અને પિતાની બહુ જ યાદ આવતી હોવાનું કહ્યું હતું.

પિતાને યાદ કરીને અમિતાભે કહ્યું હતું, ‘બાબુજીની કવિતાની કેટલીક ક્ષણો. તે કવિ સંમેલનમાં આ જ રીતે ગાતા હતા. હોસ્પિટલની એકલતામાં તેમની બહુ જ યાદ આવે છે અને તેમના જ શબ્દોથી મારી સૂમસામ રાતોને આબાદ કરું છું.’

બિગ બીએ ‘બચ્ચન રચનાવલી’ વાંચી અમિતાભ વીડિયોમાં પિતાના કાવ્ય-સંગ્રહ ‘બચ્ચન રચનાવલી’ને વાંચતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચને આ જ કવિતા આ વર્ષે આઠ એપ્રિલના રોજ પણ શૅર કરી હતી.

T 3606 - बाबूजी की कविता के कुछ पल । वो इसी तरह गाया करते थे कवि सम्मेलनों में । अस्पताल के अकेले पन में उनकी बहुत याद आती है, और उन्हीं के शब्दों से अपनी सूनी रातों को आबाद करता हूँ । pic.twitter.com/KmSJoliQmz

— Amitabh Bachchan (@SrBachchan) July 26, 2020

હૈ અંધેરી રાત પર દીયા જલાના કબ મના હૈં ક્યા ઘડી થી એક ભી ચિંતા નહીં થી પાસ આઈ, કાલિમા તો દૂર છાયા ભી પલક પર થી ના છાઈ આંખ સે મસ્તી ઝપકતી, બાત સે મસ્તી ટપકતી, થી હંસી એસી જિસે સુન બાદલો ને શર્મ ખાઈ, વો ગઈ તો લે ગઈ ઉલ્લાસ કે આધાર માનક પર અધીરતા કે સમય ભી મુસ્કુરાના કબ મના હૈં હૈ અંધેરી રાત પર, દીયા જલાના કબ મના હૈં... ક્યા હવાએ થી કી ઉજડા પ્યાર કા વો આશિયાના કુછ ના આયા કામ તેરા, શોર કરના ગુલ મચાના નાશ કી ઉન શક્તિયોં કે સાથ ચલતા જોર કિસકા કિંતુ એ નિર્માણ કે પ્રતિનિધિ તુઝે હોગા બતાયા, જો બસે હૈં વો ઉજડતે હૈં પ્રકૃતિ કે જડ નિયમ સે, પર કિસી ઉજડે હુએ કો ફિર બસાના કબ મના હૈં હૈ અંધેરી રાત પર, દીયા જલાના કબ મના હૈં...

પડકારો નિશ્ચિત છે, હાર વૈકલ્પિક છે 27 જુલાઈના રોજ અમિતાભે સોશિયલ મીડિયામાં બે પોસ્ટ શૅર કરી હતી.

T 3607 -" Being challenged in life is inevitable, being defeated is optional."~ ef जीवन में चुनौतियाँ तो निश्चित हैं ; लेकिन हार जाना वैकल्पित , रुचिपूर्ण , संदिग्ध - जिसके संबंध में किसी प्रकार का अनिश्चय हो। pic.twitter.com/BKgo6NY9LK

— Amitabh Bachchan (@SrBachchan) July 27, 2020

T 3607 -" दुश्मन बनाने के लिए ज़रूरी नही लड़ा जाए, आप थोड़े कामयाब हो जाओ तो वो ख़ैरात में मिलेंगें " ~ In order to make enemies it is not essential to fight .. just be a little successful, you'll get them at a pittance ..