Translate to...

બોક્સર માઈક ટાયસને 15 વર્ષ પછી રિંગમાં પરત આવવા ઈલેક્ટ્રિકલ મસલ સ્ટિમ્યુલેશનથી બોડી ટ્રાન્સફોર્મ કર્યું

બોક્સર માઈક ટાયસને 15 વર્ષ પછી રિંગમાં પરત આવવા ઈલેક્ટ્રિકલ મસલ સ્ટિમ્યુલેશનથી બોડી ટ્રાન્સફોર્મ કર્યું




15 વર્ષ પછી પૂર્વ હેવિવેટ બોક્સર માઈક ટાયસન એકવાર ફરીથી રિંગમાં વાપસી કરવા જઈ રહ્યા છે. 12 સપ્ટેમ્બરે તેઓની ટક્કર ટાઉસન જોન્સ સાથે થશે. ચર્ચાનું કેન્દ્ર બનેલા માઈકે ઈલેક્ટ્રિકલ મસલ સ્ટિમ્યુલેશનથી બોડી ટ્રાન્સફોર્મ કર્યું છે. 54 વર્ષીય માઈકના જણાવ્યા પ્રમાણે, આ ફેરફાર ઈલેક્ટ્રિકલ મસલ સ્ટિમ્યુલેશન વગર શક્ય નહોતો. હું જે પણ કમાણી કરીશ તે ચેરિટીમાં આપીશ.

View this post on Instagram

#TysonJones

A post shared by Mike Tyson (@miketyson) on Aug 6, 2020 at 8:47am PDT

ઈલેક્ટ્રિકલ મસલ સ્ટિમ્યુલેશન સાથે જોડાયેલી ૩ વાતો: 1. તે માંસપેશીઓને સ્ટિમ્યુલેટ કરે છે ઈલેક્ટ્રિકલ મસલ સ્ટિમ્યુલેશનને EMS પણ કહેવાય છે. મસલને સ્ટિમ્યુલેટ કરવાનું કામ EMS ડિવાઈસ કરે છે. આ ડિવાઈસ શરીરમાં અલગ-અલગ જગ્યા પર લગાવવામાં આવે છે. ઈલેક્ટ્રિકલ ઈમ્પલ્સની મદદથી શરીરના મોટર ન્યૂરોન્સને સ્ટિમ્યુલેટ કરવામાં આવે છે. સ્ટિમ્યુલેશન થવા પર શરીરમાં માંસપેશીઓ વચ્ચે ખેંચતાણ થાય છે અને સંકોચાય જાય છે.

આ દરમિયાન શરીરને ખબર નથી પડતી કે પ્રોસેસ કસરત કરવાથી થાય છે કે મશીનથી થાય છે. શરીરને માત્ર એટલી ખબર પડે છે કે માંસપેશીઓ સ્ટિમ્યુલેટ થઇ રહી છે.

2.EMS એથ્લીટની સ્ટ્રેન્થ વધારે છે સ્ટ્રેન્થ એન્ડ કંડીશનિંગ જર્નલમાં પબ્લિશ થયેલા રિસર્ચ પ્રમાણે, EMS એથ્લીટને પોતાનું પર્ફોર્મન્સ ફરીથી મેળવવા માટે મદદ કરે છે. સંશોધકો પ્રમાણે, EMSથી તેમની સ્ટ્રેન્થ વધે છે. તેમના માટે ઈલેક્ટ્રિકલ મસલ સ્ટિમ્યુલેશન એ સ્ટ્રેન્થ ટ્રેનિંગનો એક વિકલ્પ જેમ જ છે.

3.EMS શરીરની ચરબીને ઘટાડે છે વર્ષ 2015માં કોરિયામાં થયેલા રિસર્ચ પ્રમાણે, EMS શરીરની ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે. રિસર્ચમાં સામેલ લોકોને 30 મિનિટ સુધી હાઈફ્રિકવન્સી કરંટ આપવામાં આવ્યો હતો. તેમના પેટ પર કરંટ રિલીઝ કરતા ઈલેક્ટ્રોડ મૂક્યા હતા. આ થેરપીને અઠવાડિયાંમાં ત્રણવાર કરવામાં આવી. રિસર્ચમાં ખબર પડી કે, કસરત વગર જ કમરની સાઈઝ ઓછી થઇ અને શરીરમાં ચરબી ઓછી થઇ ગઈ.







Mike Tyson Transforms Body With Electric Muscle Stimulation; Know How Long Does It Take