Translate to...

ફેસ માસ્ક અને હેન્ડ સેનિટાઈઝર હવે જરૂરી ચીજવસ્તુના લિસ્ટમાંથી બહાર, હવે દેશમાં તેનો પુરતો પુરવઠો છે

ફેસ માસ્ક અને હેન્ડ સેનિટાઈઝર હવે જરૂરી ચીજવસ્તુના લિસ્ટમાંથી બહાર, હવે દેશમાં તેનો પુરતો પુરવઠો છે



કોરોના સંક્રમણથી બચવા માટે ઉપયોગમાં લેવામાં આવતા ફેસ માસ્ક (2 પ્લાય અને 3 પ્લાય સર્જિકલ માસ્ક, N85 માસ્ક) અને હેન્ડ સેનિટાઈઝર હવે આવશ્યક વસ્તુઓ રહી નથી. કેન્દ્ર સરકારે આ બંને વસ્તુઓને એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ -1955માંથી બહાર કરી દીધી છે. કન્ઝ્યુમર અફેર્સ સચિવ લીના નંદને મંગળવારે કહ્યું, દેશમાં પર્યાપ્ત પ્રમાણમાં પુરવઠો હોવાને કારણે આ બંને વસ્તુઓને જરૂરી વસ્તુઓની યાદીમાંથી બહાર કરવામાં આવે છે.

13 માર્ચે એસેન્શિયલ કોમોડિટીઝમાં સામેલ કરવામાં આવી હતીઉપભોક્તા બાબતના મંત્રાલયે 13 માર્ચે ફેસ માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરને 100 દિવસ માટે જરૂરી વસ્તુઓની યાદીમાં સામેલ કરી હતી. કોરોનાવાઈરસનો સામનો કરવા માટે પુરવઠો વધારવા અને સંગ્રહખોરી અટકાવવા સરકારે આ પગલું ભર્યું હતું. લીના નંદને કહ્યું કે, આ બંને વસ્તુઓને 30 જૂન સુધી જરૂરી વસ્તુઓની યાદીમાં સામેલ કરવામાં આવી હતી. દેશમાં પર્યાપ્ત પુરવઠાને કારણે અમે તેને આગળ નથી વધારી રહ્યા.

રાજ્યો પાસેથી સલાહ લીધા બાદ નિર્ણય લીધોતેમણે કહ્યું કે આ બંને વસ્તુઓની ઉપલબ્ધતાને લઈને રાજ્યો પાસેથી માહિતી માંગવામાં આવી હતી. રાજ્યોએ કહ્યું કે, હવે આ વસ્તુઓના સપ્લાયને લઈને કોઈ સમસ્યા નથી. કન્ઝ્યુમર અફેર્સ સચિવના જણાવ્યા પ્રમાણે,આ નિર્ણય રાજ્ય સરકારો સાથે ચર્ચા કર્યા પછી જ લેવામાં આવ્યો છે. માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરને એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટમાં સામેલ કરવાથી રાજ્યોને તેમના ઉત્પાદનને નિયંત્રિત કરવા અને તેનું વિતરણ કરવામાં મદદ મળી છે.

શું છે એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ?એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ અંતર્ગત આવતી વસ્તુઓનો સપ્લાય સુનિશ્ચિત કરવાનો અને તેનું વેચાણ મેક્સિમમ રિટેલ પ્રાઈઝ એટલે કે MRP પર કરવાની જવાબદારી રાજ્ય સરકારોની હોય છે અને બ્લેક માર્કેટિંગ સામે કાર્યવાહી કરવાની સત્તા પણ રાજ્ય સરકારની પાસે હોય છે.







Face masks and hand sanitizers are now off the list of essentials, now the country has adequate supply of them.