અમિતાભ બચ્ચન હાલમાં નાણાવટી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં કોવિડ 19ની સારવાર કરાવી રહ્યાં છે. અભિષેક બચ્ચન પણ આ જ હોસ્પિટલમાં એડમિટ છે, જ્યારે ઐશ્વર્યા રાય તથા આરાધ્યા ઘરે રહીને સારવાર કરાવી રહ્યાં છે. હોસ્પિટલમાં હોવા છતાંય અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. અમિતાભ બચ્ચને હાલમાં જ વિદુર નીતિનો એક શ્લોક શૅર કર્યો હતો.સંસ્કૃતમાં લખેલાઆ શ્લોકમાં બિગ બીએ કેવા પ્રકારના માણસોથીદૂર રહેવું જોઈએ તેની વાત કરી હતી.
સો.મીડિયામાં સંસ્કૃત શ્લોક લખ્યોઈર્ષ્યી ઘૃણી ત્વસંતુષ્ટઃ ક્રોધનો નિત્યશડકિતઃ, પરભાગ્યોપજીવી ચ ષડેતે દુખભાગિન..
અર્થઃ ઈર્ષ્યા, ઘૃણા કરનારા, અસંતોષી, ક્રોધ, હંમેશાં શંકામાં રહેનારા તથા બીજા પર આશ્રિત રહેનારા, આવા છ પ્રકારના મનુષ્ય હંમેશાં દુઃખી રહી છે. આ પ્રવૃત્તિઓથી બચવું જોઈએ. સમજદાર વ્યક્તિ સમજી ગયા અને જે ના સમજે તે અનાડી છે.
T 3595 -*ईर्ष्यी घृणी त्वसंतुष्ट: क्रोधनो नित्यशड्कितः।**परभाग्योपजीवी च षडेते दुखभागिनः।।*सभी से ईर्ष्या, घृणा करने वाले, असंतोषी, क्रोधी, सदा संदेह करने वाले और पराये आसरे जीने वाले ये छः प्रकार के मनुष्य हमेशा दुखी रहते हैं। अतः यथा संभव इन प्रवृत्तियों से बचना चाहिए।
— Amitabh Bachchan (@SrBachchan) July 15, 2020ત્રણ વર્ષ પહેલાં પણ આ જ શ્લોક શૅર કર્યો હતોબિગ બીએ આ જ શ્લોક ત્રણ વર્ષ પહેલાં ટ્વિટર પર શૅર કર્યો હતો. જોકે, તે સમયે બિગ બીએ શ્લોકનો અર્થ જણાવ્યો નહોતો. તેમના ચાહકોએ શ્લોકનો હિંદુ અનુવાદ શૅર કર્યો હતો.
હોસ્પિટલમાં રોજ કંઈકને કંઈ અપડેટ કરે છે
અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં હોવા છતાંય સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. સૌ પહેલાં તેમણે કોવિડ 19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની માહિતી આપી હતી, ત્યારબાદ તેમણે ચાહકોનો આભાર વ્યક્ત કરતી પોસ્ટ શૅર કરી હતી. પછી ડોક્ટર્સની તુલના દેવતા સાથે કરી હતી.
અમિતાભ-અભિષેક હજી સાત દિવસ સુધી હોસ્પિટલમાં રહેશેન્યૂઝ એજન્સી PTI સાથેની વાતચીતમાં હોસ્પિટલના સૂત્રોએ કહ્યું હતું, અમિતાભ તથા અભિષેકની તબિયત સ્થિર છે. બંનેને હજી સાત દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવશે. કેટલાંક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે બંનેનો કોરોના ટેસ્ટ હવે પાંચ-છ દિવસ પછી કરવામાં આવશે. 12 જુલાઈના રોજ નાણાવટી હોસ્પિટલના ક્રિટિકલ કૅર સર્વિસના હેડના ડૉ. અબ્દુલ સમદ અંસારીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું, ‘જ્યારે અમિતાભમાં કોવિડ 19ના લક્ષણો જોવા મળ્યાં તે કદાચ પાંચમો દિવસ હતો. દર્દીઓ પર કોરોનાની અસર 10 કે 12 દિવસે વધુ થાય છે. ’ આ જ કારણ છે કે અમિતાભ તથા અભિષેકને ઓછામાં ઓછા સાત દિવસ હોસ્પિટલમાં રાખવાની વાત થઈ રહી છે. જોકે, અંસારીએ પોતાના નિવેદનમાં એ વાત સ્પષ્ટ કરી હતી કે 10 કે 12 દિવસે કોરોનાના લક્ષણો વધુ જોવા મળે આવી પરિસ્થિતિ દરેક દર્દીઓ સાથે થતી નથી. ઘણાં દર્દીઓમાં માત્ર હળવા લક્ષણો જ જોવા મળે છે.
શનિવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યોઅમિતાભ તથા અભિષેકનો રિપોર્ટ 11 જુલાઈના રોજ પોઝિટિવ આવ્યો હતો. બીજા દિવસે એટલે કે 12 જુલાઈના રોજ ઐશ્વર્યા તથા આરાધ્યાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઐશ્વર્યા તથા આરાધ્યા ઘરે જ રહીને સારવાર કરાવી રહ્યાં છે. જયા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. અમિતાભના ચારેય બંગલા (પ્રતિક્ષા, જનક, જલસા તથા વત્સ)ને સીલ કરી દેવામાં આવ્યા હતાં.
Big B teaches life lesson, advises to stay away from these types of person