લૉકડાઉનમાં શ્રમિકોને તેમના ઘરે પહોંચાડ્યા બાદ હવે સોનુ સૂદ લોકોને નોકરી શોધવામાં મદદ કરી રહ્યો છે. હાલમાં જ એક ટ્વિટર યુઝરે સોનુને ટ્વીટ કરીને સોફ્ટવેર એન્જિનિયરની મદદ કરવાની અપીલ કરી હતી. સોનુ સૂદે તે યુઝરને સહેજ પણ નિરાશ ના કર્યો અને મદદ કરી હતી.
નોકરી ના હોવાથી એન્જિનિયર શાક વેચવા મજબૂર ટ્વિટર યુઝરે શારદા નામની એક સોફ્ટવેર એન્જિનિયરનો વીડિયો શૅર કર્યો હતો. કોરોનાવાઈરસને કારણે દેશમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન શારદાને તેની કંપનીએ નોકરીમાંથી કાઢી મૂકી હતી. જોકે, શારદાએ હાર્યા વગર પરિવારનું ગુજરાન ચલાવવા માટે શાકભાજી વેચવાનું શરૂ કરી દીધું હતું. યુઝરે સોનુ સૂદને શારદાને નોકરી અપાવવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે સર પ્લીઝ જોજો...શારદાને કઈ રીતે મદદ કરી શકાય. આશા છે કે તમે જવાબ આપશો.
My official met her. Interview done. Job letter already sent. Jai hind