અમિતાભ બચ્ચન નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. તેમનો કોવિડ 19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. અમિતાભની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈરહ્યો છે. અમિતાભ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાંથી પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરી રહ્યાં છે. હાલમાં જ અમિતાભે ડોક્ટર્સ, નર્સ તથા સ્ટાફનો આભાર માનતી પોસ્ટ શૅર કરી હતી.
અમિતાભે કવિતા લખી હતી અને તેમાં ડોક્ટર્સ તથા નર્સિંગ સ્ટાફનીદેવતા સાથે તુલના કરી હતી. અમિતાભે કહ્યું હતું,
શ્વેત વર્ણ આભૂષણસેવાભાવ સમર્પણઈશ્વરરૂપી દેવતા યેપીડિતોં કે સંબલ યેસ્વયં કો મિટા દિયાગલે હમેં લગા દિયાપૂજા દર્શન કે સ્થાન યેપરચમ ઈન્સાનિયત કે- અમિતાભ બચ્ચન
T 3594 -श्वेत वर्ण आभूषणसेवा भाव समर्पणईश्वर रूपी देवता येपीड़ितों के संबल येस्वयं को मिटा दियागले हमें लगा लियापूजा दर्शन के स्थान येपरचम इंसानियत के~ अब
— Amitabh Bachchan (@SrBachchan) July 14, 2020અમિતાભ-અભિષેક હજી સાત દિવસ સુધી હોસ્પિટલમાં રહેશેન્યૂઝ એજન્સી PTI સાથેની વાતચીતમાં હોસ્પિટલના સૂત્રોએ કહ્યું હતું, અમિતાભ તથા અભિષેકની તબિયત સ્થિર છે. બંનેને હજી સાત દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવશે. કેટલાંક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે બંનેનો કોરોના ટેસ્ટ હવે પાંચ-છ દિવસ પછી કરવામાં આવશે. 12 જુલાઈના રોજ નાણાવટી હોસ્પિટલના ક્રિટિકલ કૅર સર્વિસના હેડના ડૉ. અબ્દુલ સમદ અંસારીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું, ‘જ્યારે અમિતાભમાં કોવિડ 19ના લક્ષણો જોવા મળ્યાં તે કદાચ પાંચમો દિવસ હતો. દર્દીઓ પર કોરોનાની અસર 10 કે 12 દિવસે વધુ થાય છે. ’ આ જ કારણ છે કે અમિતાભ તથા અભિષેકને ઓછામાં ઓછા સાત દિવસ હોસ્પિટલમાં રાખવાની વાત થઈ રહી છે. જોકે, અંસારીએ પોતાના નિવેદનમાં એ વાત સ્પષ્ટ કરી હતી કે 10 કે 12 દિવસે કોરોનાના લક્ષણો વધુ જોવા મળે આવી પરિસ્થિતિ દરેક દર્દીઓ સાથે થતી નથી. ઘણાં દર્દીઓમાં માત્ર હળવા લક્ષણો જ જોવા મળે છે.
શનિવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યોઅમિતાભ તથા અભિષેકનો રિપોર્ટ 11 જુલાઈના રોજ પોઝિટિવ આવ્યો હતો. બીજા દિવસે એટલે કે 12 જુલાઈના રોજ ઐશ્વર્યા તથા આરાધ્યાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઐશ્વર્યા તથા આરાધ્યા ઘરે જ રહીને સારવાર કરાવી રહ્યાં છે. જયા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. અમિતાભના ચારેય બંગલા (પ્રતિક્ષા, જનક, જલસા તથા વત્સ)ને સીલ કરી દેવામાં આવ્યા છે.
amitabh bachchan in hospital Big B shared a poem comparing doctors to gods