Translate to...

બજાજ પલ્સર 180F Neonની કિંમતમાં 998 રૂપિયાનો વધારો કરાયો, હવે ખરીદવા ₹1.11 લાખ ચૂકવવા પડશે

બજાજ પલ્સર 180F Neonની કિંમતમાં 998 રૂપિયાનો વધારો કરાયો, હવે ખરીદવા ₹1.11 લાખ ચૂકવવા પડશે




કોરોના વાઇરસની ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી પર બહુ ખરાબ અસર પડી છે. લોકડાઉન દરમિયાન મોટાભાગની કંપનીઓનું વેચાણ ઝીરો રહ્યું હતું. સરકાર તરફથી લોકડાઉનમાં છૂટ મળ્યા બાદ કંપનીઓએ તેના મોડેલ્સનું વેચાણ ફરી શરૂ કરી દીધું છે. પરંતુ થયેલા નુકસાનની ભરપાઈ કરવા કંપનીઓ સતત તેમના મોડેલ્સની કિંમત વધારી રહી છે. સુઝુકી અને હોન્ડાએ તાજેતરમાં જ તેના ઘણાં મોડેલ્સની કિંમત વધારી દીધી હતી. તો હવે આ ક્રમમાં બજાજનું નામ પણ જોડાઈ ગયું છે. કંપનીએ તેની Bajaj Pulsar 180F Neonની કિંમતમાં વધારો કર્યો છે. આ બાઇક હવે જૂની બાઇક કરતાં 998 રૂપિયા મોંઘી થઈ ગઈ છે.

નવી કિંમતબાઇકની કિંમત 998 રૂપિયા વધ્યા બાદ તેને હવે 1,11,328 રૂપિયામાં ખરીદી શકાશે. અગાઉ આ બાઇકની કિંમત 1,10,380 રૂપિયા હતી. આ બાઇક કરન્ટ મોડેલમાં 3 કલર ઓપ્શનમાં આવે છે. તેને બ્લેક એન્ડ રેડ, નિયોન ઓરેન્જ અને બ્લેક એન્ડ સિલ્વર સલર સ્કીમમાં ખરીદી શકાય છે.

ગયા મહિને પલ્સર 150 નિયોનની કિંમત વધી હતીબજાજે ગયા મહિને જ Bajaj Pulsar 150 Neonની કિંમત પણ વધારી દીધી હતી. કિંમત વધ્યા બાદ આ બાઇકની નવી કિંમત 90,003 રૂપિયા થઈ ગઈ છે. Pulsar 150 Neonને નવેમ્બર 2018માં 64,889 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવી હતી. લોન્ચિંગ પછી અત્યાર સુધી આ બાઇકની કિંમત 25,114 રૂપિયા વધી ચૂકી છે.







Bajaj Pulsar 180F Neon price increased by Rs 998, now you have to pay ₹ 1.11 lakh to buy